બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / 7th pay commission good news for central employees over 18 months dearness allowance

તમારા કામનું / સરકારી કર્મચારી અને પેન્શનર્સ માટે ગુડ ન્યૂઝ! જલ્દી જ મળશે 18 મહિનાથી પેન્ડિંગ પૈસા

Manisha Jogi

Last Updated: 01:10 PM, 27 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સનું 18 મહિનાથી મોંઘવારી ભથ્થુ પેન્ડિંગ છે. કર્મચારીઓને આ બાકી રહેલ રકમ જાહેર કરવામાં આવી શકે છે.

  • પેન્શનર્સનું 18 મહિનાથી મોંઘવારી ભથ્થુ પેન્ડિંગ
  • કર્મચારીઓને આ રહેલ રકમ જાહેર કરવામાં આવી શકે છે
  • મોંઘવારી ભથ્થામાં વધારો થવાની સંભાવના

કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સનું 18 મહિનાથી મોંઘવારી ભથ્થુ પેન્ડિંગ છે, જે અંગે મહત્ત્વપૂર્ણ અપડેટ સામે આવી છે. કર્મચારીઓને આ બાકી રહેલ રકમ જાહેર કરવામાં આવી શકે છે. જાન્યુઆરી 2020થી જૂન 2021 સુધીનું Dearness Allowance પેન્ડિંગ છે. આ મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવે તો કર્મચારીઓના પગારમાં વધારો થઈ શકે છે. 

ભારતીય પ્રતિરક્ષા મજૂર સંઘના મહાસચિવ મુકેશ સિંહે નાણાંમંત્રી નિર્મલા સીતારમણને પત્ર લખ્યો છે અને કહ્યું છે કે, મહામારી દરમિયાન  સરકારી કર્મચારીઓ અને નિવૃત્ત વ્યક્તિઓનું ભથ્થુ બાકી છે, તે તેમને પરત આપવું જોઈએ. 

18 મહિનાના મોંઘવારી ભથ્થા અંગે ચર્ચા
પ્રસ્તાવમાં જણાવવામાં આવ્યું કે, 25 જાન્યુઆરીના રોજ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનર્સને જે મોંઘવારી ભથ્થુ આપવાનું બાકી છે, તે અંગે વિસ્તારપૂર્વક ચર્ચા કરવામાં આવી છે. 18 મહિનાથી આ રકમ પેન્ડિંગ છે. કોરોના મહામારી દરમિયાન નાણાંકીય સંકટને કારણે મોંઘવારી ભથ્થાની રકમ આપવામાં આવી નહોતી. 

બજેટમાં થશે ચર્ચા
મુકેશ સિંહે પ્રસ્તાવમાં જણાવ્યું કે, આ પડકારજનક સમયમાં તમામ સરકારી કર્મચારી અને પેન્શનર્સના મહત્ત્વપૂર્ણ યોગદાનને ઉજાગર કરવા માંગુ છું. કર્મચારીઓના અતૂટ સમર્પણ અને તેમની મહેનતના કારણે દેશ આ કપરી પરિસ્થિતિમાંથી બહાર નીકળી શક્યું છે. 

વધુ વાંચો: શું તમે UAN નંબર ભૂલી ગયા? તો ચિંતા ન કરો, આ રીતે સર્ચ કરી PF એકાઉન્ટને ફરીવાર ઓપરેટ કરો

મોંઘવારી ભથ્થુ કેટલુ વધી શકે છે
સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સ હાલના સમયમાં સાતમાં વેતન આયોગ હેઠળ 46 ટકા મોંઘવારી ભથ્થુ આપે છે. આ વખતે પણ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો થઈ શકે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ