બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Extra / Technology / 6-ways-that-you-can-that-screenshots-in-your-smartphones

NULL / એક નહીં પરંતુ આ 6 રીતની મદદથી તમે લઇ શકો છો સ્માર્ટફોનમાં ScreenShot

vtvAdmin

Last Updated: 06:54 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

આજના સમયમાં કદાચ સ્માર્ટફોન વગર તો કોઇપણ વ્યકિત નહીં જોવા મળે સ્માર્ટફોનના વધી રહેલા ઉપયોગ સાથે માર્કેટમાં રોજ રોજ નવા નવા ફોન લોન્ચ થઇ રહ્યા છે જોકે નવા સ્માર્ટફોનમાં આવેલા આ ખાસ ફંક્શન સમજવા માટે શરૂઆતમાં મુશ્કેલી પડે છે. ત્યારે અમે તમને એવી 6 રીતો વિશે જણાવિશું જેની મદદથી તમે કોઈપણ સ્માર્ટફોનમાં સ્ક્રીનશોટ લઈ શકો છો. આ રીતમાં જો તમે એન્ડ્રોઈડ વિન્ડોઝ અને આઈઓએસ સ્માર્ટફોનનો ઉપયોગ કરો છો તો જાણો આ 6 રીત વિશે.

એન્ડ્રોઇડ:
જો તમે એન્ડ્રોઈડ સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા છો તો તમે બે રીતે સ્ક્રીનશોટ લઈ શકો છો. પહેલી રીત ફોનના પાવર બટન અને હોમ બટનને એક સાથે પ્રેસ કરવી છે. તો બીજી રીત પોતાના ફોનના પાવર બટન અને વોલ્યૂમ ડાઉન બટનને એક સાથે પ્રેસ કરવાની છે.

વિન્ડોઝ ફોન:
જો તમે વિન્ડોઝ સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હોય તો સ્ક્રીનશોટ લેવા માટે તમારે ફોનના પાવર બટન અને હોમ બટનને એક સાથે પ્રેસ કરવાનું રહેશે. આ માટે જરૂરી છે કે તમે વિન્ડોઝ 8 ઓપરેટિંગ સિસ્ટમના સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હોય તેનાથી નીચેની OSના સ્માર્ટફોનમાં આ ટ્રિક કામ નહીં કરે.

iPhone:
iPhoneમાં સ્ક્રીનશોટ લેવા માટે તમારે ફોનના પાવર બટન અને હોમ બટનને એક સાથે પ્રેસ કરવાનું રહેશે. આ સ્ક્રીનશોટને તમે ગેલેરીમાં સર્ચ કરી શકો છો.

નોટિફિકેશન બાર આઈકોન:
ઘણી સ્માર્ટફોન કંપનીઓ પોતાના ડિવાઈસમાં સ્ક્રીનશોટ આઈકોન આપી રહી છે. આ આઈકન તમને નોટિફિકેશન બારમાં જોવા મળશે. જે સ્ક્રીનનો સ્ક્રીનશોટ લેવો છે તેને સ્ક્રીન પર લાવો. આ બાદ નોટિફિકેશન બારને સ્ક્રોલ ડાઉન કરો અને પછી સ્ક્રીનશોટ આઈકોન પર ટેપ કરો.

સ્વાઇપ:
ઘણા સ્માર્ટફોનમાં તમને Swipe કરીને ScreenShot લેવાનો વિકલ્પ મળે છે એટલે કે આ સ્માર્ટફોન્સને તમે 3 આંગળીઓને સ્ક્રીન પર નીચેની તરફ સ્વાઈપ કરીને સ્ક્રીનશોટ લઈ શકો છો. આ માટે તમારું ફીંગરપ્રિન્ટ ફીચર ઓન હોવું જરૂરી છે.

ગૂગલ આસિસ્ટન્ટ:
ફોનમાં સ્ક્રીનશોટ લેવા માટે ગૂગલ આસિસ્ટન્ટ એક સારું ઓપ્શન સાબિત થઈ શકે છે. આ માટે તમારે ફોનમાં ‘ગૂગલ આસિસ્ટન્ટ’ એપ પર જવું પડશે પછી Okay Google કહેવું પડશે. આથી તમારા ફોનમાં ગૂગલ આસિસ્ટન્ટ એક્ટિવ થઈ જશે. આ બાદ સ્ક્રીનશોટ માટે વોઈસ કમાન્ડ આપી શકો છો. સ્ક્રીનશોટ લીધા બાધ એપ તમને શેર કરવા માટે પૂછશે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ