ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / ગાંધીનગરના સમાચાર / સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર, મોંઘવારી ભથ્થામાં ૨% વધારો

ગાંધીનગર / સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર, મોંઘવારી ભથ્થામાં ૨% વધારો

Published By: Vishal Khamar

Last Updated: 08:51 PM, 4 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો થયો છે. મોંઘવારી ભથ્થુ 58 ટકાથી વધીને 60 ટકા થયું છે.

ADVERTISEMENT

રાજ્યના સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે રાહતના સમાચાર આવ્યા છે. રાજ્યના નાણા વિભાગ દ્વારા લેવાયેલા તાજેતરના ઠરાવ મુજબ, મોંઘવારી ભથ્થામાં ૨ ટકાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે.

મોંઘવારી ભથ્થું હાલના ૫૮ ટકાથી વધીને હવે ૬૦ ટકા

નવી જાહેરાત મુજબ, મોંઘવારી ભથ્થું હાલના ૫૮ ટકાથી વધીને હવે ૬૦ ટકા થશે. આ વધારો ૧ જાન્યુઆરી ૨૦૨૬થી લાગુ માનવામાં આવશે, જેના કારણે કર્મચારીઓ અને પેન્શનરોને આર્થિક રાહત મળશે.

મહત્વની બાબત એ છે કે જાન્યુઆરીથી લાગુ થયેલા આ વધારાનો તફાવત (એરિયર) કર્મચારીઓ અને પેન્શનરોને જૂન માસના પગારમાં ચૂકવવામાં આવશે. આથી એકમૂષ્ટ રકમ મળવાથી કર્મચારીઓમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.

આ પણ વાંચોઃ રીજનલ વાયબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સ અંતર્ગત સુરતમાં ગુજરાત પ્રવાસનનું થીમ પેવેલિયન બન્યું આકર્ષણનું કેન્દ્ર

રાજ્ય સરકારનો આ નિર્ણય વધતી મોંઘવારી વચ્ચે કર્મચારીઓ અને પેન્શનરોને સહાયરૂપ બનશે એવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. નાણા વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ ઠરાવ મુજબ, તમામ સંબંધિત વિભાગોને આ અમલ માટે સૂચનાઓ આપવામાં આવી છે. આ જાહેરાતને પગલે રાજ્યભરના લાખો કર્મચારીઓ અને પેન્શનરોને સીધો લાભ મળશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar Government Employees Gandhinagar News

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ