બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / વડોદરા / 3 including 2 cousins killed as ST bus hits bike on Vadodara-Halol highway

કરુણાંતિકા / વડોદરા-હાલોલ હાઇવે પર ભીષણ અકસ્માત: ST બસે બાઇકને અડફેટે લેતા 2 સગા ભાઇઓ સહિત 3નાં મોત, પરિવારમાં આક્રંદ

Priyakant

Last Updated: 07:30 AM, 10 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એસટી બસની અડફેટે બાઇક સવાર બે સગા ભાઈ સહિત 3 યુવાનના ઘટના સ્થળે જ મોત, અકસ્માતને પગલે હાઇવે પર થયો હતો ટ્રાફિકજામ

  • વડોદરા નજીક મોડીરાત્રે એક ગમખ્વાર અકસ્માત
  • એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માતમાં 3ના મોત 
  • બે સગા ભાઈઓના અકસ્માતમાં મોતથી પરિવારમાં શોક 

વડોદરા નજીક મોડીરાત્રે એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, વડોદરા નજીક કોટંબી પાસે રાત્રિના સમયે એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ તરફ એસટી બસની અડફેટે બાઇક સવાર બે સગા ભાઈ સહિત 3 યુવાનના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. આ તરફ ઘટનાની જાણ થતાં જરોદ પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહોને પોસ્ટમોર્ટમ અંગે મોકલી દેવા કવાયત શરૂ કરી હતી. 

વડોદરા પંથકના અમરેશ્વપુરા ગામના ત્રણ યુવાનો ગઈકાલે રાત્રે 8 વાગ્યા આસપાસ બાઇક લઈને જરોદથી પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન વડોદરા નજીક કોટંબી ચોકડી પાસે ગાંધીનગર-પાવાગઢ (GJ-18-Z-4692)ની ST બસે બાઇક સવારોને અડફેટે લીધા હતા. જોકે અકસ્માત એટલો બધો ભયંકર હતો કે, ત્રણ યુવકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યાં હતા. 

તો શું ઓવરટેક કરતાં થયો અકસ્માત?  
વડોદરા નજીક કોટંબી ચોકડી પાસે બનેલ અકસ્માતમાં એવી વાત સામે આવી રહી છે કે, ટ્રકને ઓવરટેક કરવા જતા અકસ્માત થયો હતો. માહિતી મુજબ આ ઘટનામાં અમરેશ્વરપુરા ગામના બે સગા ભાઇઓ રોશન નટુ વસાવા, રવિ નટુ વસાવા અને રાજેશ નાયક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા બાદ ત્રણેયના ઘટના સ્થળે જ મોત થયા હતા. આ અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. અ 

બે સગા ભાઇઓના મોતથી પરિવારમાં શોક  
કોટંબી ચોકડી પાસે બનેલ અકસ્માતમાં બે સગા ભાઇઓ રોશન નટુ વસાવા અને રવિ નટુ વસાવાનું મોત થતાં મૃતકના પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા છે. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો સહિતના લોકો સ્થળ પર ઉમટી પડ્યા હતા. આ તરફ જરોદ પોલીસે ઘટનાસ્થળે પહોંચીત્રણેય યુવાનોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ