ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 5 day police drive in Ahmedabad, Action against people rather than drink and drive

ચેકિંગ / ડ્રિન્ક એન્ડ ડ્રાઈવમાં ઝડપાયા તો ગયા સમજો, આજથી અમદાવાદ પોલીસે શરૂ કરી 5 દિવસની મેગા ડ્રાઈવ, થશે કડક કાર્યવાહી

Published By: Vishnu

Last Updated: 04:23 PM, 22 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં 5 દિવસની પોલીસ ડ્રાઈવ, દારૂ પી ને વાહન ચલાવતા લોકો સામે થશે કાર્યવાહી

ADVERTISEMENT

  • દારૂ પી ને વાહન ચલાવતા લોકો સામે થશે કાર્યવાહી
  • આજથી અમદાવાદમાં 5 દિવસની પોલીસ ડ્રાઈવ
  • એન્ટ્રી - એક્ઝિટ પોઈન્ટ પર પોલીસ તૈનાત રહેશે

ગુજરાતમાં આમ તો કહેવાતી દારૂ બંધી છે પણ દારૂના જથ્થા અને દારૂ ઢીંચનારા લોકો ઢગલાબંધ છે. જેથી હવે અમદાવાદ પોલીસે ડ્રિંક અને ડ્રાઈવ કેસમાં કાર્યવાહી કરવા સ્પેશિયલ આજથી ડ્રાઈવ શરૂ કરી છે. જે આવનાર 5 દિવસ સુધી ચાલશે. ખાસ કરીને શહેરની અંદર આવતા અને જતા લોકોનું ચેકિંગ કરવામાં આવશે.

250 પોઈન્ટ પર પોલીસ બ્રેથ એનલાઈઝર ઊભી છે
આજથી અમદાવાદમાં દારૂ પી ને વાહન ચલાવતા લોકોની સામે પોલીસ સખ્તાઈના પગલાં ભરશે, શહેરના એન્ટ્રી - એક્ઝિટ પોઈન્ટ પર પોલીસ તૈનાત રહેશે જેથી  250 પોઈન્ટ પર પોલીસ જવાનો દ્વારા સધન ચેકિંગ પણ હાથ ધરવામાં આવશે. 597 બ્રેથ એનલાઈઝર સાથે પોલીસ સજ્જ થઈ છે ત્યારે હવે ડ્રિંક અને ડ્રાઈવ કરતાં લોકોએ ચેતવી જવાની જરૂર છે અત્યાર સુધી કોરોનાનું બહાનું બતાવી લોકો બ્રેથ એનલાઈઝરનો ઉપયોગ કરવાનું ટાળતા હતા. જેથી સતત 2 વર્ષ આ ડ્રાઈવ લગભગ લગભગ બંધ જ રાખવામાં આવી હતી. પણ હવે કોરોના શાંત પડતાં પોલીસે ફરી સધડ ચેકિંગ અને 597 બ્રેથ એનલાઈઝર દ્વારા લોકોને પકડવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

પોલીસે સ્પેશિયલ વોચ ગોઠવી 
પોલીસ કંટ્રોલ રુમમાંથી કાર ડ્રાઈવર્સ પર સ્પેશિયલ વૉચ રાખશે, અને જો કોઈ શંકાસ્પદ ગતિવિધી દેખાશે તો લોકલ પોલીસને જાણ કરવામાં આવશે.પોલીસ ઈન્સ્પેક્ટર્સ, ટ્રાફિકડ ડિપાર્ટમેન્ટ અને તેમની ટીમ બ્રેથ એનલાઈઝર્સનો ઉપયોગ કરીને વાહન ચાલકની તપાસ કરશે, અને જો કોઈ વ્યક્તિ નશાની હાલતમાં મળશે તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

આવો છે નવો નિયમ
મળતી માહિતી અનુસાર જો તમે દારૂ પીને વાહન ડ્રાઈવ કરો છો અને પોલિસ તમને પકડે છે તો નવા મોટર વ્હીકલ એક્ટના આધારે તમારી ગાડી જપ્ત થઈ શકે છે અને તેની સાથે કોર્ટ તમારી પર 10 હજાર રૂપિયાનો દંડ જાહેર કરી શકે છે. આ સિવાય તમને 6 મહિનાની જેલની સજા અથવા બંને થઈ શકે છે. આ માટે તમે તમારા અને પરિવારનું ધ્યાન રાખો અને આવી ભૂલો ન કરો.  
 

સંકળાયેલા મુદ્દાઓ

Drink And Drive Strict action ahmedabad police drive અમદાવાદ અમદાવાદ પોલીસ કડક કાર્યવાહી ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ પોલીસ ડ્રાઈવ drink and drive

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ