ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / સુરતના સમાચાર / રીજનલ વાયબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સ અંતર્ગત સુરતમાં ગુજરાત પ્રવાસનનું થીમ પેવેલિયન બન્યું આકર્ષણનું કેન્દ્ર
Last Updated: 06:37 PM, 4 May 2026
ADVERTISEMENT
સુરતની ઔરો યુનિવર્સિટી ખાતે આયોજિત ‘વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ – સાઉથ ગુજરાત’ અંતર્ગત ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા તા. 1 થી 5 મે 2026 દરમિયાન વિશેષ થીમ પેવેલિયનનું આયોજન કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતના સાંસ્કૃતિક વૈવિધ્ય, કુદરતી સૌંદર્ય અને પ્રવાસન સંભાવનાઓને રજૂ કરતું આ પેવેલિયન મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
ADVERTISEMENT

મુખ્ય પ્રવાસન સ્થળોના પ્રદર્શન માધ્યમો રજૂ કરાયા
ADVERTISEMENT
આ પેવેલિયનમાં દક્ષિણ ગુજરાતના મુખ્ય પ્રવાસન સ્થળો, ટ્રાઈબલ સંસ્કૃતિ, પ્રાકૃતિક સ્થળો તથા વૈવિધ્યપૂર્ણ અનુભવોને આધુનિક પ્રદર્શન માધ્યમો દ્વારા રજૂ કરવામાં આવ્યા છે.

ADVERTISEMENT
પ્રદર્શનની વિશેષતા
ગુજરાત પ્રવાસન વિભાગ રાજ્યના પ્રવાસન પ્રચાર-પ્રસારને નવી ઊંચાઈએ લઈ જવા પ્રતિબદ્ધ છે અને ‘Explo re & Experience Gujarat’ના સંદેશને વ્યાપક બનાવવા સતત પ્રયત્નશીલ છે.આ સાથે જ જોડીયા પાવા જેવા પરંપરાગત ગુજરાતી સંગીત વાદ્યો દ્વારા જીવંત સંગીત પ્રસ્તુતિઓ પેવેલિયનને વિશેષ આકર્ષક બનાવે છે. માહિતી ડેસ્ક પર પ્રવાસન બ્રોશર, માર્ગદર્શિકાઓ અને ડેસ્ટિનેશન માહિતી ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
ADVERTISEMENT

ગુજરાત પ્રવાસન વિભાગ રાજ્યના પ્રવાસન પ્રચાર-પ્રસારને નવી ઊંચાઈએ લઈ જવા પ્રતિબદ્ધ છે અને ‘Explore & Experience Gujarat’ના સંદેશને વ્યાપક બનાવવા સતત પ્રયત્નશીલ છે.
ADVERTISEMENT

આ પણ વાંચોઃ 'ભવ્ય વિજય બદલ પીએમ મોદીને અભિનંદન પાઠવું છું' CM ભૂપેન્દ્ર પટેલે બંગાળ વિજયને વધાવ્યો
ADVERTISEMENT
શ્રી હર્ષવર્ધનસિંહ સોલંકી, OSD, ગુજરાત પ્રવાસન વિભાગે જણાવ્યું હતું કે: “દક્ષિણ ગુજરાતમાં ટ્રાઈબલ ટૂરિઝમ માટે વિશાળ સંભાવનાઓ છે. આ પેવેલિયન દ્વારા અમે પરંપરા, સંસ્કૃતિ અને આધુનિક પ્રવાસન તકઓને એક જ મંચ પર રજૂ કરી રહ્યા છીએ, જે સ્થાનિક કારીગરો અને ઉદ્યોગોને પ્રોત્સાહન આપશે.”
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.