બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / 20 rivers of Gujarat revealed to be polluted

ચોંકાવનારુ / કરોડોના ફંડ બાદ પણ સાબરમતી, તાપી, નર્મદા સહિત 20 નદીઓ અત્યંત પ્રદૂષિત: કેન્દ્રના આંકડાઓમાં થયો ખુલાસો

Khyati

Last Updated: 01:08 PM, 5 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રના જળ સશાંધન મંત્રાલયે આપેલી માહિતીમાં થયો ચોંકાવનારો ખુલાસો, દેશની 351 પ્રદૂષિત નદીઓમાંથી ગુજરાતની મહત્વની 20 નદીઓ પ્રદૂષિત

  • ગુજરાતની નદીઓ પ્રદૂષિત હોવાનો ખુલાસો
  • સાબરમતી, તાપી, નર્મદા સહિત 20 નદીઓ અત્યંત પ્રદૂષિત
  • નર્મદામાં ગરૂડેશ્વરથી ભરૂચ સુધીનો પટ્ટો વધુ પ્રમાણમાં પ્રદૂષિત

નદીએ આપણી માતા છે. નદીઓને કારણે જ માનવીની આર્થિક જરૂરિયાતો પુરી થાય છે.  ખેતી અને ઉદ્યોગોનો વિકાસ નદીઓને આભારી છે. નદીઓનું જળ કુદરતી સંશાધન છે. પરંતુ દિવસ જાય તેમ નદીઓનું મહત્વ ભૂલાતુ હોય તેમ લાગી રહ્યું છે.  કેન્દ્ર જળસંશાધન મંત્રાલયે જાહેર કરેલી માહિતી ખરેખર ચોંકાવી દે તેવી છે. ગુજરાતની નદીઓ પ્રદૂષિત હોવાનુ સામે આવ્યુ છે. 

ગુજરાતની 20 નદીઓ પ્રદૂષિત 

જી હા, ગુજરાતની કુલ 20 નદીઓ પ્રદૂષિત હોવાની માહિતી સામે આવી છે. જેમાં નર્મદા, સાબરમતી, અમલાખાડી, ભાજર, ભોગાવો, વિશ્વામિત્રી, દમણગંગા, તાપી, મેશ્નો સહિત કુલ 20 નદીઓ અત્યંત પ્રદૂષિત હોવાનું સામે આવ્યું છે.  જેમાં નર્મદામાં ગરુડેશ્વરથી ભરૂચ સુધીનો પટ્ટો વધુ પ્રમાણમાં પ્રદૂષિત છે.ઔદ્યોગિક એકમોના ગંદા પાણીએ નદીઓની સ્થિતિ બગાડી હોવાનુ સામે આવ્યું છે. મહત્વનુ છે કે કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ડેટા એકત્ર કરાયા જેમાં ગુજરાત સહિત દેશની 351 નદીઓ પ્રદૂષિત છે તેમ કેન્દ્રના જળ સશાંધન મંત્રાલય માહિતી આપતા જણાવ્યું હતું.

કરોડોનું ફંડ ફાળવવા છતાં સાબરમતી પ્રદૂષિત

સાબરમતી નદી પણ પ્રદૂષિત નદીના લિસ્ટમાં સામેલ છે. ત્યારે જો આ નદી વિશે વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા સાબરમતી નદીમાં પ્રદૂષણ દૂર કરવા માટે કરોડો રૂપિયાનું ફંડ ફાળવવામાં આવ્યું છે. સાબરમતી શુદ્ધિકરણ માટે છેલ્લા 4 વર્ષમાં 282.17 કરોડ ફાળવ્યા. તેમ છતાં પણ આજે સાબરમતી નદીની ગણતરી પ્રદૂષિત નદીઓમાં થાય છે. નદીમાં હજી પણ કેમિકલયુક્ત ઝેરી પાણી બેરોકટોક ઠલવાઇ રહ્યુ છે. 


કેન્દ્ર સરકારે સાબરમતી શુદ્ધિકરણ માટે કેટલી રકમ ફાળવી 

વર્ષ

રૂપિયા

2014-2015

રુ.44 કરોડ

2015-2016

રુ.24.12 કરોડ

2016-2017

રુ.71.40 કરોડ

2017-2018

રુ.62 કરોડ


ત્યારે અહીં સવાલ એ થાય છે કે અવારનવાર નદીના પાણીમાં કેમિકલ ભળ્યુ હોવાનુંસામે આવે છે. નદીઓનું પાણી પ્રદૂષિત હોવાનું નરી આંખે પણ જોવામાં આવે છે તેમ છતાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા કાર્યવાહીને નામે માત્ર સેમ્પલ લઇને સંતોષ માનવામાં આવે છે. ઘણા એવા શહેરો અને ગામો છે જ્યાં કેમિકલ માફિયાઓથી ભારે પરેશાની છે પરંતુ તંત્રને રજૂઆત કરવા છતાં કોઇ ઉંચા કાન લાગતુ નથી. કેમિકલ વાળા પીવાના પાણીમાં ભળી જાય છે, લોકો બીમાર પડે છે. તેમ છતાં કેમિકલ માફિયાઓ બેફામ થઇને નદીઓને પ્રદૂષિત કરવાનું પાપ હરહંમેશા કરતા આવે છે. ત્યારે ઉદ્યોગોનું પાણી નદીમાં છોડનારા આવા બેખોફ તત્વો સામે લાલઆંખ કરવામાં આવે તો જ નદીઓને પ્રદૂષિત થતી બચાવી શકાશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ