બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / વિશ્વ / 4 hour meeting between Putin and Kim Jong Un, eyes from America to the world, know what was discussed..

આખી દુનિયાની નજર / પુતિન અને ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન વચ્ચે મુલાકાત, 4 કલાક બેઠક, સાથે લંચ, જાણો બંને વચ્ચે શું થઈ વાતચીત

Pravin Joshi

Last Updated: 08:19 PM, 13 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર કોરિયાના સરમુખત્યાર રશિયાની મુલાકાતે છે. તેઓ તેમની સ્પેશિયલ ટ્રેન દ્વારા પહોંચ્યા છે. તેઓ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળ્યા હતા.

  • ઉત્તર કોરિયાના સરમુખત્યારની પુતિન સાથે મુલાકાત
  • બંને નેતાઓની આ મુલાકાત વોસ્ટોશિની શહેરમાં થઈ 
  • વોસ્ટોશિનીમાં બંને દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સામ-સામે બેઠક કરી 

ઉત્તર કોરિયાના સરમુખત્યાર રશિયાની મુલાકાતે છે. તેઓ તેમની સ્પેશિયલ ટ્રેન દ્વારા પહોંચ્યા છે. તેઓ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને મળ્યા હતા. બંને નેતાઓની આ મુલાકાત વોસ્ટોશિની શહેરમાં થઈ હતી. બેઠક બાદ એક નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં બંને નેતાઓ વચ્ચેની વાતચીતની માહિતી આપવામાં આવી હતી. રશિયાના વોસ્ટોચનીમાં એક સમિટ ચાલી રહી છે, આ બે પરમાણુ સશસ્ત્ર દેશોની સમિટ છે. જો પશ્ચિમની વાત માનીએ તો રશિયા અને ઉત્તર કોરિયા સમગ્ર વિશ્વના ભવિષ્ય માટે ખતરો છે. બુધવારે વોસ્ટોશિનીમાં આ બંને દેશોના રાષ્ટ્રાધ્યક્ષો સામ-સામે બેઠક કરી હતી. બંને દેશો જૂના સાથી છે પરંતુ રશિયા-યુક્રેન યુદ્ધના કારણે વ્લાદિમીર પુતિન અને કિમ જોંગ વચ્ચેની વાતચીત પર આખી દુનિયાની નજર હતી.

સ્પેશિયલ ટ્રેનમાં રશિયા પહોંચ્યા 

ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ પોતાની સ્પેશિયલ ટ્રેનમાં રશિયા પહોંચ્યા હતા. રશિયામાં તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું. વોસ્ટોશિનીમાં મીટિંગ સ્થળના ગેટ પર પુતિને પોતે કિમ જોંગનું સ્વાગત કર્યું હતું. બંને નેતાઓએ હાથ મિલાવ્યા અને પછી બંને બેઠક માટે રવાના થયા. પુતિન અને કિમ જોંગ વચ્ચે સૈન્ય અને અન્ય સંવેદનશીલ મુદ્દાઓને લઈને વાતચીત થઈ હતી. બંને નેતાઓ વચ્ચેની વાતચીત બાદ દસ્તાવેજો પર હસ્તાક્ષર કરવાની કોઈ યોજના નથી. પુતિન અને કિમ જોંગ ચાર કલાક સુધી સાથે રહ્યા હતા. ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેશકોવે પુતિન-કિમ બેઠક પર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આ બેઠક સાર્થક રહી. કિમનું રશિયા આવવું એક મોટી વાત છે. બંને દેશો વિવિધ ક્ષેત્રોમાં સાથે મળીને કામ કરવા સંમત થયા હતા. રશિયા ઉત્તર કોરિયા સાથે અંતરિક્ષમાં સહયોગ કરશે. રશિયાની મુલાકાત દરમિયાન કિમ જોંગે વિઝિટર બુકમાં રશિયાના વખાણ લખ્યા હતા. કિમ જોંગે પોતાની સ્થાનિક ભાષામાં લખ્યું. અંતે તેણે સહી પણ કરી લીધી. કિમ જોંગે વિઝિટર બુકમાં લખ્યું છે કે પ્રથમ અવકાશ સંશોધકોને જન્મ આપવા બદલ રશિયાનું ગૌરવ અમર રહેશે.

કિમ જોંગ ઉન રશિયામાં છે અને બુધવારે સવારે ઉત્તર કોરિયાએ બે મિસાઈલનું પરીક્ષણ કર્યું 

  • પશ્ચિમી દેશોને સંદેશ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે
  • કિમની ગેરહાજરી બાદ પણ મિસાઈલ કાર્યક્રમ ચાલુ રાખવાનો સંદેશ
  • હુમલાના કિસ્સામાં બદલો લેવાની ક્ષમતા
  • રશિયાને આ સંદેશ આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે અમે કોઈથી ઓછા નથી

પુતિન અને કિમની મુલાકાતની ખાસ વાતો...

  • ચાર-પાંચ કલાક સુધી વાતચીત ચાલી
  • બંને દિગ્ગજોએ સાથે લંચ કર્યું
  • પુતિન અને કિમે રશિયા-યુક્રેન યુદ્ધ, યુરોપ અને કોરિયન દ્વીપકલ્પની સ્થિતિ અંગે ચર્ચા કરી હતી.
  • કિમે પુતિન સાથે રશિયા સાથે વ્યૂહાત્મક અને પરમાણુ સહયોગ અંગે ચર્ચા કરી હતી
  • કિમ રશિયા સાથે લાંબા ગાળાના સંબંધો ઈચ્છે છે
  • પુતિને કહ્યું કે કિમ રશિયા સાથે તેના પિતા અને દાદાની જેમ જ વિશ્વાસપાત્ર સંબંધો બનાવવા માંગે છે.
  • પુતિન અને કિમ શાંતિ, સમૃદ્ધિ અને સુરક્ષા માટે સાથે આવ્યા છે
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ