બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / રિલેશનશિપ / 5 Ways to Catch Your Partner Flirting in Love People with dual personalities are a bit hard to spot
Vishal Dave
Last Updated: 09:55 PM, 1 April 2024
કેટલાક યુવક-યુવતીઓ એવા હોય છે જે પ્રેમના નામ પર વારંવાર પાર્ટનર બદલતા રહે છે. થોડા જ મહિનામાં આવા લોકો પોતાના એક પાર્ટનરથી કંટાળી જાય છે અને બીજા કોઈને શોધવા લાગી જાય છે. કેટલાક લોકો એક રિલેશનશિપમાં હોવા છતા બીજા પાર્ટનર સાથે સંબંધ બાંધે છે. આવા બેવડા વ્યક્તિત્વ ધરાવતા લોકોને ઓળખવા થોડા મુશ્કેલ છે.
ADVERTISEMENT
આવા ડબલ કેરેક્ટર ધરાવતા લોકો કોઈની સાથે ગંભીર નથી હોતા. આવા લોકો તમારી સાથે ટાઇમ પાસ કરે છે અને પોતાનું મનોરંજન કરે છે...એટલું જ નહીં તમારા જીવનમાં સમસ્યા સર્જાય ત્યારે સાથ આપવાને બદલે ખસી જતા હોય છે.. છે.. કોઇ સાચા પ્રેમ કરનાર વ્યક્તિને માત્ર તેની સાથે ફલર્ટ કરનાર પાત્ર ભટકાઇ જાય તો તે વ્યક્તિ માત્ર દુ:ખી જ નથી રહેતી પરંતુ ડિપ્રેશનનો શિકાર પણ બની શકે છે. જો તમે પ્રેમ પ્રત્યે ગંભીર છો, તો તમારા જીવનસાથીની વફાદારીની પરીક્ષા કરો, નહીંતર તમારે ભવિષ્યમાં પસ્તાવો કરવો પડી શકે છે. તમારા પાર્ટનરને આ રીતે ટેસ્ટ કરો કે તમારો પાર્ટનર તમારા પ્રત્યે વફાદાર છે કે માત્ર ટાઇમપાસ કરી રહ્યો છે.
પાર્ટનરના સ્મિતને ઓળખતા શીખો
ADVERTISEMENT
સૌથી પહેલી નિશાની છે તેનું સ્મિત તેનું હસી-હસીને વાત કરવાનું . આ સ્મિત કે પછી હસવાનું ખરેખર પ્રેમ છે કે પછી ફલર્ટ તે ઓળખવું બહુ જરૂર બની જાય છે.. ઘણીવાર પાર્ટનરના સ્મિત પાછળ યુવક કે યુવતી ઘેલા થઇ જતાં હોય છે.. પરંતુ એ સ્મિત પાછળની ફલર્ટ કરવાની વૃતિ ઓળખી શકતા નથી.
વધુ પડતી પ્રશંસા કરે
જો તમારો પાર્ટનર જ્યારે તમને મળે ત્યારે તમારી વધારે પડતી પ્રશંસા કરે તો તે પ્રશંસા દિલથી કરી રહ્યો છે કે ખાલી ફ્લર્ટ કરી રહ્યો છે તે બન્ને વચ્ચેનો ભેદ પારખવો ખુબ જરૂરી છે.. આવી વ્યક્તિ તમારી સાથે લાંબા ગાળાના સંબંધ જાળવી શકતી નથી. જે વ્યક્તિ લાંબા ગાળાના સંબંધ ધરાવે છે તે તેના જીવનસાથીના સારા અને ખરાબ બંને પાસાઓને સમજશે અને તેને સાચા અને ખોટાને ઓળખવામાં મદદ કરશે.
વારંવાર ટચ કરીને વાત કરવી
જો કોઈ છોકરો કે છોકરી એકબીજા સાથે ફ્લર્ટ કરતા હોય તો તેઓ વારંવાર એકબીજાને સ્પર્શ કરવાનો પ્રયાસ કરે છે. શારીરિક આકર્ષણ એ સાચો પ્રેમ નથી. તે ભૌતિક શરીરની માંગને પૂર્ણ કરવાનો માર્ગ છે. કોઇને કોઇ બહાને પાર્ટનર ટચ કરતો રહે તે પ્રેમ નથી પણ ટાઈમપાસ છે. સાચો પ્રેમી તમને પ્રેમ કરશે તમારો ફાયદો નહીં ઉઠાવે
ઇમોશનલ સપોર્ટ ન કરવો
જો તમે પરેશાન છો અને તમારો પાર્ટનર તમને ઈમોશનલ સપોર્ટ નથી આપી રહ્યો તો તમારે સમજી લેવું જોઈએ કે તે તમારી સાથે ફ્લર્ટ કરી રહ્યો છે. આવા લોકો હસી મજાક કરે છે, પરંતુ જ્યારે તમે પરેશાન હોવ ત્યારે તે તમારાથી દૂર ભાગી જાય છે, તો તમારે સમજવું જોઈએ કે તે તમારી સાથે ફ્લર્ટ કરી રહ્યો છે.
એકબીજા પર આરોપ મૂકવો
કેટલાક લોકો એવા સ્વભાવના હોય છે કે તેમના જીવનમાં જે પણ સારું થાય છે તેનો શ્રેય તેઓ લે છે પરંતુ જે પણ ખરાબ થાય છે તેનો દોષ તેમના પાર્ટનરને પર લગાવે છે. એકબીજા પર આરોપ લગાવવો એ સ્વસ્થ સંબંધ નથી પણ ટોક્સિક રિલેશનશીપ છે
આ ઉપરાંત ....
આ સિવાય તમારો પાર્ટનર અચાનક તમારામાં રસ ઓછો દાખવવા માંડે.. વાત કરવાનું અચાનક ઘટાડી દે અને તમને એવોઇડ કરવાનો પ્રયાસ કરવા લાગે , તેના ફોન કે મેસેજીસ તમારાથી છુપાવવા પ્રયાસ કરે તો પણ સમજવું કે આવા પાર્ટનર પર ભરોસો રાખવો કે ઇમોશનલ ડિપેન્ડેબલ રહેવુ આપને ડિપ્રેશન સુધી ધકેલી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.