બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / 29 people inside the car shocking video goes viral

શૉકિંગ / VIDEO: એક જ કારની અંદર ઘેંટા-બકરાની જેમ ઘૂસી ગયા 29 લોકો, બની ગયો વર્લ્ડ રેકૉર્ડ

Published By: Premal

Last Updated: 02:08 PM, 9 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયામાં એક અજબ-ગજબ વીડિયો વાયરલ થયો છે, જેમાં એક કારની અંદર 29 લોકો બેઠા છે. જણાવવામાં આવ્યું છે કે આ વીડિયો પહેલા પણ વાયરલ થયો છે, પરંતુ એક વખત ફરીથી ચર્ચામાં આવ્યો છે.

  • સોશિયલ મીડિયામાં એક વીડિયો થયો વાયરલ
  • એક કારમાં ઘેંટા-બકરાની જેમ 29 લોકો બેઠા
  • વિશ્વાસ ના આવતો હોય તો જોઈ લો VIDEO

એક નાની કારમાં 29 લોકો બેઠા

એક નાની કારમાં વધુમાં વધુ કેટલા લોકો બેસી શકે છે? તમારો જવાબ હશે પાંચ અથવા છ અથવા પછી તેનાથી વધુ સાત. પરંતુ હાલમાં એક એવો વીડિયો વાયરલ થયો છે, જેમાં એક નાની કારમાં 29 લોકો બેઠા છે. આ વાત પર ભલે તમને વિશ્વાસ ના થતો હોય પરંતુ આ હકીકત છે. સ્થિતિ એવી છે કે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા આ વીડિયોની યુઝર્સ ભરપૂર મજા લઇ રહ્યાં છે. 

કેટલાંક લોકો કારની ડેકીમાં જઇને ઊંઘી ગયા 

આ ગજબ કારનામુ થોડા વર્ષ પહેલા ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયુ હતુ. પરંતુ આ વીડિયોને એક વખત ફરીથી સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો ચીનનો છે, જ્યાં એક નાની કારમાં લોકો એકબીજાની ઉપર બેઠા છે. આ સાથે અમુક લોકો કારની ડેકીમાં જઇને ઊંઘી ગયા હતા. રિપોર્ટ મુજબ વર્ષ 2014માં ચીનમાં રહેતા જિયા લેઈ અને મિની ચાઈનાએ મળીને આ રેકોર્ડને બનાવ્યો હતો. જેમાં એકસાથે 29 લોકો કૂપર કામમાં બેઠા હતા. 

શું નજારો છે?

વીડિયો જોઇને તમારું પણ મગજ ચકરાઈ જશે. તમે વિચારી રહ્યાં હશો કે આખરે આ રીતે એક કારમાં આટલા બધા લોકો કેવીરીતે બેસી શકે છે. ટ્વિટર પર આ વીડિયોને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડે જાતે શેર કર્યો છે. તો હવે આ વીડિયો પર યુઝર્સ ખૂબ મજા લઇ રહ્યાં છે. એક યુઝરનુ કહેવુ છે કે કારની અંદર શ્વાસ લેવાની પણ જગ્યા નથી. જ્યારે અન્ય યુઝરનુ કહેવુ છે કે કાર હલશે તો શું ફાયદો થશે? કેટલાંક યુઝર્સે સવાલ કર્યો છે કે આખરે આ કેવા પ્રકારનો રેકોર્ડ છે, જ્યારે કાર ચાલવાની જ નથી.
 

સંકળાયેલા મુદ્દાઓ

SHOCKING VIDEO car viral video કાર Car Shocking Video

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ