બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભારત / અન્ય જિલ્લા / ગુજરાતમાં આગામી 24 કલાક 'ભારે'!, જાસૂસ CRPF જવાનની NIAએ કરી ધરપકડ, જુઓ મોટા સમાચાર

8 PM News / ગુજરાતમાં આગામી 24 કલાક 'ભારે'!, જાસૂસ CRPF જવાનની NIAએ કરી ધરપકડ, જુઓ મોટા સમાચાર

Published By: Dinesh Chaudhary

Last Updated: 08:15 PM, 26 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આગામી 24 કલાકમાં રાજ્યમાં અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે, રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે, જુઓ આજના તમામ મોટા સમાચાર

આગામી 24 કલાક માટે ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ

આગામી 24 કલાકમાં રાજ્યમાં અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે..રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. સાબરકાંઠા,અરવલ્લી,નવસારી,મહીસાગરમાં વરસાદની આગાહી છે. દાહોદ,પંચમહાલ,છોટાઉદેપુર અને નર્મદામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે. છોટાઉદેપુર,નર્મદા,તાપી,ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે. સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, અમરેલી અને ભાવનગરમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.26થી 28 મે રાજ્યમાં અતિભારે વરસાદની સંભાવના છે. આગામી દિવસોમાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. આ આગાહી અનુસાર આાગમી 10 જુન સુધીમાં ગુજરાતમાં ચોમાસું પહોંચશે. જો કે તેમણે કહ્યું કે 10 જુન બાદ કોઇ સિસ્ટમ ન બનતા વરસાદ ખેંચાઇ શકે છે.

RAIN-FINAL

અમૂલે દૂધના ખરીદ ભાવમાં કર્યો વધારો

બનાસ, સરહદ બાદ અમૂલ ડેરીએ પશુપાલકોના હિતમાં નિર્ણય લીધો છે. અમૂલએ દૂધના ખરીદ ભાવમાં વધારો કર્યો છે. પ્રતિ કિલો ફેટએ રૂપિયા 10નો વધારો કર્યો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ 855 ભાવ આપતો હતો જે હવે 865 કરાયો છે. ઉલ્લેખનીય છે કે, અમૂલે દાણના ભાવમાં પણ પ્રતિ કિલો ફેટએ 50 પૈસાનો ઘટાડો કર્યો છે. દાણની 70 કિલોની બેગમાં 35 રૂપિયાનો ફાયદો થશે. ઉલ્લેખનીય છે કે, જૂનો ભાવ 1540 હતો જે હવેથી 1505માં મળશે. જ્યારે 50 કિલોની બેગમાં 25 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. જૂનો ભાવ 1075 હતો જે હવે 1050માં મળશે. અમૂલના નિર્ણયથી 7 લાખ પશુપાલકોને સીધો ફાયદો થશે.

cow

ભુજમાં PM મોદીનું સંબોધન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે. જેઓ દાહોદમાં સભા પૂર્ણ કર્યા બાદ ભુજ પહોંચ્યા છે. અહીં રોડ શો સહિત જાહેરસભાના કાર્યક્રમો છે. સાથો સાથ વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવા જઈ રહ્યાં છે. જેના પગલે સભા સ્થળ પર મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા છે. પ્રધાનમંત્રી ભુજ ખાતે 53,400 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કર્યું છે. પાવર સેક્ટરના પ્રોજેક્ટ્સમાં ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્કમાં ઉત્પન્ન થતી રિન્યુએબલ પાવરને ખાલી કરવા માટેના ટ્રાન્સમિશન પ્રોજેક્ટ્સ, ટ્રાન્સમિશન નેટવર્ક વિસ્તરણ, તાપી ખાતે અલ્ટ્રા સુપર ક્રિટિકલ થર્મલ પાવર પ્લાન્ટ યુનિટનો સમાવેશ થાય છે. તેમાં કંડલા બંદરના પ્રોજેક્ટ્સ અને ગુજરાત સરકારના અનેક રોડ, પાણી અને સૌર પ્રોજેક્ટ્સનો પણ સમાવેશ થાય છે.

pm-modi

વડોદરામાં PM મોદીનો ભવ્ય રોડ શો યોજાયો

PM Modi Vadodara Road Show: 'ઓપરેશન સિંદૂર'ની સફળતા પછી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલી વાર પોતાના ગૃહ રાજ્ય ગુજરાતની બે દિવસની મુલાકાતે પહોંચ્યા છે. પીએમ મોદીએ વડોદરાથી ગુજરાત પ્રવાસની શરૂઆત કરી. અહીં તેમણે રોડ શો કર્યો અને લોકોના અભિવાદન સ્વીકાર્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની બે દિવસીય મુલાકાત દરમિયાન દાહોદ, ભૂજ અને ગાંધીનગરમાં 82,950 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. 26 મેના રોજ, વડાપ્રધાન ભુજમાં 53,414 કરોડ રૂપિયાના 33 વિકાસ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. આજે જ, પીએમ મોદી દાહોદમાં એક કાર્યક્રમમાં હાજરી આપશે, જ્યાં તેઓ 24,000 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત, તેઓ દાહોદ ખાતે લોકોમોટિવ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ રાષ્ટ્રને સમર્પિત કરશે અને ઇલેક્ટ્રિક લોકોમોટિવને પણ લીલી ઝંડી આપશે.

PM Modi Vadodara Road Show

ગુજરાતમાં 83 સહિત દેશમાં કોરોનાના એક્ટીવ કેસ 1000ને પાર

Corona Update : રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. આરોગ્ય વિભાગના તાજેતરના આંકડા મુજબ, દિલ્હીમાં હાલમાં કોરોનાના 104 સક્રિય કેસ છે. છેલ્લા એક અઠવાડિયામાં 99 નવા કેસ નોંધાયા છે જે આરોગ્ય વહીવટીતંત્ર અને નાગરિકો માટે ચિંતાનો વિષય બન્યો છે. સમગ્ર દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા એક હજારને વટાવી ગઈ છે. આ તરફ ગુજરાતમાં કોરોના વાયરસનો આંકડો 83 પહોંચ્યો છે. આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, છેલ્લા અઠવાડિયામાં 99 નવા કેસ નોંધાયા છે. જે દર્શાવે છે કે, વાયરસ હજુ સુધી સંપૂર્ણપણે કાબુમાં આવ્યો નથી. 104 સક્રિય કેસ સાથે, દિલ્હી સરકાર અને આરોગ્ય વિભાગે દેખરેખ અને પરીક્ષણને વધુ તીવ્ર બનાવવાનો નિર્ણય લીધો છે.

Corona Update

પોતાના નાગરિકો માટે ચીની દૂતાવાસે કરી એડ્વાઈઝરી જાહેર

Chinese embassy in Bangladesh : ફરી એકવાર બાંગ્લાદેશ દુનિયાભરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. વાસ્તવમાં આ બાંગ્લાદેશમાં વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસની સ્થિતિ હાલમાં નાજુક છે. દરરોજ સમાચાર આવી રહ્યા છે કે, સેના અને યુનુસ વચ્ચેના સંબંધોમાં ખટાશ સતત વધી રહી છે. આર્થિક સંકટ, બેરોજગારી અને કટ્ટરપંથી શક્તિઓના દબાણને કારણે તેમની હાલત દિવસેને દિવસે એટલી ખરાબ થઈ રહી છે કે તેઓ ક્યારે સત્તા ગુમાવશે તે ખબર નથી. આ બધાની વચ્ચે હવે ચીને બાંગ્લાદેશમાં એવી સલાહ જાહેર કરી છે કે, જેની વ્યાપક ચર્ચા થઈ રહી છે.

Chinese embassy in Bangladesh

2023થી પાકિસ્તાન માટે જાસૂસી કરતો હતો CRPF જવાન

Delhi NIA News : દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ પાકિસ્તાની ગુપ્તચર અધિકારીઓ સાથે સંવેદનશીલ માહિતી શેર કરવાના આરોપસર દિલ્હીથી CRPF જવાન મોતી રામ જાટની ધરપકડ કરી છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, તે 2023 થી આ કામ કરી રહ્યો હતો અને પાકિસ્તાની ગુપ્તચર અધિકારીઓ પાસેથી પૈસા મેળવતો હતો. પટિયાલા હાઉસ કોર્ટે આરોપીને 6 જૂન સુધી રિમાન્ડ પર મોકલી દીધો છે. NIA એ દિલ્હીથી મોતી રામની ધરપકડ કરી એન તેને પટિયાલા હાઉસ કોર્ટની ખાસ કોર્ટમાં રજૂ કર્યો. ત્યાંથી તેને 6 જૂન સુધી NIA કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. એજન્સીએ જણાવ્યું હતું કે, આરોપીએ દેશની મહત્વપૂર્ણ અને ગુપ્ત માહિતી પાકિસ્તાનના ઘણા અધિકારીઓ સાથે શેર કરી હતી. આ માહિતી દેશ માટે ખતરો બની શકે છે.

Delhi NIA News

સપ્તાહના પહેલા દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ

SHARE MARKET: ટ્રેડિંગ સપ્તાહના પહેલા દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં બંધ થયું. બીએસઇ પર સેન્સેક્સ 455 પોઈન્ટના ઉછાળા સાથે 82,176.45 પર બંધ થયો. જ્યારે એનએસઇ પર નિફ્ટી 0.60 ટકાના ઉછાળા સાથે 25,001.15 પર બંધ થયો. સોમવારે ઓટો, આઇટી અને મેટલ શેરોમાં વધારાને કારણે બેન્ચમાર્ક ઇક્વિટી સૂચકાંકો વધારા સાથે ટ્રેડ થયા. આજના ટ્રેડિંગ દરમિયાન એમએડએમ, ટાટા મોટર્સ, એલએન્ડટી નેસ્લે ઇંન્ડિયા, એચસીએલટેક અને ટેક મહેન્દ્રાના શેર સેન્સેક્સ પર ટોપ ગેઇનર્સની યાદીમાં સામેલ હતા. જ્યારે ઇટરનલ (જોમેટો), કોટક મહિન્દ્રા બેંક, એચડીએફસી બેંકના શેર ટોપ લુઝર્સની યાદીમાં સામેલ હતા. બધા ક્ષેત્રીય સૂચકાંકોમાં વધારો નોંધાયો, જેમાં નિફ્ટી ઓટો ઇન્ડેક્સ (1.08 ટકા), નિફ્ટી આઇટી ઇન્ડેક્સ (1.01 ટકા) અને નિફ્ટી મેટલ ઇન્ડેક્સ (0.92 ટકા)નો સમાવેશ થાય છે.

share-market-News

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

8 PM News 8 News Big News 8 PM 8 News

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ