બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / 33 crore scam mastermind Tyagavallabh Swami still far from arrest at Rajkot's intimate university

યુનિવર્સિટી કૌભાંડ / સ્વામીના નામમાં જ 'ત્યાગ' પણ વૃત્તિ લઈ લેવાની, મૂળ નામ વિનુ પટેલ, 1974માં લીધી હતી દીક્ષા, હવે પોલીસના ચોપડે ફરાર

Malay

Last Updated: 01:48 PM, 25 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot News: રાજકોટની આત્મીય યુનિવર્સિટીમાં 33 કરોડના કૌભાંડના મુખ્ય સૂત્રધાર ત્યાગવલ્લભ સ્વામી હજુ પણ ધરપકડથી દૂર છે. ત્યાગવલ્લભ સ્વામી પર આરોપ છે કે તેમણે ચેરિટીમાં મળેલી રકમનો ઉપયોગ પોતાના અંગત કાર્યોમાં કર્યો છે.

  • રાજકોટની આત્મીય યુનિવર્સિટીમાં 33 કરોડનું કૌભાંડ
  • રાજકોટ આત્મીય યુનિવર્સિટીમાં ખાતા કૌભાંડ
  • કૌભાંડના મુખ્ય સૂત્રધાર ત્યાગવલ્લભ સ્વામી ધરપકડથી દૂર
  • ત્યાગવલ્લભ સ્વામી સહીત 4 સામે ફરિયાદ

આત્મીય યુનિવર્સિટીમાં કૌભાંડના મામલાએ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ભારે ચર્ચા જગાવી દીધી છે. રાજકોટની આત્મીય યુનિવર્સિટીમાં 33 કરોડના કૌભાંડ મામલે તાલુકા પોલીસ સ્ટેશનમાં ત્યાગવલ્લભ સ્વામી સહિત 4 સામે ફરિયાદ નોધાઈ છે. કૌભાંડના મુખ્ય સૂત્રધાર ત્યાગવલ્લભ સ્વામી હજુ પણ ધરપકડથી દૂર છે. ત્યાગવલ્લભ સ્વામી અને સમીર વૈદ્યએ આગોતરા જામીન અરજી મૂકી છે. ત્યાગવલ્લભ સ્વામીની જામીન અરજી પર આવતીકાલે સુનાવણી હાથ ધરાશે. યુનિવર્સિટીમાં કૌભાંડને લઈ પોલીસની કાર્યવાહી પર સવાલ ઉઠી રહ્યા છે. પોલીસની ધીમી કાર્યવાહીથી આરોપીઓને ફરાર થવાનો સમય મળ્યો હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. ત્યારે જાણીએ કે કોણ છે ત્યાગવલ્લભ સ્વામી અને ક્યારે લીધી હતી દીક્ષા? 

કોણ છે ત્યાગવલ્લભ સ્વામી? 
ત્યાગવલ્લભ સ્વામીનું મૂળ નામ વિનુભાઈ ગોરધનભાઈ પટેલ છે, તેઓ ભરૂચ પાસેના અવિધા ગામના વતની છે. તેમનો જન્મ 23 ઓક્ટોબર 1952ના રોજ થયો હતો. ત્યાગવલ્લભ સ્વામીએ 1974 સ્વામિનારાયણ પરંપરા પ્રમાણે પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજ પાસે દીક્ષા લીધી હતી અને ત્યારબાદ તેઓ યોગી ડિવાઇન સોસાયટીમાં અલગ-અલગ આધ્યાત્મિક સામાજિક અને શૈક્ષણિક સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાઈ ગયા હતા.

ત્યાગવલ્લભ સ્વામી

શૈક્ષણિક પરિષદના વિકાસની સોંપાઈ હતી જવાબદારી
વર્ષ 1985-86માં રાજકોટ ખાતે આવેલી શૈક્ષણિક પરિષદ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજને સમર્પિત થઈ, તેના વિકાસની જવાબદારી ત્યાગવલ્લભ સ્વામીને સોંપવામાં આવી હતી. જે બાદ રાજકોટના કાલાવડ રોડ ખાતે કોલેજ શરૂ કરવામાં આવી, જે યુનિવર્સિટીમાં પરિણમી હતી. સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ માટે કેમેસ્ટ્રી વગેરે સૌપ્રથમ શિક્ષા ત્યાગવલ્લભ સ્વામીએ શરૂ કરાવી હતી. ગુજરાતમાં BCA અને BSCITની સર્વ પ્રથમ શરૂઆત ત્યાગવલ્લભ સ્વામીના નેજા હેઠળ કરવામાં આવી હતી. 

માતા-પિતા કરતા હતા ખેતી
ત્યાગવલ્લભ સ્વામીને ચાર જેટલા ભાઈઓ છે, જેમાં બે કે ત્રણ તો અમેરિકામાં વસવાટ કરે છે, બે બહેનો છે. તેમના માતા-પિતા ખેતી કરતા જ્યારે ત્યાગવલ્લભ સ્વામીએ વલ્લભ વિદ્યાનગર સરદાર પટેલમાં બીએસસીનો અભ્યાસ પણ કર્યો હોવાનું જાણવા મળે છે.

શું છે આખો કેસ?
રાજકોટની આત્મીય યુનિવર્સિટીમાં 33 કરોડના કૌભાંડમાં સ્વામીનારાયણ સંપ્રદાયના સંત ત્યાગવલ્લભ સ્વામીની મુશ્કેલીઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. હરિધામ સોખડાના ત્યાગવલ્લભ સ્વામી સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. તેમના પર આરોપ છે કે તેમણે ચેરિટીમાં મળેલી રકમનો ઉપયોગ અંગત હેતુ માટે કર્યો હતો. સ્વામિનારાયણ સંપ્રદાયના સંત ત્યાગ વલ્લભ સ્વામી પર 32.26 કરોડ રૂપિયાના કૌભાંડનો આરોપ છે. હરિધામ સોખડા સાથે સંકળાયેલા ત્યાગવલ્લભ સ્વામી પર 20 બેંક ખાતા દ્વારા આ છેતરપિંડી કરવાનો આરોપ છે. આ સમગ્ર કૌભાંડ રાજકોટ સ્થિત આત્મીય યુનિવર્સિટી સાથે સંબંધિત છે. 

સ્વામી કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને ફરાર
પોલીસના જણાવ્યા અનુસાર, સ્વામી કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને ફરાર થઈ ગયા છે. આ મામલામાં કુલ ચાર લોકો વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. રાજકોટ પોલીસના જણાવ્યા મુજબ ત્યાગ વલ્લભ સ્વામીની શોધખોળ ચાલી રહી છે. ઘણા દાયકાઓ પહેલા હરિપ્રસાદ સ્વામી, જેઓ સ્વામી નારાયણ સંપ્રદાયના એક મહત્વપૂર્ણ સંત હતા. તેમણે હરિધામ સોખડાને અલગ કરીને સ્થાપના કરી હતી. ત્યાગવલ્લભ સ્વામી હરિધામથી સોખડા સાથે જોડાયેલા છે.

20 લોકોના નામે ખાતા ખોલાવી કૌભાંડ આચરાયું
પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે સ્વામીએ 20 લોકોના નામે ખાતા ખોલાવીને ફર્જિવાડાને અંજામ આપ્યો હતો. ત્યાગવલ્લભ સ્વામી પર આરોપ છે કે તેમણે ચેરિટીમાં મળેલી રકમનો ઉપયોગ પોતાના અંગત કાર્યોમાં કર્યો છે. સેવકો વતી આ આક્ષેપ કરવામાં આવ્યો છે. આટલું જ નહીં ત્યાગવલ્લભ સ્વામી પર એવા આરોપો છે કે તેમણે મનસ્વી રીતે કામ કર્યું અને પોતાના હિસાબે ફંડનો ખર્ચ કર્યો. ત્યાગવલ્લભ સ્વામીએ નાણાકીય વ્યવહારો માટે લગભગ 20 ખાતા ખોલ્યા હતા. એટલું જ નહીં આ તમામ ખાતા સત્સંગીઓના નામે હોવાનું બહાર આવ્યું છે. જેમાંથી 9 બેંક ખાતા મહિલા સત્સંગીઓના નામે હોવાનું બહાર આવ્યું છે. 

પોલીસ કરી રહી છે સમગ્ર મામલાની તપાસ
આરોપ છે કે તેમણે આ તમામ બેંક ખાતા અને જમીનના દસ્તાવેજો પોતાની પાસે રાખ્યા છે. રાજકોટ પોલીસના એસીપી સાઉથ ઝોન બી.જે.ચૌધરીના જણાવ્યા મુજબ પ્રાથમિક તપાસમાં કૌભાંડ આચરાયું હોવાનું બહાર આવ્યું છે. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે. તપાસમાં સામે આવ્યું છે કે ત્યાગવલ્લભ સ્વામીએ સત્સંગના નામે 20 બેંક ખાતા ખોલાવ્યા હતા. સાધ્વીના નામે 9 ખાતા હોવાની આશંકા છે. ત્યાગવલ્લભ સ્વામીએ આગોતરા જામીન માટે અરજી કરી હોવાનું પણ સામે આવ્યું છે. 26/6 એટલે કે સોમવારે કોર્ટમાં આ અંગે સુનાવણી હાથ ધરાશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ