બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / Technology / ટેક અને ઓટો / આગામી અઠવાડિયે લોન્ચ થશે 4 સ્માર્ટફોન, iPhone 17e સિવાય કયા આવશે ફોન?

ટેક / આગામી અઠવાડિયે લોન્ચ થશે 4 સ્માર્ટફોન, iPhone 17e સિવાય કયા આવશે ફોન?

Nirav Kumar

Last Updated: 11:07 PM, 15 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

16 થી 20 ફેબ્રુઆરી દરમિયાન ચાર નવા ફોન લોન્ચ થવાના છે. જેમાં ગૂગલ, વિવો, ઇન્ફિનિક્સ અને એપલ જેવી કંપનીના નવા ફોન લોન્ચ થશે.

ફેબ્રુઆરીના ત્રીજા અઠવાડિયામાં એટલે કે, આવતા અઠવાડિયે 16 થી 20 ફેબ્રુઆરી દરમિયાન ગૂગલ, વિવો, ઇન્ફિનિક્સ અને એપલ નવા ડિવાઇસ લોન્ચ થશે. આ વખતે અલ્ટ્રા-પ્રીમિયમ સેગમેન્ટ પર ફોક્સ કરવામાં આવશે નહીં, પરંતુ મિડ-રેન્જ અને અપર-મિડ-રેન્જ સેગમેન્ટ પર ફોક્સ કરવામાં આવશે.

આ યાદીમાં Pixel 10a, Infinix Note Edge, Vivo V70 સિરીઝ અને iPhone 17e જેવા ફોનનો સમાવેશ થાય છે જે નવી ડિઝાઇન, મોટી બેટરી અને નવીનતમ ચિપસેટ્સ સાથે આવી શકે છે. કિંમત અને ફીચરની દ્રષ્ટિએ આ અઠવાડિયું ટેક પ્રેમીઓ માટે મહત્વનું રહેશે.

  • Google Pixel 10a
    ગુગલ 18 ફેબ્રુઆરીએ પિક્સેલ 10a લોન્ચ કરે તેવી અપેક્ષા છે અને તે ફ્લિપકાર્ટ પર એક્સક્લુઝિવ હોઈ શકે છે. ડિઝાઇનની દ્રષ્ટિએ તેમાં ફ્લેટ એજ અને બુલેટ આકારનો કેમેરા મોડ્યુલ હોવાની અપેક્ષા છે. લીક્સ સૂચવે છે કે તેમાં ટેન્સર G4 ચિપસેટ, 6.2-ઇંચ FHD+ AMOLED ડિસ્પ્લે અને 120Hz રિફ્રેશ રેટ હોઈ શકે છે.

આ ફોનમાં 48MP અને 13MP ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ અને 13MP ફ્રન્ટ કેમેરા હોવાની અપેક્ષા છે. 23W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 5,100mAh બેટરી પણ અપેક્ષિત છે. સૌથી મોટો ફેરફાર એન્ડ્રોઇડ 16 સાથે આઉટ-ઓફ-ધ-બોક્સ સોફ્ટવેર હોવાની અપેક્ષા છે. યુરોપમાં તેની કિંમત લગભગ 500 યુરો હોવાનું જાણવા મળ્યું છે, મતલબ કે, ભારતમાં તેની કિંમત 50,000 યુરોથી વધુ હોવાની શક્યતા છે.

  • Infinix Note Edge
    Infinix Note Edge પણ 18 ફેબ્રુઆરીએ બપોરે 12 વાગ્યે લોન્ચ થશે અને ફ્લિપકાર્ટ પર પણ ઉપલબ્ધ થશે. ફોનની સૌથી મોટી ખાસિયત તેની વક્ર AMOLED ડિસ્પ્લે છે, જે 6.78 ઇંચ માપશે અને 1.5K રિઝોલ્યુશન સાથે આવશે. 120Hz રિફ્રેશ રેટ અને 4,500 nits સુધીની પીક બ્રાઇટનેસ તેને અનોખી બનાવે છે.

ફોનમાં MediaTek Dimensity 7100 ચિપસેટ, 8GB સુધીની RAM અને 50MP કેમેરા હોવાની અપેક્ષા છે. મોટી 6,500mAh બેટરી અને 45W ફાસ્ટ ચાર્જિંગ તેને લાંબા સમય સુધી ચાલતુ ડિવાઈઝ બનાવવાની અપેક્ષા છે. IP65 રેટિંગ અને JBL ટ્યુન કરેલા સ્પીકર્સ તેને એક મજબૂત અને મલ્ટીમીડિયા-ફ્રેન્ડલી ઓપ્શન બનાવે છે. કિંમત 25,000 રૂપિયાથી ઓછી હોવાની અપેક્ષા છે.

vtv app promotion
  • Vivo V70 સિરીઝ
    Vivo 19 ફેબ્રુઆરીએ V70 અને V70 Elite લોન્ચ કરશે. બંનેમાં 6.59-ઇંચ 1.5K OLED ડિસ્પ્લે, 120Hz રિફ્રેશ રેટ અને 5,000 nits સુધીની બ્રાઇટનેસ હોવાની અપેક્ષા છે. ડિઝાઇન IP68 અને IP69 રેટિંગ સાથે સપાટ ધાર અને મજબૂતાઈ પણ આપશે.

V70 માં Snapdragon 7 Gen 4 ચિપસેટ હોવાની અપેક્ષા છે જ્યારે V70 Elite માં Snapdragon 8s Gen 3 હોવાની શક્યતા છે. 6,500mAh બેટરી અને 90W ફાસ્ટ ચાર્જિંગ તેને પાવરફુલ બનાવે છે. તેની શરૂઆતની કિંમત 45,999 થી 51,999 રૂપિયા સુધીની હોવાની શક્યતા છે. કંપની 6 વર્ષનો સોફ્ટવેર સપોર્ટનો દાવો કરી રહી છે, જે આ સેગમેન્ટમાં એક મુખ્ય પ્લસ પોઈન્ટ છે.

  • iPhone 17e
    iPhone 17e પણ 19 ફેબ્રુઆરીએ લોન્ચ થવાની શક્યતા છે. તેમાં 6.1-ઇંચ OLED ડિસ્પ્લે અને ડાયનેમિક આઇલેન્ડ ફીચર હોઈ શકે છે, જોકે રિફ્રેશ રેટ 60Hz હોવાની અપેક્ષા છે. ફોનમાં 48MP સિંગલ રીઅર કેમેરા હોઈ શકે છે, જે Apple ની Telephoto Fusion ટેકનોલોજી દ્વારા સપોર્ટેડ છે.

વધુ વાંચો : માર્ચમાં કરશે ધમાકો Nothing, 144Hz ડિસ્પ્લે અને 50MP કેમેરા સાથે આવશે બે ફોન

તેમાં A19 ચિપસેટ પાવર્ડ  હોઈ શકે છે જેનો ઉપયોગ iPhone 17 સીરીઝમાં પણ થાય છે. MagSafe સપોર્ટ અને iOS 26 સાથે, આ ફોન પરફોર્મન્સની દ્રષ્ટિએ એક મજબૂત ઓપ્શન સાબિત થઈ શકે છે. અમેરિકામાં તેની કિંમત 599 યુરોથી શરૂ થવાની ધારણા છે, જ્યારે ભારતમાં તેની શરૂઆતની કિંમત લગભગ 59,900 રૂપિયા હોવાની ધારણા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

New Launch Infinix Note Edge iPhone 17e
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ