બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ભારત / 9 missiles ready, Pakistan PM calls at midnight but PM Modi doesn't talk: Ex-diplomat's big reveal

'કતલ કી રાત / 9 મિસાઈલો તૈયાર, પાકિસ્તાની PMએ અડધી રાતે ફોન કર્યો પણ PM મોદીએ વાત ન કરી: પૂર્વ ડિપ્લોમેટનો મોટો ખુલાસો

Megha

Last Updated: 11:24 AM, 9 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એ રાત્રે પાકિસ્તાન સરકારને ડર હતો કે ભારત તેમના પર 9 ભારતીય મિસાઇલોથી હુમલો કરી શકે છે, પાક.વડાપ્રધાને અડધી રાત્રે પીએમ મોદીને ફોન કર્યો, પરંતુ ભારતે વાત કરવાનો ઇનકાર કર્યો હતો.

  • અજય બિસારિયાએ તેમના પુસ્તકમાં 27 ફેબ્રુઆરી 2019ની રાતનું વર્ણન કર્યું છે
  • એ સમયે ઈમરાન ખાને પીએમ મોદી સાથે વાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. 
  • પીએમ મોદીએ પાકિસ્તાનને ડરાવ્યું હતું, જેના કારણે અભિનંદનને છોડવા પડ્યા હતા. 

14 ફેબ્રુઆરી 2019 ના રોજ, આતંકવાદીઓએ પુલવામામાં તેમની નાપાક પ્રવૃત્તિઓને અંજામ આપ્યો હતો અને આ આતંકી હુમલા બાદ ભારતે આક્રમક કૂટનીતિ દ્વારા પાકિસ્તાનને તારા દેખાડ્યા હતા. ભારતના આક્રમક વલણથી પાકિસ્તાન એટલું ડરી ગયું હતું કે તેને પોતાની આતંકવાદ નીતિ પર પુનર્વિચાર કરવાની ફરજ પડી હતી. એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે પાકિસ્તાની વડાપ્રધાને અડધી રાત્રે પીએમ મોદીને ફોન કર્યો, પરંતુ તેમણે વાત કરવાનો ઇનકાર કર્યો. આજે અમે તમને તેના વિશે જ જણાવવા કઈ રહ્યા છીએ.  

ભૂતપૂર્વ ભારતીય હાઈ કમિશનર અજય બિસારિયાએ તેમના પુસ્તકમાં 27 ફેબ્રુઆરી 2019ની રાતનું વર્ણન કર્યું છે, જેને 'કતલ કી રાત' પણ કહેવામાં આવે છે. એ સમયે ભારતીય વિંગ કમાન્ડર અભિનંદનની ધરપકડ અને રીલીઝને લઈ પીએમ મોદીએ આગળ આવીને પાકિસ્તાનને વિંગ કમાન્ડર અભિનંદનને મુક્ત કરવા દબાણ કર્યું. બિસારિયાએ પુસ્તકમાં ખુલાસો કર્યો છે કે પીએમ મોદીએ એ રાત્રે 9 મિસાઈલથી પાકિસ્તાનને ડરાવ્યું હતું, જેના કારણે તેમને અભિનંદનને છોડવા પડ્યા હતા. 

અજય બિસારિયાના જણાવ્યા અનુસાર, પાકિસ્તાન સરકારને ડર હતો કે ભારત તેમના પર 9 ભારતીય મિસાઇલોથી હુમલો કરી શકે છે. વડાપ્રધાન ઈમરાન ખાને પીએમ નરેન્દ્ર મોદી વચ્ચે વાતચીતની માંગ કરી હતી. બિસારિયાએ પુસ્તકમાં જણાવ્યું છે કે કેવી રીતે અડધી રાત્રે તેમને પાકિસ્તાનના તત્કાલિન હાઈ કમિશનર સોહેલ મહમૂદનો ફોન આવ્યો. જેમાં ઈમરાન ખાને પીએમ મોદી સાથે વાત કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જો કે તે સમયે પીએમ મોદી તયા હાજર નહતા અને બિસારિયાએ કહ્યું કે કોઈ પણ મહત્વપૂર્ણ સંદેશ હોય તો તેમને સીધો મોકલી શકાય છે. બીજા દિવસે, ઈમરાન ખાને શાંતિને જાળવી રાખવા અભિનંદનને છોડવાની જાહેરાત કરી હતી. 

‘અભિનંદન વર્ધમાનને બંધક બનાવવામાં આવ્યા હતા’ 
થયું એવું હતું કે અભિનંદન વર્ધમાને 27 ફેબ્રુઆરી, 2019 ના રોજ પાકિસ્તાની જેટને તોડી પાડ્યું હતું. આ દરમિયાન તેનું મિગ-21 બાઇસન જેટ પણ નીચે પડી ગયું હતું અને પાકિસ્તાની સેનાએ વર્ધમાનને બંધક બનાવ્યો હતો અને તેને 2 દિવસ બાદ છોડવામાં આવ્યો હતો. બિસારિયાએ લખ્યું, 'અમે તેમને પરત લાવવા માટે ભારતીય વાયુસેનાનું વિમાન મોકલવા માગતા હતા, પરંતુ પાકિસ્તાને મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો, છેલ્લા ત્રણ દિવસમાં જે બન્યું તે પછી, ભારતીય વાયુસેનાનું વિમાન ઈસ્લામાબાદમાં ઊતરવાની વાત નિશ્ચિત રૂપે પાકિસ્તાનને સ્વીકાર્ય નહતી. 

બિસારિયા કહે છે, 'ભારતની આક્રમક કૂટનીતિ અસરકારક હતી, પાકિસ્તાન અને વિશ્વ પાસેથી ભારતની અપેક્ષાઓ સ્પષ્ટ હતી, કટોકટી વધારવાના વિશ્વસનીય સંકલ્પ દ્વારા સમર્થન મળ્યું હતું.'સૈન્ય કાર્યવાહીનો ઈશારો કરતા પીએમ મોદીએ 2019માં એક ચૂંટણી રેલીમાં કહ્યું હતું કે સદનસીબે પાકિસ્તાને અભિનંદનને મુક્ત કર્યો નહીંતર તે 'કતલ કી રાત' બની ગઈ હોત.'

વધુ વાંચો: માત્ર ભારત નહીં, ઇઝરાયલ સાથેની દુશ્મની પણ માલદીવને પડી ભારે, હવે લક્ષદ્વીપને લઇને નેતન્યાહૂએ શું એલાન કર્યું

જો કે ભારતે ક્યારેય અધિકૃત રીતે કહ્યું નથી કે તેણે અભિનંદનની મુક્તિ માટે દબાણ કરવા માટે પાકિસ્તાન પર મિસાઇલો છોડવાના હતા પરંતુ બિસારિયાએ જાહેર કર્યું કે કેવી રીતે આ ધમકીએ સેના અને ઇમરાન સરકારને અસ્થિર કરી દીધી હતી. એ સમયે એવી વાત ચાલતી હતી કે ભારતે પાકિસ્તાન તરફ 9 મિસાઇલો કરી છે, જે તે દિવસે કોઈપણ સમયે લોન્ચ થઈ શકે છે. પાકિસ્તાને આ વિશ્વસનીય માહિતીની જાણ કરવા અને ભારત પર તણાવ ન વધારવા માટે દબાણ કરવા કહ્યું હતું અને આ પછી ઈમરાન ખાને મોદી સાથે વાત કરવાનો પ્રયાસ પણ કર્યો હતો.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ