બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / ગુજરાત / અમદાવાદ / 31st December celebrations under restrictions in ahmedabad delhi chennai mumbai across the cities of india

31st December / ન્યુ યર પાર્ટી કરવાનું પ્લાનિંગ હોય તો માંડી વાળજો! અમદાવાદ પોલીસની ક્રિએટિવ ચેતવણી, દેશભરમાં પ્રતિબંધો

Mayur

Last Updated: 02:58 PM, 31 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે જે લોકો નવા વર્ષની ઉજવણી કરવાનું વિચારી રહ્યા હોય તેમના માટે આ મહત્વના સમાચાર છે. દેશના વિવિધ રાજ્યો અને શહેરોમાં કોરોનાનાં પગલે ગાઈડલાઇન્સ જાહેર કરવામાં આવી છે.

નવા વર્ષનું આગમન થઈ રહ્યું છે. આજે વર્ષનો છેલ્લો દિવસ. આજે દેશભરમાં નવા વર્ષની ઉજવણી કરવામાં આવશે. 

અમદાવાદ પોલીસની ક્રિએટિવિટી 
અમદાવાદ પોલીસ દ્વારા એક વિશિષ્ટ રીતે જ ચેતવણી આપવામાં આવી છે કે આ વખતે નવા વર્ષની ઉજવણીમાં અમારા મહેમાન બનતા નહીં. નહીંતર ભારે પડશે. 

દેખીતી રીતે તમે 31મી ડિસેમ્બરે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ તમે ઉજવણી અને પાર્ટીના મૂડમાં હશો. 
પરંતુ દેશમાં કોરોના -19 ના ઓમિક્રોન વેરિઅન્ટના ઝડપથી વધી રહેલા કેસોએ તમારા ઉજવણીના મનસૂબા પર પાણી ફેરવી દીધું છે. 

આ વખતે તમે નવા વર્ષનું સ્વાગત પણ કરશો પરંતુ તમારે રસ્તો બદલવો પડી શકે છે. દેશની ઘણી રાજ્ય સરકારોએ કોવિડ-19 સંબંધિત નવી માર્ગદર્શિકા લાગુ કરી છે. આ સાથે કોવિડથી બચવા તકેદારી રાખવાની અપીલ પણ કરવામાં આવી છે. જો તમે પાર્ટીમાં જાવ છો તો પહેલા જાણી લો કે ક્યાં અને કયા પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે.

દિલ્હીમાં રાત્રિ કર્ફ્યુ

વર્ષ 2022 પહેલા દિલ્હીમાં ઓમિક્રોનના કેસ વધવાને કારણે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અહીં રાત્રે 10 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. રેસ્ટોરન્ટ્સ અને બાર વગેરે 50 ટકા ક્ષમતા સાથે શરૂ રાખવાના આદેશો આપવામાં આવ્યા છે. 


મુંબઈ 
મુંબઈમાં બીમસી દ્વારા કોઈ પણ પ્રકારની ન્યુ યર પાર્ટી કે સેલિબ્રેશન પર જ પાબંદી લગાવેલી છે. 31 ડિસેમ્બરની રાત્રે મુંબઈમાં કોઈ પણ રેસ્ટોરન્ટ, ક્લબ, હોટલ કે બીજી કોઈ પણ જગ્યાએ પાર્ટી કરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. મુંબઈમાં આ પાબંદીઓ 7 જાન્યુઆરી 2022 સુધી લાગુ રહેશે. 

ચેન્નાઈ 
ચેન્નાઈમાં તમિલનાડુ સરકાર દ્વારા ગાઈડલાઇન્સ જાહેર કરવામાં આવી છે. 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરી વચ્ચે રાત્રે 12 થી 5 દરમિયાન જાહેર રસ્તાઓ પર વાહનોની મુવમેન્ટ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જો કે જરૂરી સર્વિસીઝ અને ઇમર્જન્સી સર્વિસ પર કોઈ પાબંદી નહીં હોય. 

બેંગલોરમાં નાકાબંધી 
બેંગલોરમાં પોલીસ આખી રાત નાકાબંધી કરશે તેવી જાહેરાત કરી હતી. શહેરમાં સખત પ્રોટોકૉલ્સ લાગુ કરવામાં આવ્યા છે. લોકોને અપીલ કરવામાં આવી હતી કે તેઓ પણ આમાં સપોર્ટ કરે. 

આ રાજ્યોમાં નાઈટ કર્ફ્યૂ 

અસમ 
કેરલ 
મધ્યપ્રદેશ 
કર્ણાટક 
પૂડુચેરી 
દાદરા અને નગર હવેલી 
દમણ 
હરિયાણા 
ઉત્તરપ્રદેશ 

માટે હવે જો તમે ઉજવણી કરવાનું પ્લાન કરી રહ્યા હોવ તો જરા વિચારજો. કારણ કે પોલીસના શકંજામાં તમે ગમે ત્યારે ફસાઈ શકો છો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ