બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / 45 lakh Mai devotees visited Ambaji in Mahamela of Bhadravi Poonam in Ambaji.

બનાસકાંઠા / ભાદરવી પૂનમનો મેળો: 45 લાખ માઈ ભક્તોએ માં અંબાના કર્યા દર્શન, ખોબલેને ખોબલે મળ્યું સોનાનું આટલું દાન

Dinesh

Last Updated: 06:45 PM, 29 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળા; ભાદરવી પૂનમ ભરવા ભારતભર અને ગુજરાતના ખૂણે ખૂણેથી દર્શન કરવા માઈભક્તો ઉમટ્યા

 

  • અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજે અંતિમ દિવસ
  • 45 લાખથી વધુ ભક્તોએ મા અંબાના કર્યો દર્શન
  • ભાદરવી પૂનમને લઇ ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું


ભાદરવી પૂનમના ઐતિહાસિક દિવસ અને ખાસ ભાદરવી પૂનમના દિવસે માઈભક્તોનો મહેરામણ માં અંબેના દર્શન કરવા, માં નું સાનિધ્ય પ્રાપ્ત કરવા કરવા માટે માં ના દ્વારે ઉમટી પડ્યો હતો. અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાનો આજે  અંતિમ દિવસ છે. 45 લાખથી વધુ ભક્તોએ મા અંબાના દર્શન કર્યો છે. આજે મા અંબાના ધામમાં માઇભક્તએ 250 ગ્રામ સોનાની 3 લગડી પણ દાન કરી છે. અત્રે જણાવીએ કે, અંબાજી મંદિરમાં છેલ્લા 7 દિવસમાં 466 ગ્રામ સોનાનું દાન આવ્યું છે. તો બીજી તરફ આજે મેળાના અંતિમ દિવસે જિલ્લા વહીવટી તંત્રએ પણ માંના આશીર્વાદ લેવા માટે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન કમ બનાસકાંઠા કલેક્ટર વરૂણકુમાર બરનવાલની અધ્યક્ષતામાં મંદિરે પહોંચીને ધ્વજારોહણ કર્યું હતું.

શ્રદ્ધાનો સાગર છલકાયો
તા. 23 સપ્ટેમ્બર થી શરૂ થયેલા અંબાજી ભાદરવી પૂનમના મેળામાં 29 મી સપ્ટેમ્બરને ભાદરવી પૂનમને મેળાના અંતિમ દિવસે લાખો શ્રદ્ધાળુઓ માં ના દર્શન માટે ઉમટ્યા હતા. શ્રદ્ધા, ભક્તિ અને આસ્થાના આ મહાકુંભ સમા મેળામાં દર્શનાર્થીઓ આંનદ ઉલ્લાસ અને જય અંબેના જયઘોષ સાથે ઉમટી પડતાં શ્રદ્ધાનો સાગર છલકાયો હતો. માં ના દર્શને ભક્તો પગપાળા, બસમાં, ગાડીમાં એમ વિવિધ પ્રકારે અંબાજી આવ્યા હતા. અને પોતાની બાધા માનતા અને મનોકામના પૂર્ણ કરવા માતાજીને દંડવત દર્શન કરી ધન્યતા અનુભવી હતી.   

વાંચો વિગતવાર...


મંદિર ઝગમગ્યું
ગુજરાત તો ઉત્સવો, પર્વો અને મેળાઓની ભૂમિ છે, પરંતુ એમાંય અંબાજી શક્તિપીઠની વાત જ ન્યારી છે કેમ કે, અહીં માનું હૃદય બિરાજમાન છે અને એટલે જ દૂર સુદૂર હજારો કિલોમીટરની પદયાત્રા કરી આવતા માઇભક્તો પગપાળા યાત્રાના થાકમાં પણ માના દર્શન કરવાનો થનગનાટ અનુભવે છે. આ થનગનાટ અને ઝગમગાટનો સંગમ થાય ત્યારે શક્તિપીઠ દિવ્યતા અને ભવ્યતા ધારણ કરે છે જેની અનુભૂતિ રાત્રિ દરમિયાન કરવામાં આવેલી રોશનીમાં તાદ્રશ્ય થઇ હતી અને એટલે જ સુવર્ણ મંડીત મંદિરનો ભાગ રંગબેરંગી રોશનીના પ્રકાશમાં દેદીપ્યમાન લાગી રહ્યો છે. અવનવી રંગબેરંગી રોશની જયારે માના ચાચર ચોકમાં પથરાય છે ત્યારે જાણે કોઈ પ્રકાશપુંજ પથરાયો હોય એવી અલૌકિક આભા સર્જાય છે. 

ચીકી પ્રસાદના ફક્ત 75 હજાર પેકેટ વેચાયા
અંબાજીમાં ભક્તોએ ચીકીના પ્રસાદને નકાર્યો હોય તેવું કેટલાક આંકડાના માધ્યમથી જાણવા મળ્યું છે. ભાદરવી પૂનમના મેળામાં ભક્તોએ ચીકીને બદલે મોહનથાળ પસંદ કર્યો છે. 7 દિવસમાં મોહનથાળના 16 લાખ પેકેટનું વિતરણ થયું છે. જ્યારે ચીકી પ્રસાદના ફક્ત 75 હજાર પેકેટ વેચાયા છે. 7 દિવસમાં 40 લાખ ભક્તો ભાદરવી પૂનમના મેળામાં આવ્યા છે. અત્રે જણાવીએ કે, થોડા દિવસો અગાઉ અંબાજીમાં પ્રસાદને લઇ વિવાદ થયો હતો. જેમાં મોહનથાળને બદલે પ્રસાદમાં ચીકીનો પ્રસાદ નક્કી કરાયો હતો. અંબાજીના ભક્તોએ મોહનથાળનો પ્રસાદ માન્ય રાખ્યો હતો. અંબાજીમાં મોહનથાળનો જ પ્રસાદ સૌથી ઉત્તમ હોવાનો ભક્તોનો મત છે


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ