બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / 8 year old actress riddhi dogra shah rukh khan kaveri amma in jawan

મનોરંજન / 38 વર્ષની અભિનેત્રી જવાન ફિલ્મમાં બની શાહરુખ ખાનની કાવેરી અમ્મા! ચોંકી ઉઠ્યા ફેન્સ, સોશ્યલ મીડિયા પર થઈ વાહવાહી!

Manisha Jogi

Last Updated: 04:12 PM, 8 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફિલ્મ જવાનમાં શાહરૂખ ખાનની કાવેરી અમ્માનું પાત્ર ખૂબ જ ફેમસ થઈ રહ્યું છે. ટ્વિટર પર હજુ પણ બાબતે હંગામો થઈ રહ્યો છે. અભિનેત્રી રિદ્ધી ડોગરાએ ફિલ્મ જવાનમાં કાવેરી અમ્માનું પાત્ર ભજવ્યું છે.

  • ફિલ્મ જવાનમાં શાહરૂખ ખાનની કાવેરી અમ્માનું પાત્ર ખૂબ જ ફેમસ
  • રિદ્ધી ડોગરાએ ફિલ્મ જવાનમાં કાવેરી અમ્માનું પાત્ર ભજવ્યું
  • જવાનમાં રિદ્ધી ડોગરાનું પાત્ર ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે

શાહરૂખ ખાનની ફિલ્મ જવાન બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરશે, તે બાબતે અંદાજો લગાવી શકાય છે. શાહરૂખ ખાને ફિલ્મ જવાનના માધ્યમથી જણાવ્યું છે કે, મનોરંજન ફિલ્મની સાથે સાથે મેસેજ પણ આપી શકાય છે. વાત નારી શક્તિની હોય કે, સામાન્ય માણસના હકની તે જવાનમાં ખૂબ જ સારી રીતે જણાવવામાં આવ્યું છે. શાહરૂખ ખાને ફિલ્મમાં જવાન બનીને જે કામ કર્યું છે, તે સિસ્ટમ પણ કરી શકી નથી. ફિલ્મ જવાનમાં શાહરૂખ ખાનની કાવેરી અમ્માનું પાત્ર ખૂબ જ ફેમસ થઈ રહ્યું છે. ટ્વિટર પર હજુ પણ બાબતે હંગામો થઈ રહ્યો છે. 

અભિનેત્રી રિદ્ધી ડોગરાએ ફિલ્મ જવાનમાં કાવેરી અમ્માનું પાત્ર ભજવ્યું છે. રિદ્ધી ડોગરાએ ‘દીયા ઓર બાતી હમ’ અને ‘કયામત કી રાત’ જેવી સીરિયલમાં કામ કર્યું છે. થોડા સમય પહેલા ફિલ્મ લક્કડબગ્ગામાં કામ કર્યું હતું. વેબ સીરિઝ અસુરમાં પણ કામ કર્યું છે, હવે ફિલ્મ જવાનમાં પણ તેમનું પાત્ર ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યું છે. એક ફેને ટ્વિટર પર રિદ્ધી ડોગરાને તેની ઉંમર બાબતે સવાલ કર્યો છે અને પૂછ્યું છે કે, ‘શું તમે 38ની ઉંમરે કાવેરી અમ્મા બની ગયા છો, પરંતુ મને તમારી ઉંમર બાબતે મૂંઝવણ છે. શું તમે મને તે જણાવશો?’ આ બાબતે રિદ્ધી ડોગરાએ જવાબ આપ્યો છે કે, મારી ઉંમર 15 વર્ષ છે. 

એક ફેને રિદ્ધી ડોગરાને શાહરૂખ ખાનની સ્વદેશની કાવેરી અમ્મા અને જવાનની કાવેરી અમ્માનો ફોટો શેર કર્યો છે. રિદ્ધી ડોગરાની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી રહી છે. વિશ્વભરમાં 7 સપ્ટેમ્બરના રોજ ફિલ્મ જવાન રિલીઝ 10 હજાર સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવી છે. આ ફિલ્મ હિંદી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષામાં રિલીઝ કરવામાં આવી છે. એટલીએ ડાયરેક્ટ કરેલ ફિલ્મ ‘જવાન’માં શાહરૂખ ખાનની સાથે સાથે નયનતારા, દીપિકા પાદુકોણ, વિજય સેતુપતિ, લહર ખાન, પ્રિયામણિ, સાન્યા મલ્હોત્રા, રિદ્ધી ડોગર અને સંજય દત્તે પણ કામ કર્યું છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ