બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / મનોરંજન / બોલિવૂડ / 2023 will be a blast These superstars will try their luck crores of films at stake

Welcome 2023 / ધમાકેદાર રહેશે વર્ષ 2023! આ સુપરસ્ટાર્સ અજમાવશે પોતાની કિસ્મત, દાવ પર કરોડોની ફિલ્મો

Arohi

Last Updated: 01:42 PM, 31 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વર્ષ 2023માં બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સની ફિલ્મો રિલીઝ થશે. આ ફિલ્મોમાં શાહરૂખ ખાનની પઠાણ, સલમાન ખાનની 'ટાઇગર 3', પ્રભાસની 'આદિપુરુષ', અર્જુન કપૂરની 'કુત્તે', સિદ્ધાર્થ મલ્હોત્રીની મિશન મજનૂ, જોન અબ્રાહમ અને માનુષી છિલ્લરની 'તેહરાન' તેમજ ગાંધી ગોડસે-એક યુદ્ધ વગેરે જેવી ફિલ્મો જોવા મળશે.

  • 2023માં રિલીઝ થશે ઘણા મોટા સ્ટાર્સની ફિલ્મો 
  • વર્ષ 2023 બોલિવુડ સ્ટાર્સ માટે ખાસ 
  • જાણો કઈ કઈ ફિલ્મો થશે રિલીઝ 

વર્ષ 2022માં દક્ષિણની ફિલ્મોનો દબદબો હતો. જેમાં KGF 2, RRR અને કાંટારા જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. આ ફિલ્મોએ કમાણીના મામલામાં બોલિવૂડ ફિલ્મોને પણ પાછળ છોડી દીધી છે. ભૂલ ભૂલૈયા 2, બ્રહ્માસ્ત્ર, ગંગુબાઈ કાઠિયાવાડી અને દૃષ્ટિમ 2 આ વર્ષે બોલિવૂડમાં રિલીઝ થઈ હતી.

હવે 2023નો વારો છે, જ્યારે બોલિવૂડના ઘણા મોટા સ્ટાર્સની ફિલ્મો રિલીઝ થશે. જેમાં શાહરૂખ ખાનની પઠાણ, સલમાન ખાનની ટાઇગર 3 અને દક્ષિણ અભિનેતા પ્રભાસની આદિપુરુષનો સમાવેશ થાય છે.

પઠાન 
શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ વર્ષ 2023માં 25 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં શાહરૂખ ખાન સાથે બોલિવૂડની જાણીતી અભિનેત્રી દીપિકા પાદુકોણ જોવા મળશે. સાથે જ જોન અબ્રાહમ પણ મહત્વના રોલમાં જોવા મળશે. 

 

આ ફિલ્મ સાથે બાદશાહ ખાન લગભગ ચાર વર્ષ પછી મોટા પડદા પર વાપસી કરવા જઈ રહ્યો છે. આ પહેલા તે ફિલ્મ 'ઝીરો'માં જોવા મળ્યો હતો. શાહરૂખ ખાનને આ ફિલ્મથી ઘણી આશાઓ છે. હવે જોવાનું એ રહેશે કે આ ફિલ્મ કેટલું સારું પ્રદર્શન કરે છે.

ટાઈગર-3 
સલમાન ખાન અને કેટરિના કૈફ સ્ટારર ફિલ્મ ટાઈગર 3 વર્ષ 2023માં દિવાળીના અવસર પર સિનેમાઘરોમાં જોવા મળશે. આ ફિલ્મ મનીષ શર્માએ ડિરેક્ટ કરી હતી. ત્યાં જ ઇમરાન હાશ્મી આ ફિલ્મમાં નેગેટિવ રોલમાં જોવા મળશે. 

ફિલ્મ 'એક થા ટાઈગર'નો પહેલો ભાગ વર્ષ 2012માં રિલીઝ થયો હતો. બીજો ભાગ 'ટાઈગર ઝિંદા હૈ' વર્ષ 2017માં આવ્યો હતો. માહિતી અનુસાર ટાઇગર 3 ત્રણ ભાષા હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થશે.

આદિપુરૂષ 
સાઉથનો બેસ્ટ એક્ટર પ્રભાસ 'આદિપુરુષ'માં લીડ રોલમાં જોવા મળવાનો છે. આ ફિલ્મ તેની જાહેરાત બાદથી જ ચર્ચામાં છે. આ ફિલ્મમાં પ્રભાસ ઉપરાંત બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન, કૃતિ સેનન પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન ઓમ રાઉતે કર્યું છે. આ ફિલ્મ 12 જાન્યુઆરી, 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની હતી. ત્યારબાદ તેની તારીખ બદલવામાં આવી હતી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Om Raut (@omraut)

હવે આ ફિલ્મ 16 જૂન 2023ના રોજ રીલિઝ થશે. આ ફિલ્મ રામાયણ પર આધારિત છે, જેમાં પ્રભાસ ભગવાન શ્રીરામની ભૂમિકામાં છે જ્યારે કૃતિ સેનન માતા સીતાના રોલમાં જોવા મળશે. ત્યાંજ સૈફ અલી ખાન રાવણની ભૂમિકા ભજવતો જોવા મળશે. આ સિવાય અર્જુન કપૂરની કૂત્તે, સિદ્ધાર્થ મલ્હોત્રીની મિશન મજનૂ, જોન અબ્રાહમ અને માનુષી છિલ્લરની તેહરાન અને ગાંધી ગોડસે-એક યુદ્ધ જેવી ફિલ્મો પણ વર્ષ 2023માં જોવા મળશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ