બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / 7th pay commission big increas in salary of central employees 31 may is special day

7મું પગાર પંચ / કેન્દ્રીય કર્મચારીઓ માટે 31 મેનો દિવસ ખૂબ જ ખાસ, મોંઘવારી ભથ્થામાં થઈ શકે છે વધારો

Manisha Jogi

Last Updated: 01:27 PM, 28 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય કર્મચારીઓ માટે 31 મે 2023નો દિવસ ખૂબ જ ખાસ છે. કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકા સુધીનો વધારો થવાની સંભાવના છે.

  • કર્મચારીઓના વેતનમાં ફરી વૃદ્ધિ થવાની આશા
  • 31 મે 2023નો દિવસ ખૂબ જ ખાસ
  • મોંઘવારી ભથ્થામાં 4 ટકા સુધીનો વધારો થવાની સંભાવના

સાતમા પગાર પંચ હેઠળ કેન્દ્રીય કર્મચારીઓના વેતનમાં ફરી વૃદ્ધિ થવાની આશા છે. કેન્દ્રીય કર્મચારીઓ માટે 31 મે 2023નો દિવસ ખૂબ જ ખાસ છે. આ દિવસે કર્મચારીઓનું મોંઘવારી ભથ્થુ અને પેન્શનર્સને મોંઘવારીથી કેટલી રાહત મળશે, તે બાબતે સ્પષ્ટતા થઈ શકે છે. કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકા સુધીનો વધારો થવાની સંભાવના છે. 

31 મે 2023ના રોજ મોંઘવારી ભથ્થુ જાહેર થશે. જેથી AICPI ઈન્ડેક્ષના નંબર જાહેર થશે. આ પરિસ્થિતિમાં જાણી શકાશે કે, જુલીમાં મોંઘવારી ભથ્થુ કેટલું મળી શકે છે. હાલમાં મોંઘવારી ભથ્થુ 42 ટકા છે, જે જાન્યુઆરી 2023થી લાગુ છે. મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવામાં આવે તો DA 46 ટકા થઈ જશે. 

મોંઘવારી ભથ્થુ કેટલુ વધી શકે છે
હાલમાં મોંઘવારી ભથ્થુ 44.46 ટકા છે, એપ્રિલથી જૂન સુધીનો સ્કોર જાહેર થવાનો બાકી છે. છેલ્લા ત્રણ વખતતી કેન્દ્ર સરકાર મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરી રહી છે. આ પરિસ્થિતિમાં આશા કરવામાં આવી રહી છે કે, કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાની વધારો થશે. 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર AICPI ઈન્ડેક્ષના આંકડા પર નજર નાખવામાં આવે તો ડિસેમ્બરમાં 132.3 ઈન્ડેક્ષ હતો અને મોંઘવારી ભથ્થાનો સ્કોર 42.37 ટકા હતો. માર્ચ 2023માં AICPI ઈન્ડેક્ષ 133.3 હતો. જેના કારણે મોંઘવારી ભથ્થામાં 44.46 ટકાનો વધારો થયો છે. 

મોંઘવારી ભથ્થામાં વધારો
સાતમાં પગાર પંચ હેઠળ કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. જાન્યુઆરી 2023માં 4 ટકા અને તે પહેલા પણ મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. 

રાજ્યોએ મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો
કેન્દ્ર સરકાર તરફથી મોંઘવારી ભથ્થામાં વધારો કર્યા પછી રાજસ્થાન, આસામ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર સહિત અનેક રાજ્યોએ મોંઘવારી ભથ્થામાં વધારો કર્યો છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ