બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 4 students killed in stampede at CUSAT University in Kochi, Kerala

કેરલ / મ્યુઝિક કોન્સર્ટમાં અચાનક જ આવ્યો વરસાદ અને એકબીજા પર ચઢીને ભાગ્યા વિદ્યાર્થીઓ...: નાસભાગમાં ચારના મોત

Published By: Dinesh Chaudhary

Last Updated: 10:24 AM, 26 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

cusat kochi university: નાસભાગમાં જીવ ગુમાવનારા ચાર વિદ્યાર્થીઓમાં 2 છોકરા અને 2 છોકરીઓ છે, જ્યારે બે વિદ્યાર્થીનીઓની હાલત નાજુક હોવાનું કહેવાય છે

  • કેરલના કોચીમાં યુનિવર્સિટીમાં નાસભાગ મચી
  • નાસભાગમાં 4 વિદ્યાર્થીઓના કમકમાટી ભર્યા મોત
  • 64 વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે

કેરળના કોચીમાં આવેલી CUSAT યુનિવર્સિટીમાં શનિવારે થયેલા દુર્ઘટનામાં દેશને ચોંકાવી દીધો હતો. આ દુર્ઘટના એક સંગીત કાર્યક્રમ દરમિયાન થઈ હતી, જેનું કારણ વરસાદ હોવાનું કહેવાય છે. યુનિવર્સિટીમાં નાસભાગમાં ચાર વિદ્યાર્થીઓના મોત થયા હતા. જ્યારે 64 વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે કહ્યું કે, આ અકસ્માત નિખિતા ગાંધીના કોન્સર્ટ દરમિયાન થયો હતો. કેરળ સરકારે કોચી યુનિવર્સિટીમાં થયેલી નાસભાગની આ ઘટનામાં વાઈસ ચાન્સેલર અને પ્રિન્સિપલ સેક્રેટરી પાસેથી તપાસ રિપોર્ટ માંગ્યો છે.

ચાર વિદ્યાર્થીઓના મોત
જાણવા મળ્યું છે કે, યુનિવર્સિટી કેમ્પસમાં ઓપન એર ઓડિટોરિયમમાં મ્યુઝિક કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે, ઘાયલોની સારવાર માટે કલામસેરી મેડિકલ કોલેજમાં વ્યવસ્થા કરવામાં આવી છે. નાસભાગમાં જીવ ગુમાવનારા ચાર વિદ્યાર્થીઓમાં 2 છોકરા અને 2 છોકરીઓ છે. જ્યારે બે વિદ્યાર્થીનીઓની હાલત નાજુક હોવાનું કહેવાય છે. પ્રાથમિક માહિતી મુજબ જ્યારે વરસાદ શરૂ થયો ત્યારે પાછળના વિદ્યાર્થીઓ આગળની તરફ દોડવા લાગ્યા હતા આ દરમિયાન નાસભાગ મચી ગઈ હતી. આ પછી સ્થિતિ કાબૂ બહાર થઈ ગઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે નાસભાગમાં 64 વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. જેમાંથી 46 ઘાયલોને કલામસેરી મેડિકલ કોલેજમાં અને 18 ઘાયલોને કિન્ડર હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

નાસભાગ મચી હતી
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, પ્રાથમિક અહેવાલ મુજબ અચાનક વરસાદને કારણે બાજુ પર ઉભા રહેલા લોકો ભારે વરસાદથી બચવા માટે એક બાજુ ભાગ્ય ગયા હતા. જેના કારણે સીડીઓ પર ઉભેલા લોકો નીચે પડી ગયા અને લોકો તેમની ઉપરથી પસાર થઈ રહ્યા હતા. 

વાઈસ ચાન્સેલરે શું કહ્યું? 
વાઈસ ચાન્સેલર ડો.શંકરએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીમાં આયોજિત ટેક ફેસ્ટમાં મ્યુઝિક કોન્સર્ટનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. અન્ય કોલેજોના વિદ્યાર્થીઓ પણ તેમાં ભાગ લેવા આવ્યા હતા. કમનસીબે ભીડ ઘણી મોટી હતી અને વરસાદ પડી રહ્યો હતો. આ દરમિયાન સીડી પાસે કેટલીક સમસ્યા સર્જાઈ હતી અને કેટલાક વિદ્યાર્થીઓ પડી ગયા હતા. મ્યુનિસિપલ કાઉન્સિલર પ્રમોદે જણાવ્યું હતું કે, એક જ ગેટથી એક્ઝિટ અને એન્ટ્રીને કારણે નાસભાગ મચી ગઈ હતી. વિદ્યાર્થીઓ એક જ ગેટથી અંદર પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જે વિદ્યાર્થીઓ પ્રવેશ કરી રહ્યા હતા.  

મંત્રી પિનરાઈ વિજયને શું જણાવ્યું
પિનરાઈ વિજયને જણાવ્યું હતું કે કલામસેરી કુસૈટ કેમ્પસમાં ટેક ફેસ્ટ દરમિયાન અકસ્માતમાં 4 વિદ્યાર્થીઓના દુઃખદ મૃત્યુ થયા છે. શનિવારે રાત્રે 8:30 વાગ્યે કોઝિકોડના સરકારી ગેસ્ટ હાઉસમાં સીએમ પિનરાઈ વિજયનની અધ્યક્ષતામાં મંત્રીઓની ઈમરજન્સી બેઠક યોજાઈ હતી. દુર્ઘટના બાદ રવિવારના તમામ કાર્યક્રમો રદ્દ કરી દેવામાં આવ્યા છે. ઉદ્યોગ પ્રધાન પી. રાજીવ અને ઉચ્ચ શિક્ષણ મંત્રી ડૉ. આર. બિંદુને કલામાસેરીની મુલાકાત લેવાની જવાબદારી સોંપવામાં આવી છે. દુર્ઘટના બાદ ગવર્નર આરિફ મોહમ્મદ ખાને જણાવ્યું હતું કે કોચીન યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીમાં નાસભાગમાં 4 વિદ્યાર્થીઓના દુ:ખદ મૃત્યુ વિશે જાણીને તેઓને ખૂબ જ આઘાત અને દુઃખ થયું છે. તેમના પરિવારજનો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના અને ઘાયલો જલ્દી સાજા થાય તેવી પ્રાર્થના
 

સંકળાયેલા મુદ્દાઓ

4 વિદ્યાર્થીઓના મોત CUSAT યુનિવર્સિટીમાં દુર્ઘટના cusat kochi university કેરલ ન્યૂઝ નાસભાગ મચી CUSAT University news

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ