બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / 6 municipalities of Gujarat recruitment of Chief Officer will be contractual

નિર્ણય / BIG NEWS: ગુજરાતની નાની 6 નગરપાલિકાઓ માટે મોટા સમાચાર, ચીફ ઓફિસરની ભરતીને લઇને મહત્વની જાહેરાત

Khyati

Last Updated: 06:06 PM, 23 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યની નાની 6 નગરપાલિકાઓમાં ચીફ ઑફિસરની નિમણૂંક કરાર આધારિત કરાશે

  • 6 નગરપાલિકામાં ચીફ ઓફિસરની ભરતી કરાર આધારીત 
  • શહેરી વિકાસ કમિશનરે કરી જાહેરાત
  • ડભોઈ, ખંભાત, બોરિયાવી, લુણાવાડા, ગોધરા, સોજિત્રાનો સમાવેશ 

કોન્ટ્રાક્ટ પદ્ધતિથી સરકારી પદો પર ભરતી કરવાની નીતિમાં એક નવો અધ્યાય ઉમેરાયો છે.  રાજ્યની 6 નગરપાલિકાઓમાં વહિવટી ક્ષેત્રે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. હવેથી 6 નગરપાલિકામાં ચીફ ઓફિસરની ભરતી કરાર આધારીત થશે. શહેરી વિકાસ કમિશનરે આ જાહેરાત કરી હતી. ડભોઈ, ખંભાત, બોરિયાવી, લુણાવાડા, ગોધરા, સોજિત્રા નગરપાલિકાનો સમાવેશ થાય છે. 6 નગરપાલિકાઓમાં ચીફ ઓફિસરને કરાર આધારીત નિમણૂક મળશે. મહત્વનું છે કે  નગરપાલિકાઓની વહીવટની જવાબદારી ચીફ ઑફિસરની હોય છે. ચીફ ઑફિસરની સત્તા નાણાકીય સહિત વ્યવસ્થા સંભાળવાની જવાબદારી હોય છે. આ સત્તા માટે તેમણે નિયમ પ્રમાણેની કામગીરી કરવાની હોય છે. 


મળતિયાઓને ગોઠવવાની વ્યવસ્થા- મનીષ દોષી

આ અંગે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોષીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતું કે આ ઘણી ગંભીર અને ચિંતાનો વિષય છે. નગરપાલિકામાં કાયમી અધિકારીઓ ન નીમીને જે નગરપાલિકામાં વસતા લોકો છે તેઓ પાયાની સુવિધાથી વંચિત રહેવાની સ્થિતિ ઉભી થાય છે.  કાયમી અધિકારી હોય તો જવાબદારી નક્કી થાય પરંતુ કાયમી અધિકારીઓની જવાબદારી કેટલી એ મોટો પ્રશ્ન છે. સરકાર એક તરફ શહેરી વિકાસને સિધ્ધિ ગણાવે છે તો બીજી તરફ તેની જવાબદારી સંભાળવા માટે કાયમી ચીફ ઑફિસરની નિમણૂંક કરી શકતી નથી તેનો આ જીવતો જાગતો પુરાવો છે. એક તકફ ગુજરાતમાં સરકારી નોકરીથી વંચિત રહેનારા લાખો શિક્ષિત યુવાનો નોકરી ઝંખી રહ્યા છે તો બીજી તરફ સરકાર આઉટસોર્સિંગ એજન્સી અને કરાર આધારિત કંપનીઓને ફાયદો કરાવવા અને મળતિયાઓને ગોઠવવા માટે આ પ્રકારની વ્યવસ્થા કરી રહી હોવાનો આરોપ લગાવ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ