બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / વિશ્વ / 7.3 magnitude earthquake shakes Japan, 5.2 magnitude earthquake shakes India

કુદરતી આફત / BIG BREAKING : બે દેશની ધરતી ધણધણી,જાપાનમાં 7.3 અને ભારતમાં 5.2ની તીવ્રતાનો ભૂકંપ

Hiralal

Last Updated: 09:07 PM, 16 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બુધવારે એક દિવસમાં બે દેશમાં ધરતીકંપના આંચકા આવ્યાં છે.

  • એક દિવસમાં બે દિવસમાં આવ્યો ધરતીકંપ
  • 7.3 ની તીવ્રતાના ભૂકંપથી જાપાન ધૂજ્યું
  • ભારતના લદ્દાખમાં પણ 5.2ની તીવ્રતાનો ભૂકંપ

બુધવારે જાપાનમાં 7.3ની તીવ્રતાનો ધરતીકંપ આવતા ત્સુનામીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

લદ્દાખમાં 5.2ની તીવ્રતાનો ધરતીકંપ 
લદ્દાખમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.2 માપવામાં આવી છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા અનુસાર મોડી સાંજે 7:05 વાગ્યે લદ્દાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

બન્ને દેશોમાં જાનમાલની કોઈ ખબર નહીં 

ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો ઘરની બહાર આવી ગયા હતા. હાલ આ ભૂકંપના આંચકામાં કોઇ જાનમાલનું નુકસાન થયું નથી. જો કે લોકોમાં અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગના સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે ભૂકંપની ઊંડાઈ 110 કિમી, રેખાંશ 75.18 પૂર્વ અને અક્ષાંશ 36.01 ઉત્તરની હતી.

જાપાનમાં 7.3ની તીવ્રતાનો ભૂકંપ,ત્સુનામીનું એલર્ટ 

જાપાનમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.3 માપવામાં આવી હતી. જાપાનમાં ભૂકંપના આંચકાની સાથે સુનામીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

શા માટે અનુભવાય છે ભૂકંપના આંચકા 
પૃથ્વીની અંદર 7 પ્લેટ છે, જે સતત ફરતી રહે છે. જ્યાં આ પ્લેટો વધુ અથડાય છે, ત્યાં ઝોનને ફોલ્ટ લાઇન કહેવામાં આવે છે. પ્લેટોના ખૂણાઓ વારંવારની અથડામણથી વળી જાય છે. જ્યારે વધારે પડતું દબાણ આવે છે, ત્યારે પ્લેટો તૂટવા લાગે છે. નીચેની ઉર્જામાંથી બહાર નીકળવાનો માર્ગ મળે છે અને ખલેલ પછી ભૂકંપના આંચકા અનુભવાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ