બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 90 cases of 'viral conjunctivitis' seen in the eyes were reported

કનઝંક્ટીવાઈટીસ / સુરત બાદ અમદાવાદમાં પણ આંખના વાયરસની બીમારી વકરી, જાણી લો લક્ષણો અને વાયરસથી કેવી રીતે બચવું , ડૉક્ટરે આપી જરૂરી ટિપ્સ

Dinesh

Last Updated: 05:37 PM, 18 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આંખોમાં જોવા મળતા ‘વાઈરલ કનઝંક્ટીવાઈટીસ’થી ગભરાવાની જરૂર નથી પણ,વધુ ફેલાય નહીં તે માટે યોગ્ય સારવાર-સાવચેતી રાખવી જરૂરી

  • આંખોમાં જોવા મળતો ‘વાઈરલ કનઝંક્ટીવાઈટીસ’
  • અમદાવાદ સિવિલમાં ગઈકાલે 90 કેસ નોંધાયા
  • આંખમાં દુખાવો થાય તો નજીકના આંખના તબીબ પાસે જ સારવાર લેવી


સુરત બાદ હવે અમદાવાદમાં પણ આંખો સંબંધિત ‘વાઈરલ કનઝંક્ટીવાઈટીસ’ના કેસો નોંધાયા છે. આંખોમાં જોવા મળતો આ વાઈરલ કનઝંક્ટીવાઈટીસથી ગભરાવાની જરૂર નથી પણ, આંખોની સમયસર સારવાર અને વધુ ન ફેલાય તે માટે સાવચેતી સાથે સ્વચ્છતા રાખવી ખુબ જરૂરી છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર, સબ-જિલ્લા હોસ્પિટલ, જિલ્લા કક્ષાની હોસ્પિટલ તેમજ મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે વાઈરલ કનઝંક્ટીવાઈટીસની સારવાર માટે યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

આંખના સર્જન ડૉ.સ્વાતિ રવાની શું કહ્યું ?
સોમવારે એટલે કે ગઈકાલે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં આંખો આવવાના 90 કેસ નોંધાયા છે. ‘વાઈરલ કનઝંક્ટીવાઈટીસ’ને લઈ આંખના સર્જન ડૉ.સ્વાતિ રવાનીએ જણાવ્યું કે, આ વયારસના લક્ષણોની વાત કરવામાં આવે તો આંખ લાલ થઈ જવી, આંખમાંથી પાણી પડવું, ખંજવાળ આવવી તેના માટે સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. એકબીજા સાથે હાથ ન મિલાવવો, ટોળામાં ન ફરવુ તેમણે વધુમાં કહ્યું કે, ડૉક્ટરને બતાવીને પછી જ દવા લેવી. વધુમાં ઉમેર્યું કે, આ તકલીફ પાંચથી સાત દિવસમાં જાતે જ ઓછી થઈ જાય છે. 

સાવચેતી રાખો
‘વાઈરલ કનઝંક્ટીવાઈટીસ’થી બચવા સૌથી મહત્વની બાબત વ્યક્તિગત સ્વચ્છતા છે. જેમાં  પોતાના હાથ અને મો ચોખ્ખા રાખવા, સાબુથી સમયાન્તરે હાથ અને મો ધોવું. ખાસ કરીને ભીડ-ભાડ વાળી જગ્યાઓ જેમ કે, હોટેલ, હોસ્ટેલ, મેળાવડા, થીયેટર,  એસ.ટી.સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, મોલ, વગેરે જાહેર સ્થળોએ સ્વચ્છતા બાબતે ખાસ ધ્યાન રાખવું અને શક્ય હોય તો આવા સ્થળોએ જવા-આવવાનું ટાળવું જોઈએ. આંખોમાં લાલાશ જણાય, દુખાવો થાય અથવા ચેપડા વળે તો નજીકના નેત્રસર્જન પાસે જઇ સારવાર કરાવવી. પોતાની જાતે ડોકટરની સલાહ વિના વગર મેડીકલ સ્ટોરમાંથી આંખના ટીપા લઇને નાખવા નહીં. ડોક્ટરે દર્શાવેલ ટીપા નાખતા પહેલા અને પછી સાબુથી હાથ ધોવા જરૂરી છે.

અસરગ્રસ્ત દર્દીઓએ ગભરાઇ જવાની જરૂર નથી
વધુમાં પરીવારના કોઈ સભ્યને કનઝંક્ટીવાઈટીસની અસર થઈ હોય તો તેને પોતાનો હાથ રૂમાલ, નાહ્વવાનો ટુવાલ તથા વ્યક્તિગત વપરાશની તમામ ચીજો અલગ રાખવી તેમજ અન્યનો સંપર્ક ટાળવાનો પ્રયત્ન કરવો. વાઇરલ કનઝંક્ટીવાઈટીસની અસર ઓછા સમય માટે રહેતી હોવાથી અસરગ્રસ્ત દર્દીઓએ ગભરાઇ જવાની જરૂર નથી પણ તબીબના માર્ગદર્શન હેઠળ સારવાર ચાલુ રાખવી અને ડોક્ટરની સૂચના મુજબ સમયાન્તરે હોસ્પિટલમાં તપાસ કરાવતા રહેવું. અસરગ્રસ્ત દર્દીએ શક્ય હોય તો આંખોને ચશ્માથી રક્ષિત કરવી જોઈએ

સંકળાયેલા મુદ્દાઓ

Eyes Health News eyes Problem viral conjunctivitis આંખનો રોગ વાઈરલ કનઝંક્ટીવાઈટીસ viral conjunctivitis
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ