બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / 5 people died due to falling trees and lightning across Gujarat

અરેરાટી / બાળકી હીંચકે ઝુલા ઝૂલતી હતી અને વીજળીનો ચમકારો થયો, ગુજરાતમાં વરસાદી કમઠાણમાં 5ના મોત, પરિવાર પર આફતનો વરસાદ

Kishor

Last Updated: 09:06 PM, 29 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતભરમાં વરસાદની આગાહીને પગલે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. સવારથી વાદળછાયું વાતાવરણ હતું. જે બાદ બપોરે 4 વાગ્યા પછી રાજકોટ શહેર અને જિલ્લાનું વાતાવરણ બદલ્યું અને ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. જેમાં ગુજરાતભરમાં વૃક્ષ, વીજળી પડતા 5 લોકોના મોત નિપજયા હોવાનું સામે આવ્યું છે.

  • કમોસમી વરસાદથી ઠેરઠેર ખાનાખરાબી
  • વૃક્ષ,વીજળી 5 લોકોના મોત નિપજયા
  • ઠેક ઠેકાણે વૃક્ષ થયા જમીનદોસ્ત

રાજ્યમાં હવામાન વિભાગની આગાહીને લઈને અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. તોફાની પવન સાથે મેઘકહેર ત્રાટકતા ઉપાધિના ઘોડાપૂર ઉમટયા છે. અનેક શહેરોમાં વીજળી પડવાના ઉપરાંત તોફાની પવનોને લઈને વૃક્ષ પડવા સહિતની ખાના ખરાબી સર્જાઇ હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે.

ભારે પવન ફૂંકાતા એકનું મૃત્યુ

ગઢડાના ધ્રુફણીયા ગામે વીજળી જીવલેણ નીવડી હતી. જેમાં વીજળી પડતાં છ વર્ષની દિવ્યા રાઠવા નામની બાળકીનું મોત થયું હતું. મહત્વનું છે જે વરસાદી વાતાવરણ વચ્ચે બાળકી વાડીમાં હિચકા ખાતી હતી તે દરમ્યાન વિજળી પડતા તેનું મોત નીપજ્યું હતું. મૃતક બાળકીની લાશને પીએમ માટે હોસ્પિટલ ખસેડાઈ છે. તો અમરેલીના બાબરાના સુકવાણા ગામમાં પણ વીજળી પડયાંનો કિસ્સો નોંધાયો છે. જેમાં 23 વર્ષીય ખેડૂત ભાવેશભાઈ ભદોરીયાનું મોત થયુ છે. મકાનના રીપેરીંગ કરતા સમયે વીજળી પડતા ખેડૂતનું મૃત્યુ અને અન્ય એક કારીગર પણ ઈજાગ્રસ્ત થયો હતો.


ઈલેક્ટ્રીક ઉપકરણોને પણ નુકસાન 

વધુમાં પાલીતાણામાં વીજળી પડવાની ઘટના આવી સામે આવી છે. જેમાં પાલિતાણા યાર્ડની ચેરમેનની ઓફીસની અગાસીમાં વીજળી પડતા ઓફીસની છતમાં રહેલી પાણી ટાંકી તેમજ સ્લેબમાં નુકસાન થવા પામ્યું હતું. વધુમાં ઈલેક્ટ્રીક ઉપકરણોને પણ નુકસાન પહોંચ્યું હતું. અંદાજે એક લાખથી વધુનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.

જેતપુરમાં યુવાનનું મોત

બીજી બાજુ તોફાની પવનને લઈને જેતપુરમાં એકનું મોત તથા બે વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હોવાનું બહાર આવ્યું છે. ચાપરાજપુર ગામમાં ફાર્મ હાઉસમાં આવેલ શેડના પત્તરા ઊડતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ વ્યક્તિ ઓરડીના પતરા રીપેરીંગ કરતા હતા. આ દરમિયાન પવન ફૂંકાતા તે અકસ્માતે નીચે પડ્યા હતા. પતરા સાથે નીચે પટકાતા અતુલભાઈ પોપટભાઈ વઘાસીયા ઉ.વ.35નું મોત જ્યારે  2  ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે જેતપુર બાદ રાજકોટ રીફર કરાયા હતા.

રાજકોટ જિલ્લા અને શહેરમાં અચાનક વાતાવરણમાં ફેરફાર

બીજી બાજુએ ધોરાજીમાં મીની વાવાજોડા સાથે વરસાદ આવ્યો હતો. ભારે પવન સાથે વરસાદ શરૂ થતા ધોરાજીમાં ઠેર ઠેર વૃક્ષ ધરાસાઈ થયા હતા. ધોરાજી જૂનાગઢ રોડ પર એલ ટી લાઈન પર વૃક્ષ પડતા રસ્તો બંધ થયો હતો. તે જ રિતે રાજકોટ જિલ્લા અને શહેરમાં અચાનક વાતાવરણમાં ફેરફાર આવ્યો છે અને ભારે પવન સાથે મીની વાવાઝોડું ત્રાટક્યું છે. અનેક ગામડાઓમાં છૂટોછવાયો વરસાદ પણ ખાબક્યો છે. ત્યારે શહેરના મોરબી રોડ પર ભારે પવનને લઇને વૃક્ષ ધરાશાઈની થયાની ઘટના સામે આવી છે. 

75થી વધુ વૃક્ષ ધરાશાયી થયા

એટલું જ નહીં અમદાવાદમાં વરસાદના કારણે 75થી વધુ વૃક્ષ ધરાશાયી થયા હતા. જેમાં વૃક્ષ પડવાથી મંગળ પુરુષોત્તમની ચાલી નજીક એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. વૃક્ષ નીચે બેસેલા ધનજી મકવાણા નામના વ્યક્તિને કાળ આંબી જતા પરિવારજનોમાં અરેરાતી મચી જવા પામી છે.તે જ રીતે પાટણના સિદ્ધપુર તાલુકામા ઉમરૂ માર્ગ પર વૃક્ષ ધરાશાયી થતા યુવકનુ ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.બનાસકાંઠાના વરણ ગામના વતની વિક્રમજી ઠાકોર નામના યુવક પર વૃક્ષ પડતા તેનું મોત થયું હતું. વધુમાં વડોદરા અને વડોગરામાં ભારે પવનના કારણે કેટલાક વિસ્તારમાં વૃક્ષ ધરાશાયી થયા હતા. 

ટ્રેક્ટરના શોરૂમના કાચ તૂટ્યા
રાજકોટ, મહેસાણા અંબાજી સહિત આસપાસના વિસ્તારમાં મીની વાવાઝોડાથી નુકસાન થયું છે. પવનની ઝીંકમાં રતનપુરની લોકસેવા હોસ્પિટલની દીવાલ ધરાશાયી થતા ભારે પવનથી દાંતામાં ટ્રેક્ટરના શોરૂમના કાચ તૂટ્યા હતા. તો રતનપૂર હાઈવે પર હોટલ દુકાન સહિતના શેડ ધરાશાયી થયા હતા. અને દાંતા રોડ પર નળિયાવાળું ઘર પણ ધરાશાયી થયુ હતું. એટલું જ નહીં અંબાજી ફોરેસ્ટ ઓફિસની પાસે પણ વૃક્ષો જમીનદોસ્ત થયું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ