બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / 3 lakh sim cards blocked by government involved in fraud and cyber crime

Tech News / મોદી સરકારે બોલાવી તવાઈ! એક સામટા 3.2 લાખ SIM કરી દીધા બંધ, ભૂલથી આવું કરતાં ચેતજો

Manisha Jogi

Last Updated: 03:18 PM, 7 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકારે 3.2 લાખ સિમ કાર્ડ બ્લોક કરી દીધા છે. સાઈબર સ્કેમ પર સકંજો કસવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. અનેક ગેરકાયદાકીય વેબસાઈટ વિશે જાણવા મળ્યું છે.

  • કેન્દ્ર સરકારે 3.2 લાખ સિમ કાર્ડ બ્લોક કર્યા
  • સાઈબર સ્કેમ પર સકંજો કસવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો
  • જો તમે પણ કરો છો આ કામ તો થઈ જજો સાવધાન

કેન્દ્ર સરકારે 3.2 લાખ સિમ કાર્ડ બ્લોક કરી દીધા છે. કેન્દ્ર સરકારે મંગળવારે લોકસભામાં જાણકારી આપી હતી. કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય કુમાર મિશ્રાએ લોકસભામાં એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે, ‘સાઈબર સ્કેમ પર સકંજો કસવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે. અનેક ગેરકાયદાકીય વેબસાઈટ વિશે જાણવા મળ્યું છે. આ વેબસાઈટનું કનેક્શન ઈન્વેસ્ટમેન્ટ પ્રમોટ કરવા તથા અન્ય સ્કેમ સાથે હોવાનું સામે આવ્યું છે. પોલીસે 3.2 લાખ સિમ કાર્ડ અને 49,000 IMEI રિપોર્ટ કર્યા છે, ત્યારપછી સરકારે આ સિમ કાર્ડ બ્લોક કરવાનો નિર્ણય કર્યો છે.’

રાજ્યોએ નોંધાવી ફરિયાદ
કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી અજય કુમાર મિશ્રાએ લેખિત જવામાં જણાવ્યું કે, ‘ઈનડિયન સાઈબર ક્રાઈમ કોર્ડિનેશન સેન્ટર (14C) હેઠળ કામ કરતા  નાગરિક ફાનાન્શિયલ સાઈબર ફ્રોડ રિપોર્ટિંગ અને મેનેજમેન્ટ સિસ્ટમને 11.28 લાખ ફરિયાદ મળી છે. રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોએ સાઈબર ફ્રોડ સંબંધિત ફરિયાદ કરી હતી.’

સાઈબર ક્રાઈમ ઓનલાઈન કમ્પ્લેઈન
સાઈબર ક્રાઈમના રિપોર્ટ્સ માટે ઓનલાઈન પોર્ટલ નેશનલ સાઈબર ક્રાઈમ https://cybercrime.gov.in/ છે. જ્યાં ફાઈનાન્શિયલ ફ્રોડ, મહિલાઓ અને બાળકો સંબંધિત તથા સાઈબર ક્રાઈમની ફરિયાદ નોંધાવવામાં આવે છે. 

વધુ વાંચો: જેમ્સ બોન્ડ! Google Mapના કારણે ચોરી થયેલો ફોન પરત મળ્યો, કેવી રીતે? તાત્કાલિક તમે પણ બદલી નાખો આ સેટિંગ

કોલ કરીને ફરિયાદ નોંધાવો
નેશનલ સાઈબર ક્રાઈમ પોર્ટલ પર લિસ્ટેડ ડિટેઈલ્સ અનુસાર 1930 નંબર ફોન કરીને ઓનલાઈન સાઈબર ક્રાઈમ સંબંધિત ફરિયાદ નોંધાવી શકાય છે. જો તમારું સિમ કાર્ડ અથવા મોબાઈલ ડિવાઈસ કોઈપણ પ્રકારની સાઈબર ક્રાઈમ એક્ટિવિટીમાં શામેલ હોવાનું સામે આવે તો તમારું સિમ કાર્ડ બ્લોક થઈ શકે છે. ઉપરાંત જેલની સજા પણ થઈ શકે છે. જો તમે તમારું સિમ કાર્ડ કોઈને ઉપયોગ કરવા માટે આપ્યું હોય તો  તે કાર્ડનો ઉપયોગ શેના માટે થાય છે તે વિશેની જાણકારી હોવી જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ