બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની શાળાઓમાં હાથ ધરાશે RTE હેઠળ પ્રવેશના બીજા રાઉન્ડની પ્રક્રિયા

logo

અમદાવાદની 3 સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

logo

ગુજરાત, MP સહિત આ રાજ્યોમાં અપાઇ ભીષણ લૂની ચેતવણી

logo

આવતીકાલે ગુજરાતમાં લોકસભાની 25 તો વિધાનસભાની 5 બેઠકો પર પેટાચૂંટણીનું મતદાન

logo

વિશ્વની સૌથી મોટી ચૂંટણી પ્રક્રિયા નિહાળવા વિદેશી ડેલીગેશન આવ્યું ભારત

logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

VTV / ભારત / Israeli PM Netanyahu's big announcement regarding Lakshadweep, will work with India on this special project

India-Maldives row / માત્ર ભારત નહીં, ઇઝરાયલ સાથેની દુશ્મની પણ માલદીવને પડી ભારે, હવે લક્ષદ્વીપને લઇને નેતન્યાહૂએ શું એલાન કર્યું

Megha

Last Updated: 08:51 AM, 9 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માલદીવ સાથેના વિવાદમાં ઈઝરાયલ ખુલ્લેઆમ ભારત માટે આગળ આવ્યું છે. ઈઝરાયલે જાહેરાત કરી છે કે તે આવતીકાલથી લક્ષદ્વીપમાં સમુદ્રના પાણીને સાફ કરવાના પ્રોજેક્ટ પર કામ કરવા તૈયાર છે.

  • માલદીવ સાથેના વિવાદ પર ભારત માટે આગળ આવ્યું ઈઝરાયલ. 
  • ભારતમાં ઈઝરાયેલની એમ્બેસીએ ટ્વીટ કરીને કહી મોટી વાત. 
  • લક્ષદ્વીપમાં સમુદ્રના પાણીને સાફ કરવાના પ્રોજેક્ટ પર કામ કરવા તૈયાર છે.

ભારત અને માલદીવ વચ્ચેના સંબંધો ત્યારે બગડવા લાગ્યા જ્યારે ત્યાંના મંત્રીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો. આ મામલે વિવાદ વધ્યા બાદ ત્યાંની સરકારે વિવાદાસ્પદ નિવેદન આપનારા ત્રણ મંત્રીઓને સસ્પેન્ડ કરી દીધા હતા. જો કે હજુ પણ ભારતના લોકોનો ગુસ્સો માલદીવ તરફ ઓછો થયો નથી. દરમિયાન આ સમગ્ર વિવાદમાં ઈઝરાયલ ખુલ્લેઆમ સામે આવ્યું છે. 

વાત એમ છે કે હવે ઈઝરાયલ પણ વડાપ્રધાન મોદી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીથી નારાજ થયા છે અને ઈઝરાયલે જાહેરાત કરી છે કે તે 9 જાન્યુઆરીથી લક્ષદ્વીપમાં સમુદ્રના પાણીને શુદ્ધ કરવાના પ્રોજેક્ટ પર કામ કરવા માટે તૈયાર છે. નવી દિલ્હીમાં ઇઝરાયેલના રાજદૂતે જાહેરાત કરી છે કે તે ભારતીય દ્વીપસમૂહમાં પર્યટનને વધુ પ્રોત્સાહન આપવા માટે 9 જાન્યુઆરીથી લક્ષદ્વીપમાં ડિસેલિનેશન પ્રોગ્રામ શરૂ કરવા જઈ રહી છે.

વાત એમ છે કે ભારતમાં ઈઝરાયેલની એમ્બેસીએ ટ્વીટ કર્યું કે, 'અમે ગયા વર્ષે કેન્દ્રની મોદી સરકારની વિનંતી પર લક્ષદ્વીપના પ્રવાસે ગયા હતા, જેથી કરીને ત્યાંના ખારા સમુદ્રના પાણીને સાફ કરીને પીવાલાયક બનાવી શકાય. ઈઝરાયેલ આવતીકાલથી જ આ પ્રોજેક્ટ શરૂ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. જે લોકો લક્ષદ્વીપની પાણીની અંદરની સુંદરતા વિશે જાણતા નથી, અમે તેમના માટે કેટલીક અદ્ભુત તસવીરો રજૂ કરી રહ્યાં છીએ.' તો બીજી તરફ ઈઝરાયલ એમ્બેસીના પ્રવક્તા ગાય નિરે ટ્વીટ કર્યું કે ' હું લક્ષદ્વીપમાં રજાઓ ગાળવા ઈચ્છું છું.' 

વધુ વાંચો: 5 લાખની વસ્તી, તો પછી માલદીવ ભારત અને ચીનના સહારે કેમ? જાણો કયા દેશ પર વધારે નિર્ભરતા

જણાવી દઈએ કે લક્ષદ્વીપ ચારે બાજુથી સમુદ્રથી ઘેરાયેલું છે અને અહીં પીવાલાયક મીઠા પાણીની મોટી સમસ્યા છે. એવું કહેવાય છે કે ઇઝરાયેલ સમુદ્રના પાણીને તાજા પાણીમાં ફેરવવામાં નિપુણતા ધરાવે છે. ઇઝરાયેલ લક્ષદ્વીપમાં પ્રવાસન વધારવા માટે દરિયાના પાણીને સાફ કરવાના પ્રોજેક્ટ પર કામ કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ