બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / 8 Months Pregnant Malayalam Actress Dr Priya Dies Of Heart Attack At 35, Newborn Baby In ICU

દુ:ખદ / ટેસ્ટ કરાવવા હોસ્પિટલ પહોંચી આઠ મહિનાની ગર્ભવતી અભિનેત્રી... અને હાર્ટઍટેકના કારણે નિધન; ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર

Published By: Parth

Last Updated: 05:46 PM, 1 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મલયાલમ ટીવી અભિનેત્રી ડૉ. પ્રિયાના નિધનથી દક્ષિણ ભારતની ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર. ગઇકાલે જ એક અભિનેત્રીએ કર્યો હતો આપઘાત.

  • સાઉથ ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકની લહેર 
  • મલયાલમ અભિનેત્રીનું 35 વર્ષની વયે નિધન 
  • આઠ મહિનાની ગર્ભવતી હતી અભિનેત્રી 

મલયાલમ ટીવી ઈન્ડસ્ટ્રી માટે શોકના સમાચાર. કરુથામુથૂ જેવા શોકમાં નજર આવનાર ડૉ પ્રિયાનું નિધન થયું છે. ડૉ. પ્રિયા માત્ર 35 વર્ષની હતી અને કાર્ડિયક અરેસ્ટના કારણે અભિનેત્રીએ ફાની દુનિયાને અલવિદા કહ્યા છે. આટલું જ નહીં પ્રિયા આઠ મહિનાથી ગર્ભવતી હતી, પરિવાર તથા ફેન્સ હાલ સદમામાં છે. 

બાળક ICU માં દાખલ 
સાઉથના અભિનેતા કિશોર સત્યાએ ડૉ.પ્રિયાના નિધનની જાણકારી આપી હતી. કિશોર સત્યાએ શ્રદ્ધાંજલિ અર્પિત કરતાં કહ્યું, તેમનું બાળક હાલ ICUમાં છે, અને સ્વસ્થ છે. ડૉ પ્રિયાને કોઈ જ સમસ્યા નહોતી અને નિયમિત ટેસ્ટ માટે જ હોસ્પિટલ ગઈ હતી અને ત્યારે જ હાર્ટઍટેક આવ્યો. 

કિશોર સત્યાએ કહ્યું કે હું હોસ્પિટલ ગયો ત્યારે મારા પાસે શબ્દો નહોતા કે હું કઈ રીતે પરિવારને સાંત્વના પાઠવું. ભગવાન આટલા સારા લોકો સાથે ક્રૂર કઈ રીતે હોઈ શકે? જ્યારે 35 વર્ષનું કોઈ વ્યક્તિ દુનિયા છોડીને જાય ત્યારે સંવેદનાના શબ્દો પણ શોભા આપતા નથી. પ્રિયાના માતા-પિતા અને પતિ આમાંથી કઈ રીતે બહાર આવશે! 

નોંધનીય છે કે ડૉ. પ્રિયા મલયાલમ ઈન્ડસ્ટ્રીના જાણીતા ચહેરાઓમાંથી એક હતી. લોકપ્રિય શો કરુથામુથૂમાં કિશોર અને પ્રિયાએ એકસાથે કામ કર્યું હતું. 

અન્ય એક અભિનેત્રીએ કર્યો હતો આપઘાત 
નોંધનીય છે કે એક દિવસ પહેલા જ મલયાલમ ટીવી ઈન્ડસ્ટ્રીની જ અન્ય એક અભિનેત્રી રેંજુષા મેનને આપઘાત કર્યો હતો. રેંજુષાનો મૃતદેહ ઘરમાં જ લટકતી હાલતમાં મળી આવ્યો હતો અને પોલીસ દ્વારા હાલ તપાસ કરવામાં આવી રહી છે. રેંજુષાએ ટીવી સિરિયલની સાથે સાથે ફિલ્મોમાં પણ કામ કર્યું હતું અને સોશ્યલ મીડિયામાં પણ ખૂબ એક્ટિવ હતી. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood News Heart attack entertainment news malayalam actress Bollywood

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ