બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / A 16 month old girl died of hunger and thirst in America

કળિયુગ / જણનારી જ હણનારી.! નવજાતને ઘરમાં એકલી મૂકીને 10 દિવસનું વેકેશન મનાવવા ઉપડી ગઈ માં, ભૂખ-તરસથી તડપી તડપીને બાળકીનું મોત

Kishor

Last Updated: 07:41 PM, 25 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકામાં ૧૬ મહિનાની બાળકીને ઘરે મૂકીને માતા રજા મનાવવા નીકળી ગઈ હતી. આ દરમિયાન ભૂખી-તરસી બાળકી તડપી તડપીને મોતને શરણ થઈ હતી. આમ જણનારી જ હણનારી નીકળતા ચર્ચા જાગી છે.

  • અમેરિકામાં કળિયુગની ચાળી ખાતો કિસ્સો સામે આવ્યો
  • 16 મહિનાની બાળકીને ઘરે એકલી મૂકી માતા નીકળી ગઈ રજા માણવા
  • 10 દિવસ બાદ માતા પર આવતા બાળકીનું થયું મોત

પોતાના બાળક માટે ડગલેને પગલે બલિદાન આપતી માતાને ભગવાનથી પણ ઊંચો દરજ્જો આપવામાં આવે છે. કોઈ પણ મુશ્કેલી આવી હોય  તેમા બાળક સુધી મુશ્કેલી ન પહોંચે તે માટે માતા બાળકની આગળ પહાડ થઈને ઉભી રહે છે. પરંતુ માતા બાળકના પ્રેમમા પણ હવે કળિયુગની અસર વર્તાઈ રહી હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવે છે. આવો જ એક કાળજુ કંપાવતો કિસ્સો અમેરિકાથી સામે આવ્યો છે. જેમાં ૧૬ મહિનાની બાળકીને ઘરે મૂકીને માતા રજા મનાવવા નીકળી ગઈ હતી. આ દરમિયાન માતાના વિયોગમાં અને ભૂખી-તરસી બાળકી તડપી તડપીને મોતને શરણ થઈ હતી.

ઘરમાંથી રહસ્યમય રીતે લટકતા મળી આવ્યા 4 લોકોના મૃતદેહ, નવ મહીનાની બાળકીનું  ભૂખથી મોત| bangalore five dead bodies including nine month old death found  in the house

ચોકાવનારા કિસાની વિગતે એવી છે કે અમેરિકાના ઓહાયો ખાતે રહેતી 31 વર્ષીય મહિલા ક્રિસ્ટેલ એ. કેન્ડેલેરિયો તેમની 16 મહિનાની પુત્રી જેલીનને કોઈની દેખભાળ વગર પોતાના ઘરે એકલી રાખીને નીકળી ગઈ હતી. વેકેશનની મોજ માણવા ગયેલી મહિલાએ આજુબાજુ રહેતા લોકોને તેમની પુત્રીની દેખભાળ રાખવા માટે કહ્યું હતું. પરંતુ રજામાં ગયા બાદ દસ દિવસ દરમિયાન પાડોશીને એક પણ મદદ માટે ફોન કે મેસજ કર્યો ન હતો.

બાળકી ગંધા ગોદડામાં વીંટાયેલી મળી

આ દરમિયાન ખોરાક અને પાણીના અભાવને પગલે બાળકીનું ડીહાઇડ્રેશનને લઈને મોત નીપજ્યું હતું. જે મામલે સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરાતા પોલીસ સ્ટાફતાબડ દોડી આવ્યો હતો. જ્યા બાળકી મૃત હાલતમાં જોવા મળી હતી. આ અંગે કલેવલેન્ડ પોલીસ વિભાગના અધિકારીઓ અને ઇમરજન્સી મેડિકલ સર્વિસસ સ્ટાફના અધિકારીઓએ વિગત આપી હતી. પોલીસે જણાવ્યું હતું કે જ્યારે બાળકીને હાલત અંગે કોલ આવ્યા બાદ અમે દોડી ગયા હતા. જ્યાં તપાસ હાથ ધરતા બાળકી ગંધા ગોદડામાં વીંટાયેલી મળી હતી. આ ગોદડા પર બાળકીના જાજરૂના ડાઘ પણ હતા. પોલીસે આ મામલામાં માતા ક્રિસ્ટેલ એ. કેન્ડેલેરિયો સામે હત્યાનો કેસ નોંધી તેની ધરપકડ કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ