ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / વડોદરાના સમાચાર / 8 crore development works were passed in the General Assembly of Vadodara District Panchayat

વડોદરા / જિલ્લા પંચાયતના નવા પ્રમુખનો સપાટો, બહુમતીના જોરે દરખાસ્તો કરી પાસ

Published By: Kavan

Last Updated: 12:05 AM, 9 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરા જિલ્લા પંચાયતમાં આજે ખાસ સામાન્ય સભા  મળી તો ખરી પરંતું આ સભા તોફાની બની રહી. સભામાં ભાજપ અને કોંગ્રેસના બળવાખોર સભ્યોએ બહુમતીના જોરે તમામ દરખાસ્તો પસાર કરી દીધી જેના કારણે કોંગ્રેસના સભ્યોએ હોબાળો મચાવ્યો.

ADVERTISEMENT

  • વડોદરા જિલ્લા પંચાયત મામલો
  • નવા પ્રમુખે બોલાવ્યો સપાટો
  • બહુમતીના જોરે દરખાસ્તો કરી પાસ

વડોદરા જિલ્લા પંચાયતના નવા પ્રમુખ ઇલાબેન ચૌહાણે આજે ખાસ સામાન્ય સભા બોલાવી હતી. આ સભામાં તમામ સમિતિઓની સત્તા છીનવી લેવાના મુદ્દા, ઉપરાંત પૂર્વ પ્રમુખ દ્વારા જે વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી હતી તેને રદ્દ કરવાના મુદ્દાની દરખાસ્ત પર ચર્ચા થવાની હતી અને તેના પર વોટિંગ પણ  થવાનું હતું. 

ભાજપના સભ્યએ સ્ટેજ પર બેસવા અંગે ઉઠાવ્યો વાંધો

પરંતુ સભાની શરૂઆતમાં ભાજપના સભ્ય કમલેશ પરમારે ઉપપ્રમુખ મુબારક પટેલ સામે સ્ટેજ પર બેસવા અંગે વાંધો ઉઠાવ્યો હતો જે વાંધાને ડીડીઓએ રદ કર્યો હતો છતાં સભામાં ભાજપ અને કોંગ્રેસના બળવાખોર સભ્યોએ બહુમતીના જોરે તમામ દરખાસ્તો પસાર કરાવી લીધી. આ દરખાસ્ત મંજરને કારણે જિલ્લા પંચાયતમાં તમામ સમિતિઓની સત્તા છીનવાઈ ગઈ છે. 

કોંગ્રેસની રજૂઆતને ફગાવીને પ્રમુખે દરખાસ્ત પર લગાવી મંજૂરી 

ભાજપ અને કોંગ્રેસના બળવાખોર સભ્યોએ બહુમતીના જોરે તમામ દરખાસ્તો પસાર કરી લેતાં કોંગ્રેસના સભ્યો સ્ટેજ પર ધસી આવ્યા હતા અને પ્રમુખની સામે ભારે વિરોધ કર્યો હતો. પ્રમુખ પાસે સમિતિઓની સત્તા પર તરાપ મારવાનો કોઈ અધિકાર ન હોવાની રજૂઆત પણ કરી તેમ છતાં પણ કોંગ્રેસની રજૂઆતને ફગાવીને પ્રમુખે તમામ દરખાસ્તોને પસાર થવાની મંજૂરી આપી. 

પોલીસે દરમિયાનગીરી કરી કોંગ્રેસના સભ્યોને સ્ટેજ પરથી હટાવ્યા

જેનો કોંગ્રેસના સભ્યોએ ભારે વિરોધ કરતા પોલીસે દરમિયાનગીરી કરી કોંગ્રેસના સભ્યોને સ્ટેજ પરથી હટાવ્યા હતા. જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મુબારક પટેલ સામાન્ય સભામાં લેવાયેલા નિર્ણયને કાયદાની વિરુદ્ધ અને સત્તાનો દુરુપયોગ ગણાવી ભાજપ સામે આકરા પ્રહારો કર્યા. 

મહત્વની વાત છે કે ભાજપે કોંગ્રેસ પાસેથી સત્તા છીનવ્યા બાદ તરત જ બીજું સૌથી મોટું કામ કર્યું છે જેમાં તમામ સમિતિઓની સત્તા પરત લઈ સામાન્ય સભાને સત્તા આપી દીધી છે જેના કારણે હવે કોંગ્રેસ સંપૂર્ણ રીતે જિલ્લા પંચાયત માં સત્તા વિહોણી બની છે. કોંગ્રેસ ના 6 સભ્યો એ ખાસ સામાન્ય સભા ના વિરોધ માં હાઇકોર્ટ માં પિટિશન દાખલ કરી હતી. 

જેમાં હાઇકોર્ટે સામાન્ય સભામાં જે પણ નિર્ણય લેવાય તેનો અમલીકરણ ન કરવાનો આદેશ કર્યો છે સાથે જ 13 ઓક્ટોબરના રોજ ડીડીઓને હાઇકોર્ટમાં હાજર રહેવા માટે પણ આદેશ કર્યો છે ત્યારે હવે તમામ સભ્યોની નજર આગામી સમયમાં હાઈકોર્ટમાં જે સુનાવણી થશે તેના પર છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

assembly district panchayat vadodara કોંગ્રેસ ગુજરાતી ન્યૂઝ વડોદરા જિલ્લા પંચાયત vadodara municipal corporation

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ