બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભારત / ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ, વિધાનસભાની બે સીટ પર પેટાચૂંટણી જાહેર, જુઓ મોટા સમાચાર

8 PM News / ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ, વિધાનસભાની બે સીટ પર પેટાચૂંટણી જાહેર, જુઓ મોટા સમાચાર

Published By: Dinesh Chaudhary

Last Updated: 08:10 PM, 25 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચૂંટણી કમિશન દ્વારા કડી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે, દક્ષિણ પશ્ચિમ ચોમાસુ 2025 કેરળમાં 8 દિવસ વહેલું આવી ગયું. હવે ચોમાસુ અન્ય રાજ્યો તરફ આગળ વધી રહ્યું છે.

ગુજરાતમાં ક્યાં કેવો વરસાદ પડશે?

આગામી 25 થી 29 મે 2025 દરમિયાન સમગ્ર ગુજરાત રાજ્ય અને ઘણી જગ્યાએ ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદ વધુ વિસ્તૃત રહેશે, જ્યારે ઉત્તર ગુજરાત અને કચ્છમાં છૂટાછવાયા હળવા માવઠાની શક્યતા છે.

Rain-new

કડી અને વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી જાહેર

ચૂંટણી કમિશન દ્વારા કડી અને વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે.. આગામી 19મી જૂને આ બન્ને બેઠકો પર મતદાન યોજાશે અને 23 જૂને બન્ને બેઠકો પર મતગણતરી હાથ ધરાશે. કડી વિધાનસભા બેઠક પર ધારાસભ્ય કરસનભાઇ સોલંકીનું નિધન થવાથી આ બેઠક ખાલી પડી હતી. જ્યારે વિસાવદર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય ભૂપેન્દ્રભાઇ ભાયાણીએ રાજીનામું આપ્યું હતું તેથી આ બેઠક ખાલી પડી હતી. આ સિવાય ગુજરાત બહારની બે બેઠકો ઉપર પણ પેટાચૂંટણી યોજાવવા જઇ રહી છે.. જેમાં કેરળ, પંજાબ અને પ.બંગાળની એક-એક બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે.. કેરળની નિલામ્બર બેઠક, પંજાબની લૂધિયાણા બેઠક અને પ.બંગાળની કાલિગંજ બેઠક પર ચૂંટણી યોજાશે.

bye-election-

આ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં કર્યો 10 રૂપિયાનો વધારો

રાજ્યમાં બનાસ ડેરી બાદ વધુ એક ડેરીએ ખરીદ ભાવમાં વધારો કરતા પશુપાલકોમાં આનંદો જોવા મળી રહ્યો છે. કચ્છની સરહદ ડેરી તરફથી પશુપાલકોને મોટી ભેટ મળી છે. રૂપિયા 791થી વધારી 801 રૂપિયા પ્રતિ કિલો ફેટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

sarhad

વલસાડ અને દમણનો દરિયો બન્યો તોફાની!

અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાતા દરિયો તોફાની બની રહ્યો છે. આગામી સમયમાં ભારે પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વલસાડ જિલ્લાની સાથે સંઘ પ્રદેશ દમણના દરિયામાં પણ આજે કરંટ જોવા મળ્યો હતો. સામાન્ય દિવસો કરતા આજે દમણના દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા હતા .જેના કારણે વલસાડની સાથે દમણનું તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યું છે.

Untitled design (75)

70 કિમીની ઝડપે ત્રાટકશે વાવાઝોડું

દક્ષિણ પશ્ચિમ ચોમાસુ 2025 કેરળમાં 8 દિવસ વહેલું આવી ગયું. હવે ચોમાસુ અન્ય રાજ્યો તરફ આગળ વધી રહ્યું છે. દિલ્હી એનસીઆર સહિત ઘણા રાજ્યોમાં વાવાઝોડા સાથે ભારે વરસાદ પડશે, જેના કારણે લોકોને ભીષણ ગરમીથી રાહત મળવાની અપેક્ષા છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસુ 24 મેના રોજ કેરળમાં પહોંચ્યું. સામાન્ય રીતે, ચોમાસુ 1 જૂને આવે છે. પૂર્વ-મધ્ય અરબી સમુદ્ર અને નજીકના દક્ષિણ કોંકણ કિનારા પર દબાણ છે. તે લગભગ પૂર્વ તરફ આગળ વધે અને દક્ષિણ દરિયાકાંઠાના મહારાષ્ટ્રને પાર કરે તેવી શક્યતા છે. આગામી 2-3 દિવસ દરમિયાન ચોમાસુ મધ્ય અરબી સમુદ્ર, ગોવા, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, પશ્ચિમ મધ્ય અને ઉત્તર બંગાળની ખાડી, પૂર્વોત્તર રાજ્યો, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમના ભાગોમાં આગળ વધશે. આગામી 7 દિવસ દરમિયાન પશ્ચિમ કિનારાના કેરળ, કર્ણાટક, દરિયાકાંઠાના મહારાષ્ટ્ર, તમિલનાડુ અને ગોવામાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.

Delhi Heavy Rainfall

મન કી બાતમાં શું બોલ્યા પીએમ મોદી

PM Modi Mann Ki Baat: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના રેડિયો શો 'મન કી બાત' દ્વારા લોકો સાથે વાત કરી. આ કાર્યક્રમનો 122મો એપિસોડ આજે પ્રસારિત થયો. આ દરમિયાન પીએમ મોદીએ અનેક મુદ્દાઓ પર વાત કરી. ભારતીય સેનાના ઓપરેશન સિંદૂર બાદ આ પીએમ મોદીનો પહેલો મન કી બાત કાર્યક્રમ છે. પોતાના સંબોધનની શરૂઆતમાં, પીએમ મોદીએ કહ્યું, "આજે આખો દેશ આતંકવાદ સામે એક થયો છે, ગુસ્સાથી ભરેલો છે અને દૃઢ નિશ્ચયી છે. આજે દરેક ભારતીયનો એ જ સંકલ્પ છે કે આપણે આતંકવાદને ખતમ કરવાનું છે. ઓપરેશન સિંદૂર દરમિયાન આપણી સેનાએ જે બહાદુરી દર્શાવી છે તેને દરેક હિન્દુસ્તાનીનું માથું ગર્વથી ઊંચું કરી દીધું..." પીએમ મોદીએ કહ્યું, "આપણા સૈનિકોએ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો, તે તેમની અદમ્ય હિંમત હતી અને તેમાં ભારતમાં બનેલા શસ્ત્રો, સાધનો અને ટેકનોલોજીની શક્તિ શામેલ હતી. તેમાં 'આત્મનિર્ભર ભારત'નો સંકલ્પ પણ હતો. આપણા ઇજનેરો, આપણા ટેકનિશિયન, દરેકનો પરસેવો આ જીતમાં સામેલ છે."

PM-Narendra-Modi-Mann-Ki-Baat

દિલ્હીમાં NDAની બેઠકથી મોટા સંદેશ

NDA Meeting: નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA) એ રવિવારે દિલ્હીમાં એકતા પ્રદર્શન કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં 20 રાજ્યોના મુખ્યમંત્રીઓ અને નાયબ મુખ્યમંત્રીઓએ ભાગ લીધો. આ બેઠકમાંથી ત્રણ મહત્ત્વપૂર્ણ રાજકીય અને વ્યૂહાત્મક સંદેશાઓ સામે આવ્યા. રાષ્ટ્રીય સુરક્ષા પર નિર્ણાયક પગલાંની પ્રશંસા કરવા, સામાજિક ન્યાય માટે જાતિ વસ્તી ગણતરીના સમર્થનમાં પ્રસ્તાવ અને વિકાસને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવા અંગે વ્યાપક ચર્ચા થઈ. આ સાથે, બિહાર વિધાનસભા ચૂંટણી અંગે NDA ની રાજકીય રણનીતિના સંકેતો પણ આ બેઠકમાંથી સ્પષ્ટપણે સામે આવ્યા છે. ઓપરેશન સિંદૂર અને જાતિ વસ્તી ગણતરી અંગે બેઠકમાં અભિનંદન પ્રસ્તાવ લાવવામાં આવ્યો. શિવસેનાના નેતા અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ અભિનંદનના સંકલ્પ પર વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ખુલીને પ્રશંસા કરી અને કહ્યું કે, ઓપરેશન સિંદૂરથી સામાન્ય ભારતીયોમાં આત્મવિશ્વાસ અને ગર્વની નવી ભાવના પેદા થઈ છે.

Delhi-NDA-meeting

તેજ પ્રતાપને પાર્ટી-પરિવારમાંથી હાંકી કાઢ્યો

બિહારની રાજનીતિમાંથી એક મોટા સમાચાર સામે આવ્યાં છે. રાષ્ટ્રીય જનતા દળના સુપ્રીમો લાલુ પ્રસાદ યાદવે પાર્ટી વિરોધી ગતિવિધિઓ બદલ તેમના મોટા પુત્ર તેજ પ્રતાપને પાર્ટીમાંથી હાંકી કાઢ્યો છે. ફેસબુક પર તેજ પ્રતાપે તેમની ગર્લફ્રેન્ડ સાથેનો ફોટો મૂક્યાના બીજા જ દિવસે લાલુ પ્રસાદ યાદવે આ મોટું એક્શન લીધું હતું. લાલુ યાદવે કહ્યું, "વ્યક્તિગત જીવનમાં નૈતિક મૂલ્યોની અવગણના કરવાથી સામાજિક ન્યાય માટેના આપણા સામૂહિક સંઘર્ષને નબળો પડે છે. મોટા પુત્રની પ્રવૃત્તિઓ, જાહેર વર્તન અને બેજવાબદાર વર્તન આપણા કૌટુંબિક મૂલ્યો અને પરંપરાઓ અનુસાર નથી.

Tej-Pratap-Yadav,

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

8 PM News 8 News Big News 8 PM 8 News

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ