બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / ભારત / 24 candidates announced for 26 Lok Sabha seats of Gujarat

લોકસભા ચૂંટણી / ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે 24 ઉમેદવાર જાહેર, જાણો કોણ ક્યાંથી લડી રહ્યું ચૂંટણી

Hiralal

Last Updated: 09:42 PM, 12 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે ભાજપ અને કોંગ્રેસના અત્યાર સુધી 24 ઉમેદવારો જાહેર થયાં છે.

લોકસભાની ચૂંટણી માટે ગુજરાતમાં અત્યાર સુધી 24 ઉમેદવારો જાહેર થયાં છે. ટોટલ 26 બેઠકોના 52 ઉમેદવારો મેદાનમાં રહેશે જેમાંથી 24 નામ જાહેર થયાં જ્યારે 28 બેઠકોના નામ બાકી છે જે હવે પછી ગમે ત્યારે જાહેર થઈ શકે છે. 

ભાજપના 15, AAPના 2 અને કોંગ્રેસના 7 
સૌથી પહેલા ભાજપે ગુજરાતમાં 15 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા જેમાં 5 નવા ચહેરાઓને અને 2 મહિલાઓને મળી છે. કોંગ્રેસે ઈન્ડીયા ગઠબંધન હેઠળ આમ આદમી પાર્ટીને 2 બેઠકો આપી છે જેમાં ડેડિયાપાડાથી આપના ધારાસભ્ય ચૈતર વસાવા ભરુચથી તો બોટાદથી ધારાસભ્ય ઉમેશ મકવાણા ભાવનગર બેઠક પરથી ચૂંટણી લડી રહ્યાં છે. આજે કોંગ્રેસે પણ સાત ઉમેદવારોના નામ જાહેર કર્યા છે જેમાં વર્તમાન ધારાસભ્યો ગેનીબેન ઠાકોર અને અનંત પટેલને ટિકિટ આપી છે.

ભાજપ પાસે તમામ 26 બેઠકો છે
ગુજરાતમાં લોકસભાની કુલ 26 બેઠકો છે. છેલ્લી બે લોકસભા ચૂંટણીથી ભાજપ તમામ બેઠકો પર ક્લીન સ્વીપ કરી રહ્યું છે. 2009ની લોકસભા ચૂંટણીમાં ભાજપે 15 અને કોંગ્રેસે 11 બેઠકો જીતી હતી પરંતુ 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપને ગુજરાતમાં 26માંથી 26 બેઠકો મળી હતી. 

કોંગ્રેસે અત્યાર સુધી બે વર્તમાન ધારાસભ્યોને લોકસભામાં ઉતાર્યાં 
કોંગ્રેસે અત્યાર સુધી તેના બે વર્તમાન ધારાસભ્ય ગેનીબેન ઠાકોરને બનાસકાંઠા અને અનંત પટેલને (વાંસદા) વલસાડથી લોકસભા ઉમેદવાર બનાવ્યાં છે. 

26માંથી 6 બેઠકો અનામત 
26 બેઠકોમાંથી 6 અનામત છે. તેમાંથી ચાર બેઠકો વલસાડ, બારડોલી, દાહોદ અને છોટાઉદેપુર અનુસૂચિત જનજાતિ (ST) માટે અને બે બેઠકો કચ્છ અને અમદાવાદ પશ્ચિમ અનુસૂચિત જાતિ (SC) માટે અનામત છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ