બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / પાન-મસાલા, સિગારેટ અને ગુટખા મોંઘા થશે, આ વસ્તુઓ પર લાગશે 40 ટકા GST

નેશનલ / પાન-મસાલા, સિગારેટ અને ગુટખા મોંઘા થશે, આ વસ્તુઓ પર લાગશે 40 ટકા GST

Last Updated: 12:20 AM, 4 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

GSTમાં ટેક્સના બે જ સ્લેબ રહેશે: 5% અને 18%. આ નિર્ણયથી 12% અને 28% ના વર્તમાન સ્લેબ નાબૂદ થશે. જોકે, કેટલીક હાનિકારક અને સુપર લક્ઝરી વસ્તુઓ પર 40% નો ઊંચો કર લાગુ પડશે.

GST કાઉન્સિલની 56મી બેઠકમાં એક મહત્વનો પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત હવે GST હેઠળ માત્ર બે જ ટેક્સ સ્લેબ રહેશે: 5% અને 18%. આ નિર્ણયથી વર્તમાન 12% અને 28% ના સ્લેબ નાબૂદ થશે. આ સ્લેબમાં આવતી મોટાભાગની વસ્તુઓને 5% અને 18% ના નવા સ્લેબમાં સમાવી લેવામાં આવશે, જે સામાન્ય જનતા માટે મોટી રાહત સમાન છે. આ પરિવર્તન ક્યારથી અમલમાં આવશે તે અંગેની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી.

ચોક્કસ વસ્તુઓ પર 40% નો ઊંચો કર

જોકે, કેટલાક ચોક્કસ ઉત્પાદનો માટે ઊંચો ટેક્સ રેટ લાગુ કરવામાં આવશે. આમાં, હાનિકારક અને સુપર લક્ઝરી વસ્તુઓ પર 40% નો ઊંચો કર લાદવા પર સર્વસંમતિ સધાઈ છે. આ વસ્તુઓમાં પાન મસાલા, સિગારેટ, તમાકુના ઉત્પાદનો, કાર્બોનેટેડ પીણાં, સુપર લક્ઝરી કાર, એરક્રાફ્ટ અને ફાસ્ટ ફૂડનો સમાવેશ થાય છે. આ 40% ના કર ઉપરાંત, આ વસ્તુઓ પર કોઈ વધારાનો સરચાર્જ કે સેસ લાગુ કરવામાં આવશે નહીં.

વધુમાં વાંચો: રાજકોટની 8 સ્કૂલોને તાળા મારી દેવાયા, DEO આકરા પાણીએ, સામે આવ્યું ચોંકાવનારું લિસ્ટ

સામાન્ય માણસને ફાયદો

નાણા મંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી છે. 12% અને 28% ના સ્લેબને નાબૂદ કરીને, સામાન્ય ઉપયોગની વસ્તુઓ પરનો કર ભાર ઘટાડવાનો હેતુ છે. આ ફેરફારોથી વસ્તુઓની કિંમતોમાં સ્થિરતા આવશે અને કર પ્રણાલી વધુ સરળ બનશે. સરકારનું આ પગલું નાગરિકો માટે આર્થિક રાહત અને પારદર્શિતા લાવવામાં મદદ કરશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Nirmala Sitharaman GST on Pan Masala GST Council
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ