બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ભારત / 5 children died when a school bus overturned in Haryana

મોટી દુર્ઘટના / હરિયાણામાં સ્કૂલ બસ પલટી જતા 5થી વધુ બાળકોના મોત, 20થી વધુ ઘાયલ, ઇદના દિવસે પણ શાળા ખુલ્લી?

Priyakant

Last Updated: 11:19 AM, 11 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Haryana School Bus Accident News: સરકારી રજાના દિવસે પણ શાળા બોલાવ્યા અને સ્કૂલબસને નડ્યો અકસ્માત, 6 બાળકોના મોત તો એક ડઝનથી વધુ બાળકો ઘાયલ

Haryana School Bus Accident : હરિયાણાથી એક દર્દનાક અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. વાત જાણે એમ છે કે, હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લાના કનિના શહેરમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. ગુરુવારે સવારે એક ખાનગી શાળાની બસ કાબૂ બહાર ગઈ હતી અને પલટી ગઈ હતી. આ અકસ્માતમાં 6 બાળકોના મોત થયા છે. જ્યારે એક ડઝનથી વધુ બાળકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ અકસ્માત કનીબા નગર પાસે કનિના-દાદરી રોડ પર થયો હતો.

હરિયાણાના મહેન્દ્રગઢ જિલ્લાના કનિના શહેરમાં ઉન્હાની ગામ પાસે બાળકોથી ભરેલી એક સ્કૂલ બસ પલટી ગઈ હતી. આ બસ ખાનગી શાળા જીએલ પબ્લિક સ્કૂલની હતી જેમાં લગભગ 35 થી 40 બાળકો મુસાફરી કરી રહ્યા હતા. એવું કહેવામાં આવ્યું છે કે, આજે સરકારી રજાના દિવસે પણ શાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોને લેવા માટે શાળામાંથી બસ મોકલવામાં આવી હતી. આ તરફ અકસ્માત થયા બાદ સ્થાનિકો ઘટનાસ્થળે પહોંચી ગયા અને તેમણે ત્યાં બચાવ કાર્ય શરૂ કર્યું હતું.

વધુ વાંચો: 'ચીન સાથેના સંબંધો મહત્વના, જલ્દી ઉકેલવો જોઈએ સરહદી વિવાદ', ભારત-ચીન વિવાદ પર શું બોલ્યા PM મોદી

આ ડ્રમનક ઘટનામાં પાંચ બાળકોના મોત નીપજ્યા હતા જ્યારે એકની હાલત નાજુક હતી જે હોસ્પિટલ પહોંચ્યા બાદ વેન્ટિલેટર પર હતો. જોકે બાદમાં આ બાળકનું પણ મૃત્યુ થયું અને મૃત્યુ પામનાર બાળકોની સંખ્યા વધીને 6 થઈ ગઈ. અકસ્માત બાદ સ્થાનિક લોકો બાળકોને બચાવતા હોવાનો વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, અકસ્માત બાદ બસનો કચ્ચરઘાણ નીકળી ગયો છે. લોહીથી લથપથ બાળકો પણ નજીકમાં જોવા મળે છે, જેમને તાત્કાલિક સારવાર માટે મોકલવામાં આવી રહ્યા છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ