બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / 5 symptoms, understand that you are addicted to smartphone, control it immediately

હેલ્થ / 5 લક્ષણો જોવા મળે એટલે જાતે જ સમજી જવું કે તમને ફોનની લાગી ગઈ છે આદત, ચેતજો! નહીંતર સ્વાસ્થ્ય પર પડશે ગંભીર અસર

Pooja Khunti

Last Updated: 04:39 PM, 4 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Phone Addiction Warning Signs: ફોનનાં વધુ ઉપયોગની ખોટી આદત લાગે તો, તેની ખરાબ અસર શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર જોવા મળે છે. ઘણા લોકોને એ ખબર પણ નથી પડતી કે તેમને ફોનની આદત થઈ ગઈ છે.

  • ફોનની આદતનાં શિકાર 
  • ફોનનાં વધુ ઉપયોગથી શારીરિક અને માનસિક સમસ્યાઓ થાય 
  • ફોન વગર અસહાય અને અસ્વસ્થતા અનુભવો 

આજના સમયમાં તમને દરેક વ્યક્તિનાં હાથમાં સ્માર્ટફોન જોવા મળશે.  તમે ઘરે બેઠાં સ્માર્ટફોનની મદદથી ઘણાં બધા કામ ઓનલાઈન કરી શકો છો. આજે વિશ્વભરમાં લોકોને સ્માર્ટફોનની આદત થઈ ગઈ છે.  સ્માર્ટફોનના વધુ પડતાં ઉપયોગથી તમારી આંખો ખરાબ થઈ શકે છે.  માનસિક સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ સર્જાઇ શકે.  સ્માર્ટફોન તમારાં શરીરમાં તણાવનું પ્રમાણ વધારી દે છે જેના પરિણામ સ્વરૂપે તમને ચિંતા અને હતાશા જેવી સમસ્યાઓ થઈ શકે છે.  દરેક વ્યક્તિએ ફોનનો વધુ પડતો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. 

એક શોધ પ્રમાણે જાણવા મળ્યુંકે માત્ર અઠવાડિયામાં 1 કલાક ફોનનો ઓછો ઉપયોગ કરવાથી લોકોમાં ચિંતા અને હતાશાનું પ્રમાણ ઓછું જોવા મળ્યું.  ફોનના ઓછા ઉપયોગથી લોકોની શારીરિક સમસ્યામાં પણ સુધાર જોવા મળ્યો. જેથી એક વાત જાણી શકાય કે વધુ પડતો ફોન વાપરવાની આદત સ્વાસ્થ્યને નુકશાન પહોંચાડે છે. 

મારી પાસે ફોન ના હોય એવામાં તમને ચિંતા થવા લાગે

 કેવી રીતે જાણી શકાય કે આપણે ફોનની આદતના શિકાર થઈ ગયા છીએ.  આ અમુક આદત અને લક્ષણ છે જેનાથી તમને ખબર પડી જશે કે તમે ફોનની આદતનાં શિકાર છો કે નહીં.  જ્યારે તમે ઘરની બહાર જાઓ અને ઘરે ફોન ભૂલી ગયા હોય એવામાં તમને ચિંતા થવા લાગે.  જો આવું થાય તો તમારે સાવધાન થઈ જવાની જરૂર છે.  તમે ફોન વગર અસહાય અને અસ્વસ્થતા અનુભવો એટલે સમજવું કે તમને ફોનની આદત થઈ ગઈ છે.  આ સિવાય પણ ઘણાં સંકેત છે જેનાંથી તમને આની આદત વિશે જાણવા મળશે. 

ફોનની આદત હોય તો આ લક્ષણો જોવા મળે 

  • વગર કારણે ફોનની એપ તપાસતા રહેવું, ઈટરનેટ બ્રાઉસ કરવું.  
  • તમારી પાસે ફોન ના હોય એવામાં તમને ચિંતા થવા લાગે. 
  • ફોનનાં વધુ પડતાં ઉપયોગના લીધે તમારાં ઘરનાં અને ઓફિસના કામ અધૂરા રહી જાય. 
  • વાહન ચલાવતી વખતે અથવા રસ્તો ઓળંગતા સમયે ફોનનો વપરાસ કરવો. 
  • ફોનમાં કોઈ પણ મેસેઝ કે નોટિફિકેસન આવતાં જ ફોન ચેક કરવો. 
  • કામમાં વ્યસ્ત હોવાં છતાં પણ વારંવાર ફોન ચેક કરતા રહેવું.   
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ