બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / સ્પોર્ટસ / Cricket / 6 players got Thar as gift from anand mahindra

ઈનામ / ઓસ્ટ્રેલિયા સામેની જીત બાદ ખુશ થઈને આનંદ મહિન્દ્રાએ 6 ખેલાડીઓને આપી દીધી આવી ખાસ ગિફ્ટ

Published By: Nikul

Last Updated: 07:43 PM, 23 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતની પ્રમુખ વાહન નિર્માતા કંપની મહિન્દ્રા ઓટોમોટિવનાં પ્રમુખ આનંદ મહિન્દ્રાએ ઓસ્ટ્રેલિયામાં ઐતિહાસિક બોર્ડર ગાવસ્કર ટ્રોફી જીતવા પર ટીમ ઈન્ડિયાનાં 6 યુવા ખેલાડીઓને ખાસ ગિફ્ટ આપી છે.

  • સિરાજ, નટરાજન, શાર્દુલ, નવદીપ, સુંદર અને શુભમનને અપાઈ મોંઘી ગિફ્ટ
  • ખેલાડીઓનાં ઉત્તમ પ્રદર્શન માટે મહિન્દ્રાની થાર એસયુવી ગિફ્ટ કરવામાં આવી
  • આનંદ મહિન્દ્રાએ તેમનાં ખર્ચે આપી ખેલાડીઓને ગિફ્ટ

 

ખેલાડીઓને આપી થાર એસયુવી
ટ્વિટર દ્વારા જાહેર કરતા આનંદ મહિન્દ્રાએ કહ્યું કે, ઓસ્ટ્રેલિયામાં જીતનો પરચમ લહેરાવનાર ભારતીય ક્રિકેટ ટીમનાં 6 યુવા ખેલાડીઓને મહિન્દ્રા "થાર" એસયુવી ગિફ્ટ કરવામાં આવશે. આ ગિફ્ટથી નવયુવાન ખેલાડીઓને ભવિષ્યમાં વધુ સારું પર્ફોર્મન્સ આપવા માટે પ્રેરિત કરશે. જે 6 ખેલાડીઓને આ એસયુવી ગિફ્ટ કરવામાં આવનાર છે તેમાં ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ, ટી નટરાજન, શાર્દુલ ઠાકુર, નવદીપ સૈની, ઓફ સ્પિનર વોશિંગ્ટન સુંદર અને બેટ્સમેન શુભમન ગીલનું નામ સામેલ છે.

 

6 ખેલાડીઓએ ઓસ્ટ્રેલિયામાં કર્યુ હતું ડેબ્યુ 
આનંદ મહિન્દ્રાએ વધુમાં લખ્યું કે, 6 યુવા ખેલાડીઓએ હાલમાં પૂરી થયેલ ઐતિહાસિક ભારત-ઓસ્ટ્રેલિયા સિરીઝમાં ડેબ્યૂ કર્યું હતું. તેમણે ભારતની આગામી પેઢીનાં યુવાઓ માટે સપના જોવાની સાથે અસંભવને હાંસલ કરવાની શીખ આપી છે. તેમની સ્ટોરી સાચા અર્થમાં એક ઉત્થાનની સ્ટોરી છે. મુશ્કેલ પરિસ્થિતિઓમાંથી બહાર આવીને તેમણે શ્રેષ્ઠતા હાંસલ કરી છે. જે જીવનનાં દરેક પથ પર પ્રેરણા આપે છે. હું ખૂબ ખુશ છું કે આ 6 ખેલાડીઓને મારા તરફથી નવી થાર એસયુવી ગિફ્ટ કરી રહ્યો છું જે કંપનીના ખર્ચ પર નથી. 

 

ભારતની જીતમાં રહ્યો હતો મહત્ત્વનો ફાળો
ઉલ્લેખનીય છે કે ભારતનાં દરેક યુવા ખેલાડીઓને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની સિરીઝમાં ઉત્તમ પર્ફોર્મન્સ આપીને ભારતને જીત હાંસલ કરવામાં મહત્ત્વનો ફાળો આપ્યો હતો. જેમાં મોહમ્મદ સિરાજે જબરજસ્ત બોલિંગ કરીને સૌથી વધારે 13 વિકેટ ખેરવી હતી. બ્રિસબેનમાં રમાયેલ ટેસ્ટ સિરીઝની નિર્ણાયક મેચમાં વોશિંગ્ટન સુંદર અને શાર્દુલ ઠાકુરે બેટિંગ અને બોલિંગ બંનેમાં જબરજસ્ત પ્રદર્શન આપ્યું હતું. ઉપરાંત યુવા ઓપનર શુભમન ગીલે બ્રિસબેનમાં 91 રનની શાનદાર ઈનિંગ રમીને ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા નીભાવી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

Anand Mahindra Gift Indian cricket team cricketer mahindra thar sports આનંદ મહિન્દ્રા ક્રિકેટર sports

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ