બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / રિલેશનશિપ / What it means when you cheat on your partner in your dreams
Hiralal
Last Updated: 09:12 PM, 1 April 2024
સપનામાં પણ લોકો પાર્ટનર સાથે ચિટિંગ કરતાં હોય છે અને પોતાના જીવનસાથીને બદલે બીજા કોઈ શારીરિક સંબંધો બાંધતાં હોય છે. લંડનના એક પ્રખ્યાત ન્યૂરો સર્જને સપનાના સેક્સને લઈને મોટો ઘટસ્ફોટ કર્યો છે. તેમનું કહેવું છે કે સૌથી પહેલું ઈરોટિક સપનામાં આપણે બીજા કોઈની સાથે મુક્તપણે સેક્સ માણી શકવાની પોઝિશનમાં હોઈએ છીએ, એટલે કે સંબંધનું કોઈ બંધન રહેતું નથી. જોકે સપનામાં પાર્ટનર સાથે સેક્સ ભાગ્યે જ થાય છે એટલે સપનામાં નવા પાર્ટનર જ આવે છે. ઈરોટિક ડ્રિમ (ઉત્તેજનાવાળા સપનાં) કેમ આવે છે તેને લઈને વૈજ્ઞાનિકો સંશોધન થયું છે જમાં લોકો તેમના રોમેન્ટિક સંબંધ દરમિયાન કેટલા સુખી છે, શું તેઓ ઈર્ષાળું છે. વૈજ્ઞાનિકોએ સર્વેમાં ભાગ લેનાર લોકોને પોર્નોગ્રાફી જોઈને ઈરોટિક ડ્રિમ લાવવાનું કહ્યું હતું.
ADVERTISEMENT
દિવસની ફેન્ટસી અને ઈરોટિક ડ્રિમ્સ વચ્ચે એક મહત્વનો ફર્ક
વૈજ્ઞાનિકોને જે રિઝલ્ટ મળ્યું તે ખરેખર નવાઈકારક છે. તમે જાગતાં હોય ત્યારે કેટલું સેક્સ માણો છે તેની સાથે ઈરોટિક ડ્રિમને કંઈ સંબંધ નથી, તમે હસ્તમૈથૂન કરો છો કે નહીં તેની સાથે પણ તેને કંઈ લેવાદેવા નથી. તમે કેટલું પોર્નોગ્રાફી જોવો છે તેવો પણ અર્થ નથી પરંતુ જાગતી અવસ્થામાં આપણે ઈરોટિક ફેન્ટસીની કલ્પનામાં કેટલો સમય વીતાવીએ છીએ તેની પર આધાર છે. જોકે દિવસની ફેન્ટસી અને ઈરોટિક ડ્રિમ્સ વચ્ચે એક મહત્વનો ફર્ક છે. જ્યારે આપણે દિવસમાં ઈરોટિક કલ્પના કરીએ છીએ ત્યારે તે સંબંધિત વિચારો આપણા મગજના તાર્કિક ભાગમાં સ્ટોર થાય છે પછી રાતે તે પ્રગટ થાય છે.
વૈજ્ઞાનિકોએ શું આપ્યું કારણ
આ રિસર્ચ બાદ વૈજ્ઞાનિકોએ એવું તારણ આપ્યું કે ઈરોટિક સપનાં આવવા પાછળનો એક જ અર્થ છે કે જાગતી અવસ્થામાં ગમતાં પાર્ટનર સાથે રોમેન્ટિક રિલેશન કે શારીરિક સંબંધની મર્યાદા નડતી હોય છે પરંતુ ઊંઘમાં આવું કંઈ થતું નથી એટલે લોકો આરામથી આ વાત સંતોષી લેતા હોય છે અને મનગમતા પાર્ટનર સાથે સંબંધ માણી લેતાં હોય છે. ઊંઘમાં તો પોતે એકલા હોય છે તેથી પૂરતી છૂટ મળે છે.
ADVERTISEMENT
અલગ અલગ જગ્યાએ અલગ અલગ લોકો સાથે સેક્સનો શું અર્થ
જો તમે પોતાને કોઈ અજાણી વ્યક્તિ સાથે રોમાન્સ કરતા સપનામાં જુઓ છો. તે વ્યક્તિ તમારા સપનામાં આવી તમને પ્રેમ કરી ખુશી આપે છે અને તમને લાગે છે કે તે તમારો સાચો સાથી છે. પરંતુ, તમારૂં તેવું વિચારવું ખોટું છે. તેનો અર્થ છે કે તમારે તમારા જીવનમાં થોડી બહાદુરી અપનાવવની જરૂર છે. જેમ કે દબંગ બનવું, તમારા મનની વાત સાંભળવી અને કોઈ વાત પર સ્ટેન્ડ લેવું વગેરે. જો તમે વારંવાર લવ મેકિંગમાં ચરમ સુખનું સપનું જુઓ અને ઓર્ગેઝમ સુધી પહોંચી જાઓ તો તેનો મતલબ છે કે તમારા જીવનમાં કંઈક સારૂં થવાનું છે અથવા તો તમારે સેક્સ સાથે જોડાયેલા તણાવથી બચવાની જરૂર છે. જો તમે સપનામાં બોસ કે પછી કલીગ સાથે સેક્સનું સ્વપ્ન જુઓ તો બીજા દિવસે તેનાથી નજર ન છુપાવતા. તેનો અર્થ એવો થાય છે કે તમે તેની પાસેથી ઘણું શીખી શકો છો. જો એક્સ સાથે સેક્સનું સપનું કોઈને પણ આવી શકે છે. આ સપનાનો અર્થ એવો થાય છે કે તમે રિયલ લાઈફથી કંટાળી ગયા છો અને તમારે એક્સાઈટમેન્ટની જરૂર છે. જો તમે સેમ જેન્ડરના પાર્ટનર સાથે સેક્સ કરતા હો તેવું સપનામાં દેખાય તો પરેશાન ન થશો. તેનો મતલબ એ નથી કે તમારા શરીર કે વિચારમાં સેક્સને લઈને કોઈ પરિવર્તન આવી રહ્યું છે પરંતુ તેનો અર્થ એવો થાય છે કે તમે ફૂલ ઓફ કોન્ફિડન્સ છો અને પોતાને ખુબ પ્રેમ કરો છો. જો તમે સપનામાં પાર્ટનરના બેસ્ટ ફ્રેન્ડ સાથે પોતાને સેક્સ કરતા જુઓ તો તેનો અર્થ એવો નથી કે તમે તેનાથી આકર્ષિત છો. આ પ્રકારના સપનનો અર્થ થાય છે કે તમારે તમારી સેક્સ લાઈફમાં પેશનની આગ ફરી લગાવવાની જરૂર છે. જો તમે પોતાને ગ્રુપ સેક્સ કરતા જુઓ તો તે તમારી દબાયેલી જાતિય ઈચ્છાનું પ્રતિક છે. તેનો અર્થ એવો થાય છે કે રિયલ લાઈફમાં કન્ઝર્વેટિવ વિચારોને કારણે તમારી અંતરાત્મા કંઈક કરવા તરફડી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.