બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / 33 years of ramanand sagar ramayan many people played ram character smiti irani also played sita role

ખુલાસો / જ્યારે સ્મૃતિ ઈરાની બન્યાં હતા સીતા, બસ એ સીરિયલના 'રામ' અરુણ ગોવિલને આપી શક્યા હતા ટક્કર

Published By: Krupa

Last Updated: 08:45 PM, 7 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં 80-90ના દશકોને બદલાવના રૂપમાં જોવામાં આવે છે. આ દરમિયાન લોકોને એક નવી દુનિયા જોવા મળી. આ દુનિયાના સમાનાંતર ભારતમાં પણ ખૂબ બદલાઇ ગયું છે. એ દરમિયાનમાં દેશને સૌથી જાણીતો શો રામાયણ મળ્યો. કહેવામાં આવે છે કે એ સમયે એવી સ્થિતિ હતી કે રામાયણ પ્રસારણ સમયે રસ્તા પર કર્ફ્યૂ જેવી હાલત થઇ જતી હતી. આજે અમે તમને છેલ્લા 33 વર્ષમાં રામ અને રાવણના કિરદાર નિભાવનાર મુખ્ય કલાકારોથી અવગત કરાવવા જઇ રહ્યા છીએ.

રામાયણ (1987)
રામાનંદ સાગરની આ રામાયણ આજ સુધી ટીવી પર સૌથી વધારે પસંદ કરવામાં આવેલી રામાયણમાં એક છે. આ શો માં રામનું કિરદાર અરુણ ગોવિલ તો રાવણના રૂપમાં અરવિંદ ત્રિવેદીએ ધૂમ મચાવી હતી. સીતાનું કિરદાર દીપિકા ચિખલિયા, લક્ષ્મણનું કિરદાર સુનીલ લહેરી અને હનુમાનનું કિરદાર દારા સિંહ નિભાવતા હતા. આ શો ના સમયે લોકોમાં ઉત્સાહ એટલો હતો કે એના પ્રસારણ સમયે રસ્તા ખાલી થઇ જતા હતા. 82% વ્યૂઅરશિપ એની હતી. આજે પણ આશરે 30 વર્ષ બાદ પણ લોકો એને પોતાના પરિવારની સાથે બેસીને જોવે છે. 

રામાયણ (2001-2002)
બળદેવ રાજ ચોપડા અને રવિ ચોપડાના નિર્દેશનમાં બનેલા આ શો માં નીતિશ ભારદ્વાજે રામનું કિરદાર તો સુરિંદર પાલે રાવણનું કિરદાર નિભાવ્યું હતું. ઝી ટીવીના આ શો માં સ્મૃતિ ઇરાનીએ સીતાનું કિરદાર તો ગજેન્દ્ર ચૌહાણે દશરથનું કિરદાર નિભાવ્યું. ગત રામાયણની જેટલી એને ટીઆરપી મળી નહતી જો કે એને પણ લોકો દ્વારા પ્રેમ મળ્યો. 

રાવણ (2005)
આ શો માં રામનું કિરદાર દિવાકર પુંડીરે તો રાવણના રૂપમાં નરેન્દ્ર ઝા નજરે આવ્યા. વર્ષ 2006માં ઝી ટીવી પર ટીવી સીરિયલ રાવણની શરૂઆત થઇ. આ શો રામાયણ પર જ આધારિત હતો પરંતુ એને રાવણના દ્રષ્ટિકોણથી બનાવવામાં આવી હતી. આ શો માં દર્શકોને એવું દેખાડવામાં આવ્યું કે રાવણ, લંકાપતિ રાવણ કેવી રીતે બન્યો. શિવભક્ત હોવા છતાં એની અંદર અંહકારનું ઘર કેવી રીતે થયું. કેવી રીતે એ બીજા પર અત્યાચાર કરવા લાગ્યો. આ શો ની ત્રણ સીઝન પ્રસારિત કરવામાં આવી જેના કુલ 105 એપિસોડ હતા. 

રામાયણ (2008)
નવા ક્લેવર સાથે બનાવવામાં આવેલી રામાયણમાં ગુરમીત ચૌધરી રામના કિરદારમાં તો અખિલેશ મિશ્રા રાવણનો રોલ પ્લે કર્યો હતો. આ રામાયણને ખુદ રામાનંદ સાગરના પુત્ર આનંદ સાગરે બનાવી હતી. 

રામાયણ (2012)
ઝી ટીવી પર વર્ષ 2012માં ફરીથી એક વખત રામાયણ લોકોની સામે પ્રસ્તુત કરવામાં આવી. આ શો થી લોકોને ઘણી આશા હતી જો કે આ વખતે શો લોકો દ્વારા નકારી દેવામાં આવ્યો હતો. આ શો ક્યારે આવ્યો ક્યારે જતો રહ્યો ખબર પણ પડી નહીં. 

રામ સિયાના લવકુશ (2019)
શો નું પ્રસારણ આ વર્ષે ફેબ્રુઆરીમાં બંઘ થયું છે. આ શો માં રામ સીતા અને લવ કુશને મુખ્ય તરીકે દેખાડવામાં આવ્યા હતા. જો કે જ્યાં પમ રામનો ઉલ્લેખ થાય છે ત્યાં રાવણનું નામ પણ હોય છે. શો માં રામનું કિરદાર હિમાંશુ સોનીએ તો શાલીન ભનોટે રાવણનો રોલ પ્લે કર્યો હતો. આ શો 5 ઑગસ્ટ 2019થી 10 ફેબ્રુઆરી 2020 સુધી કલર્સ ટીવી પર પ્રસારિત થયો. જેના કુલ 141 એપિસોડ્સ ટેલિકાસ્ટ થયા. 

સંકળાયેલા મુદ્દાઓ

Entertainment Ramayan રામાનંદ સાગર રામાયણ રાવણ સીતા સ્મૃતિ ઇરાની entertainment

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ