બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ભારત / 41 workers came out after tearing the chest of the mountain, farmers got relief immediately, Australia is alive in the trophy

2 મિનિટ 12 ખબર / પહાડની છાતી ચીરીને બહાર આવ્યા 41 શ્રમિકો, ખેડૂતને રાહત તાત્કાલિક મળે તેવા અણસાર, ઓસ્ટ્રેલિયા ટ્રોફીમાં જીવંત

Vishal Khamar

Last Updated: 11:57 PM, 29 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચીનમાં બાળકોમાં જોવા મળેલી શ્વાસની બિમારીને લઈ રાજ્ય સરકાર સતર્ક બની છે તો બીજી તરફ ટી-20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 5 વિકેટે હરાવ્યું હતું.

રાજ્યમાં પડેલ કમોસમી વરસાદને લઈ ખેડૂતોને ભારે નુકશાન થવા પામ્યું છે. ત્યારે ખેડૂતો દ્વારા સરકાર પાસે સહાયની માંગણી કરી છે. આ બાબતે રાજ્ય સરકારનાં પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, પાકમાં નુકસાનીનો અહેવાલ આવ્યા બાદ રાજ્ય સરકાર દ્વારા SDRFના ઘોરણો મુજબ ખેડૂતોને માવઠાની આપદામાં સહાય ચૂકવાશે. છેલ્લા ૦૯ વર્ષમાં રાજ્ય સરકારે અતિવૃષ્ટિ, માવઠા કે કુદરતી આપત્તિઓમાં ખેતી પાકને થયેલા નુકસાન સામે રાજ્યના ૮૯ લાખ ખેડૂત લાભાર્થીઓને SDRFના નિયમો પ્રમાણે રૂ. ૭૭૭૭.૮ કરોડ ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી રૂ. ૨૯૬૬.૯ કરોડ આમ કુલ રૂ. ૧૦,૭૪૦ કરોડની સહાય ચૂકવી હોવાનું તેમણે ઉમેર્યું હતું. તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં રવિ સિઝનમાં ૪૫ લાખ હેક્ટરમાં વાવેતર થાય છે. અત્યાર સુધીમાં ૧૫થી ૧૬ લાખ હેક્ટરમાં વાવેતર નોંધાયું છે. જેમાં ઘઉં, ચણા, શેરડી, ધાણા, જીરૂ, વરિયાળી, શાકભાજી સહિતના પાક હજુ ઉગતી અવસ્થામાં છે. આથી બે દિવસના માવઠામાં તેમાં નુકસાનીની શક્યતા નહિવત છે.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ વાઇબ્રન્ટ ગુજરાત સંદર્ભે વિદેશ પ્રવાસે છે. તેઓ ખેડૂતો માટે સતત ચિતિંત છે અને જાપાનથી ફોન કરીને મુખ્યમંત્રીશ્રીએ માવઠાથી નુકસાનીની વિગતો જાણી હતી.

Result of TAT Higher Secondary examination declared, check result instantly in one click.

રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું હતું. ગુજરાતી, હિંદી અને અંગ્રેજીમાં 2564 ઉમેદવારોએ 140 થી વધુ ગુણ મેળવ્યા હતા. જ્યારે 59 ઉમેદવારોએ 120 થી વધુ ગુણ મેળવ્યા હતા. ટાટા એચએસની 41250 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. ત્યારે પરિણામ જાહેર થતા ઉમેદવારોમાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળી રહ્યો હતો.  

While closing the dispensary in Vadodara, the doctor's heart stopped and a soldier who had completed BSF training in...

 વડોદરાનાં પાદરામાં હાર્ટ એટેકથી તબીબનું મોત નિપજ્યું હતું. જેમાં કૌશિક પરીખ જેઓ ફિઝિયોથેરાપીસ્ટ હતા. ત્યારે કૌશિક પરીખ દવાખાનું બંધ કરીને જતા હતા તે સમયે અચાનક જ તેઓને હાર્ટ એટેક આવતા તેઓ ઢળી પડ્યા હતા. આ બાબતે આજુબાજુનાં લોકોને જાણ થતા તાત્કાલિક તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. બીએસએની ટ્રેનિગ પૂર્ણ કરીને આવેલા જવાનનું હાર્ટ એટેકથી મોત નિપજ્યું હતું. ટ્રેનિગ પૂર્ણ કરીને જવાન પોતાનાં વતન મકડાલા આવ્યો હતો. રાહુલ ચૌધરી નામનો જવાન અમદાવાદથી ફરજ પર જતા સમયે હાર્ટએટેક આવતા જવાનનું મોત નિપજ્યું હતું.  દિયોદરનાં મકડાલા ગામમાં જવાનના મોતથી શોક વ્યાપી ગયો હતો.  ત્યારે રાહુલ ચૌધરીનું પ્રથમ પોસ્ટિંગ પશ્ચિમ બંગાળ જઈ રહ્યો હતો. રાહુલ ચૌધરીનાં પાર્થિવ દેહને મકડાલા ગામે લવાયો હતો. બીએસએફ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ સંસ્કાર કરાયા હતા. 

Gujarat govt on alert regarding new disease spread in China: Important order given to all hospitals

ચીનના બાળકોમાં જોવા મળેલી શ્વાસની બિમારીને લઇ રાજ્ય સરકાર સતર્ક બની છે. વાત જાણે એમ છે કે, કેન્દ્રીયઆરોગ્ય મંત્રાલયની સુચના બાદ રાજ્ય સરકાર પણ હવે એક્શનમાં આવી છે. મહત્વનું છે કે, હાલ દેશમાં આ રોગથી કોઈ ખતરો નથી છતા તૈયારીઓ શરુ કરી દેવાઈ છે. રાજ્ય સરકારે હોસ્પિટલમાં જરુરી બેડ, દવાઓ, સાધન સામગ્રી ઉપલબ્ધ કરાવવા સુચના આપી છે. આ સાથે રાજ્યના તમામ ઓક્સિજન પ્લાન્ટની કાર્યક્ષમતા અંગેનો રિપોર્ટ આપવા જણાવાયું છે. 

Uttarakhand Tunnel Rescue Operation: Rescue Pipe Reached Trapped Workers

ઉત્તરાખંડના ઉત્તરકાશીની સિલક્યારા ટનલમાં ફસાયેલા 41 મજૂરોને નવી જિંદગી મળી છે. 17 દિવસના રેસ્ક્યૂ મિશન બાદ આજે એટલે કે મંગળવારે રેટ હોલ માઈનિંગ સિસ્ટમ 57 મીટર ઊંડું મેન્યુઅલ ખોદકામ કરીને 41 મજૂરોને બહાર કાઢવામાં આવ્યાં હતા. જોકે એકસાથે મજૂરોને બહાર નહોતા કાઢવામાં આવ્યાં, સૌથી પહેલા 5 મજૂરોને બહાર કાઢવામાં આવ્યાં હતા. ત્યાર બાદ તબક્કાવાર રીતે બીજા મજૂરોને બહાર કાઢવામાં આવ્યાં હતા. 

ઉત્તરકાશીના સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા તમામ 41 મજૂરોને 17 દિવસ બાદ સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. સીએમ પુષ્કર સિંહ ધામીએ આ મજૂરોને હાર પહેરાવીને બહાર આવકાર્યા હતા. ત્યારપછી આ મજૂરોને મેડિકલ ચેકઅપ માટે એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. પીએમ મોદી પણ આ બચાવ અભિયાનને લઈને સીએમ ધામી પાસેથી દરેક ક્ષણની માહિતી લઈ રહ્યા હતા. મજૂરો બહાર આવતા જ પીએમ મોદીએ બધાને અભિનંદન પાઠવ્યા હતા. જે કામદારો બહાર આવ્યા છે તેમની હેલ્થ ચેકઅપ ચાલુ છે. તમામ મજૂરોની મુખ્યમંત્રી ધામી દ્વારા હાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું. હાલમાં તમામ મજૂરોને હોસ્પિટલમાં લઈ જવામાં આવી રહ્યા છે. આ રેસ્ક્યું ઓપરેશન સરળતા રીતે પૂર્ણ થતા સમગ્ર દેશમાં ખુશીનો માહોલ છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ દ્રોપતિ મૂર્મુ, ગૃહમંત્રી અમિત શાહ, નીતિન ગડકરી, સીએમ ધામી સહિત અનેક દિગ્ગજોએ શુભકામનાઓ પાઠવી ખુશી વ્યક્ત કરી હતી. 

Former Deputy Chief Minister Nitin Patel's sweet slap to BJP leaders and workers exposed the trend within the party.

 કડી ખાતે પૂર્વ નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં શહેર તેમજ તાલુકાનાં હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ સાથે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યંત્રીએ પક્ષનાં હોદ્દેદારોને મીઠો ઠપકો આપતા કહ્યું હતું કે,  માત્ર સોશિયલ મીડિયામાં ફોટા નાંખવાથી જવાબદારી પૂર્ણ થતી નથી.  ત્યારે હોદ્દેદાર બન્યા પછી લોકોની સેવા ન કરીએ તો સારૂ ન કહેવાય.  કાર્યકરની બધી જવાબદારી સોશિયલ મીડિયામાં આવતા ફોટામાં સમાઈ જાયએ યોગ્ય નહી.  તેમજ નીતિન પટેલે હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ જનતા પ્રત્યેની જવાબદારી સમજાવી હતી. તેમજ જનતા પ્રત્યેની જવાબદારી સમજીને પક્ષને આગળ વધારવા નીતિન પટેલે સલાહ આપી હતી. કડી તાલુકા ભાજપનાં સ્નેહમિલનમાં નીતિન પટેલે કાર્યકર્તાઓને જનતા પ્રત્યે જવાબદારી સમજાવી હતી. 

The price of castor oil increased by 50 rupees in a single day

દિવાળી બાદ સીંગતેલના ભાવમાં થોડા ઘટાડા બાદ હવે અચાનક ફરી એકવાર ભાવ વધ્યા છે. વિગતો મુજબ રાજ્યમાં મગફળીનો પાક તૈયાર થવાની વચ્ચે સરકારે આશરે 40 લાખ ટન પાકનો અંદાજ જાહેર કર્યો છે. આ તરફ હવે માવઠાના બહાના હેઠળ સૌરાષ્ટ્રની તેલ લોબીએ ફરી એકવાર એક જ દિવસમાં સીંગતેલના ભાવમાં 15 કિલો ડબ્બાએ રૂ.50 નો વધારો ઝીંકી દેતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ શકે છે. 

The roads of Gujarat became Kalamukha! 4 people died in 4 accidents, see where and how things got done

મંગળવારે રાજ્યમાં જૂનાગઢ, અરવલ્લી, ગાંધીનગર તેમજ વડોદરામાં અકસ્માત સર્જાયો હતો. ત્યારે સર્જાયેલા અકસ્માતમાં ચાર લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જ્યારે 2 લોકો ઘાયલ થતા તેઓને સારવાર અર્થે ખસેડાયા હતા. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by RM MEDIA (@rm_media90)

આજે રણદીપ હુડા અને તેના ભાવી પત્ની લિન લેશરામ લગ્નના બંધનમાં બંધાવવા માટે જઈ રહ્યા છે.  લગ્નના એક દિવસ પહેલા એટલે કે મંગળવારે બન્નેના ફોટો અને વીડિયો સામે આવ્યા છે. આ ફોટો તેમના વેડિંગ ફંક્શન પહેલાના છે. જ્યારે બન્ને મંદિર પહોંચ્યા હતા અને ભગવાનના આશીર્વાદ લીધા હતી. સામે આવેલા આ વીડિયોમાં બન્નેની જોડી ખૂબ જ સુંદર લાગી રહી છે. 

Gold prices have seen a tremendous rise in November. Along with gold, the luster of silver has also increased. Gold has...

મંગળવારે સોનાએ તેની વિક્રમી ઊંચી સપાટી (ગોલ્ડ પ્રાઇસ) પાર કરી હતી. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) અનુસાર 10 ગ્રામ સોનાની કિંમત 458 રૂપિયા વધીને 61,895 રૂપિયા થઈ ગઈ છે. અગાઉ 4 મેના રોજ સોનાની કિંમતમાં જોરદાર ઉછાળો આવ્યો હતો અને તે પછી તે 10 ગ્રામ દીઠ રૂ. 61,646ની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. સોનામાં ઉછાળાના કારણ અંગે નિષ્ણાંતોએ જણાવ્યું છે કે શેરબજારમાં વધઘટને કારણે સોનાને ટેકો મળી રહ્યો છે. સોનાની કિંમતમાં વધુ વધારો થશે અને શેરબજારમાં વધઘટને કારણે આગામી એક વર્ષમાં સોનાની કિંમત 67 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી જઈ શકે છે.

IND Vs AUS: Maxwell storms, Australia beat India by 5 wickets in thriller, Rituraj's century in the water

ત્રીજી T20માં ઓસ્ટ્રેલિયાએ ભારતને હરાવીને સિરીઝ જીવંત રાખી છે. રોમાંચક મેચમાં ઓસ્ટ્રેલિયાએ ત્રીજી ટી-20માં ભારતને 5 વિકેટે હરાવ્યું હતું. ગ્લેન મેક્સવેલે 48 બોલમાં 104 રનની અણનમ ઈનિંગ રમીને ઓસ્ટ્રેલિયાને હારેલી મેચ જીતાડી હતી. કાંગારૂઓએ છેલ્લા બોલ પર 223 રનના વિશાળ ટાર્ગેટ પૂરો કર્યો હતો. મેક્સવેલે છેલ્લા બોલે ફોર મારીને મેચ જીતાડી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ