બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / 26 navy personnel in western naval command test positive for coronavirus

મુંબઇ / વેસ્ટર્ન નવલ કમાન્ડમાં 26 નૌસૈનિક કોરોના પૉઝિટિવ, કૉન્ટેક્ટ ટ્રેસિંગ થયું શરૂ

Published By: Krupa

Last Updated: 09:47 PM, 18 April 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય નૌસેનાના 26 લોકો કોરોનાની ચપેટમાં આવી ગયા છે. આ નૌસૈનિકો માંથી 25 તો આઇએનએસ આંગ્રે (INS Angre) કૉમ્પ્લેક્સમાં રહી રહ્યા છે, જ્યારે એક શખ્સ પોતાની મા સાથે એમના ઘરે રહી રહ્યો છે. એની મા પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે.

  • મુંબઇમાં વેસ્ટર્ન નવલ કમાન્ડમાં 26 નૌસૈનિક કોરોના પૉઝિટિવ મળી આવ્યા છે
  • ભારતીય સૈન્ય બળમાં કોરોના આટલી મોટી સંખ્યામાં પહેલી વખત ફેલાયો છે
  • હવે નૌસેનાએ કૉન્ટેક્ટ ટ્રેસિંહનું એક મોટું ઑપરેશન શરૂ કરી દીધું છે
  • આ કેસ એ દરમિયાન સામે આવ્યો છે, જ્યારે દુનિયાભરની નેવીમાં આ મહામારી ફેલાઇ રહી છે

ઝડપથી ફેલાઇ રહેલા કોરોના વાયરસે હવે ભારતીય નૌસૈનાને પણ ચપેટમાં લઇ લીધા છે. સૂત્રો પ્રમાણે મુંબઇમાં વેસ્ટર્ન નવલ કમાન્ડમાં 26 નૌસૈનિક કોરોના પૉઝિટિવ મળી આવ્યા છે. કોરોના વાયરસ ભારતીય સૈન્ય બળમાં આટલી મોટા પ્રમાણમાં પહેલી વખત ફેલાયો છે. 

શરૂ થઇ કૉન્ટેક્ટ ટ્રેસિંગ 
હવે નૌસૈનાએ કૉન્ટેક્ટ ટ્રેસિંગનું એક મોટું ઑપરેશન શરૂ કરી દીધુ છે. ટ્રેક કરવામાં આવશે કે આ નૌસેના કોને કોને મળ્યા હતા અને આ તમામ લોકોના ટેસ્ટ કરવામાં આવશે. અમેરિકામાં એક એરક્રાફ્ટ કરિયર યૂએસએસ થેડોર રુઝવેલ્ટમાં આશરે 500 કોરોનાના મામલા સામે આવ્યા છે. તો ફ્રાંસ નેવીને પણ કોરોનાએ પોતાની ચપેટમાં લઇ લીધા છે. 

આઇએનએસ આંગ્રે પર લૉકડાઉન
સૂત્રો અનુસાર સંક્રમિત નૌસૈનિકોમાંથી 25 તો આઇએનએસ આંગ્રે કૉમ્પ્લેક્સમાં રહી રહ્યા છે, જ્યારે એક શખ્સ પોતાની મા સાથે એમના ઘરે રહી રહ્યો છે. એની મા પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. હવે નેવીના રેસિડેન્શલ એકોમોડેશનમાં રહી રહેલા તમામ લોકોનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. સમગ્ર આઇએનએસ આંગ્રે પર લૉકડાઉન કરી દેવામાં આવ્યું છે અને એને સંક્રમણ ઝોન જાહેર કરી દેવામાં આવ્યું છે. 

મોટાભાગના લોકોને એક જ નૌસૈનિકથી થયો કોરોના 
એક નિવેદનમાં નેવીએ કહ્યું કે મોટાભાગના લોકોને એક જ નૌસૈનિકથી સંક્રમણ ફેલાયુ છે, જે 7 એપ્રિલે કોરોના પૉઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. એ તમામ આઇએનએલ આંગ્રેના એક જ અકોમોડેશનમાં રહેતા હતા. 

અત્યાર સુધી સૈન્ય બળમાં ફેલાયેલો સૌથી મોટો કેસ 
સૈન્ય બળમાં અત્યાર સુધી મળેલો આ સૌથી મોટો મામલો છે, ભારતીય સેનામાં પણ એના 8 કેસ સામે આવ્યા હતા. ગત સપ્તાહે જ નેવી ચીફ એડમિરલ કરમબીર સિંહે એક વીડિયો મેસેમાં કહ્યું હતું કે શિપ અને સબમરીનમાં રહેતા નૌસૈનિક આ વાયરસથી બચીને રહે. એમને કહ્યું કે કોરોના વાયરસ મહામારી જેવી સ્થિતિ પહેલા ક્યારેય પણ જોઇ નથી. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus India Mumbai navy western naval command કોરોના વાયરસ નૌસૈના Mumbai

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ