બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / બિઝનેસ / how to find your pf account uan number online check process

તમારા કામનું / શું તમે UAN નંબર ભૂલી ગયા? તો ચિંતા ન કરો, આ રીતે સર્ચ કરી PF એકાઉન્ટને ફરીવાર ઓપરેટ કરો

Manisha Jogi

Last Updated: 11:09 AM, 27 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

EPFO ખાતાધારકને આધાર નંબરની જેમ 12 આંકડાનો યૂનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) આપે છે. જો તમે તમારો UAN નંબર ભૂલી ગયા છો, તો તમે ઘરે બેઠા UAN નંબર જાણી શકો છો.

  • EPFO ખાતાધારકને UAN આપે છે
  • PFના કામ માટે UAN નંબર યાદ રાખવો જરૂરી
  • ઘરે બેઠા જાણો તમારો UAN નંબર

EPFO ખાતાધારકને આધાર નંબરની જેમ 12 આંકડાનો યૂનિવર્સલ એકાઉન્ટ નંબર (UAN) આપે છે. પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ સાથે જોડાયેલ તમામ કામ કરવા માટે UAN નંબરની જરૂર પડે છે. UAN વગર PF બેલેન્સ ચેક થઈ શકતું નથી, પાસબુક ડાઉનલોડ થઈ શકતી નથી, PF રકમ ટ્રાન્સફર થઈ શકતી નથી તથા એકાઉન્ટમાં મોબાઈલ નંબર એડ કરી શકતા નથી. 

કર્મચારી જોબ બદલે તો પણ UAN નંબર એક જ રહે છે. નવા નોકરીસ્થળે UAN નંબર આપવાનો રહે છે, આ કારણોસર કર્મચારીને UAN નંબર વિશે ખબર હોવી જોઈએ. ઘણીવાર કર્મચારી UAN નંબર ભૂલી જાય છે. જો તમે પણ તમારો UAN નંબર ભૂલી ગયા છો, તો તમે ઘરે બેઠા UAN નંબર જાણી શકો છો. 

ઓનલાઈન UAN નંબર ચેક કરો
UAN નંબર ઓનલાઈન જાણી શકાય છે. જે માટે EPFOની અધિકૃત વેબસાઈટ https://www.epfindia.gov.in/site_en/index.php ની મુલાકાત લેવાની રહેશે. જે માટે તમારા PF એકાઉન્ટ સાથે તમારો મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે. 

UAN નંબર ચેક કરવાની પ્રોસેસ

  • EPFOની અધિકૃત વેબસાઈટ www.epfindia.gov.in ની મુલાકાત લો.
  • સર્વિસ એક્શનમાં ‘For Employess’ પર ક્લિક કરો. 
  • સર્વિસ લિસ્ટમાંથી ‘Memberr UAN/Online Serice’ પર ક્લિક કરો.
  • નવી વિંડો ઓપન થશે, તેમાં ‘Important Links’ માં જઈને Know your UAN પર ક્લિક કરો. 
  • હવે એક નવું પેજ ઓપન થશે, જેમાં રજિસ્ટર્ડ મોબાઈલ નંબર એન્ટર કરીને કેપ્ચા ટાઈપ કરો. 
  • હવે મોબાઈલમાં આવેલ OTPથી OTP વેલિડેશન કરો.
  • નવું પેજ ઓપન થશે, તેમાં નામ અને જન્મતારીખ લખો. હવે મેમ્બર આઈડી, આધાર નંબર અથવા PAN નંબર એન્ટર કરો. હવે Show My UAN પર ક્લિક કરો. 
  • રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર UAN નંબર મોકલવામાં આવશે.

વધુ વાંચો: ઘર માટે લોન લેવી છે? કઈ બેન્ક કેટલા ટકા વ્યાજ પર આપે છે હોમ લોન, જુઓ આખું લિસ્ટ

ઓનલાઈન UAN નંબર એક્ટિવેટ કરવાની પ્રોસેસ

  •  UAN નંબર એક્ટિવેટ કરવા માટે સૌથી પહેલા EPFOના અધિકૃત પોર્ટલની મુલાકાત લો.
  • સર્વિસ એક્શનમાં ‘For Employess’ પર ક્લિક કરો. 
  • સર્વિસ લિસ્ટમાંથી ‘Memberr UAN/Online Serice’ પર ક્લિક કરો.
  • નવી વિંડો ઓપન થશે, તેમાં ‘એક્ટિવેટ UAN’ લિંક પર ક્લિક કરો. 
  • આધાર નંબર, નામ, જન્મતારીખ તથા મોબાઈલ નંબર અને કેપ્ચા ટેક્સ્ટ એન્ટર કર્યા પછી Authorization Pin પર ક્લિક કરો. 
  • હવે OTP એન્ટર કરીને વેરિફાય કરો. 
  • હવે Agree પર ક્લિક કરો અને ત્યાર પછી UAN એક્ટિવેટ કરો. 
  • UAN નંબર એક્ટિવેટ થવામાં છ કલાક સુધીનો સમય લાગી શકે છે. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ