બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
પોતાનું ઘર બનાવવાનું દરેક વ્યક્તિનું સપનું હોય છે. જો તમે ઘર ખરીદવા જઈ રહ્યા છો અને તમને હોમ લોનની જરૂર છે, તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થઈ શકે છે. જો તમે હોમ લોન માટે એપ્લાય કરવા માંગો છો, તો એ પહેલા તમારે મોટી બેંકોના વ્યાજ દરો પર ધ્યાન આપવું પડશે.
.png)
ADVERTISEMENT
ઘર ખરીદવા માટે હોમ લોન લેવાનું નક્કી કરતા પહેલા અલગ અલગ બેંકો અથવા નાણાકીય સંસ્થાઓ દ્વારા ઓફર કરવામાં આવતા વ્યાજ દરોની તુલના કરવી જોઇએ. હાલ મોટાભાગની બેંકો નિયમિત વ્યાજ દરો કરતાં સહેજ ઓછા વ્યાજ દરે હોમ લોન ઓફર કરે છે. ચાલો તેના વિશે જાણીએ..
SBI હોમ લોન
SBI અરજદારના CIBIL સ્કોરના આધારે 8.6 ટકા અને 9.65 ટકા વચ્ચે વ્યાજ વસૂલ કરે છે. 750 થી વધુ ક્રેડિટ સ્કોર ધરાવતા દેવાદારો માટે સૌથી નીચો વ્યાજ દર 8.6 ટકા છે. જો સ્કોર 700 થી 749 ની વચ્ચે છે તો લોન 8.7 ટકાના વ્યાજ દરે ઉપલબ્ધ છે. 650 થી 699ના સ્કોર સાથે લોન લેનારાઓને 9.45 ટકાના દરે લોન આપવામાં આવી રહી છે. 550 થી 649 ની વચ્ચે સ્કોર ધરાવતા લોકોને 9.65 ટકાના દરે હોમ લોન મળી શકે છે.
ADVERTISEMENT
બેંક ઓફ બરોડા (BOB)હોમ લોન
જાહેર ક્ષેત્રની બેંક ઓફ બરોડા 8.40 થી 10.60 ટકા વચ્ચેના વ્યાજ દરે હોમ લોન ઓફર કરે છે. ચોક્કસ વ્યાજ દરો અરજદારોની લોન મર્યાદા અને ક્રેડિટ સ્કોર પર આધારિત છે. આ દરો બંને પગારદાર અને નોન-સેલેરી વ્યક્તિઓને લાગુ પડે છે.

ADVERTISEMENT
પંજાબ નેશનલ બેંક હોમ લોન
જાહેર ક્ષેત્રની પંજાબ નેશનલ બેંક વાર્ષિક 8.40 થી 10.10 ટકાના વ્યાજ દરે હોમ લોન ઓફર કરે છે. ચોક્કસ વ્યાજ દર LTV (લોન ટુ વેલ્યુ) રેશિયો, લોનની રકમ અને ક્રેડિટ સ્કોર પર આધારિત છે.
HDFC બેંક હોમ લોન
HDFC બેંક, ખાનગી ક્ષેત્રની સૌથી મોટી, વાર્ષિક 8.50 થી 9.15 ટકાની વચ્ચે છે. આ દરો પગારદાર વર્ગ અને સ્વ-રોજગાર બંનેને લાગુ પડે છે. બંને શ્રેણીઓ માટે માનક હોમ લોન દર 8.75 ટકા અને 9.40 ટકાની વચ્ચે છે.
ADVERTISEMENT
વધુ વાંચો: FD પર કઈ બેન્કમાં મળે છે સૌથી વધુ વ્યાજ? એક ક્લિકમાં જુઓ આખું લિસ્ટ
ICICI બેંક હોમ લોન
ICICI બેંક ક્રેડિટ સ્કોરના આધારે 9 થી 9.10 ટકાની વચ્ચે હોમ લોન ઓફર કરે છે. પગારદાર કર્મચારીઓ તેમની લોન પર 9 ટકા વ્યાજ દર મેળવવા માટે હકદાર છે અને સ્વ-રોજગારી વ્યક્તિઓ 800ના ક્રેડિટ સ્કોર પર 9 ટકા વ્યાજ દરે અને 750-800ના ક્રેડિટ સ્કોર પર 9.10 ટકા વ્યાજ દરે હોમ લોન મેળવવા માટે લાયક બની શકે છે. ICICI બેંકના પ્રમાણભૂત વ્યાજ દરો 9.25 ટકા અને 10.05 ટકાની વચ્ચે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.