ન્યૂઝ અપડેટ્સ
VTV / વિશ્વ / 2 feet bride and 6 feet groom: Sissy Casey, 32, of America, lives with her 19-year-old boyfriend, Black
ADVERTISEMENT
ADVERTISEMENT
તમે અત્યાર સુધી પ્રેમના રંગે રંગાયાના અનેક કિસ્સા સાંભળ્યા હશે.તમે પ્રેમની લાગેલી લગનની એવી અનેક કહાનીઓ સાંભળી હશે જેણે સમાજના બંધનોને તોડીને એક નવું દ્રષ્ટાંત રજૂ કર્યું હશે.આજે અમે તમને અમેરિકાના એક એવા જ કપલ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થઈ રહયા છે.
પ્રેમી યુગલમાં યુવકની હાઇટ 5 ફૂટ સાત ઈંચ છે તો તેની પ્રેમિકાની હાઈટ માત્ર 2 ફૂટ
કહેવાય છે કે પ્રેમ ન ધર્મ જુએ છે, ન જાતિ જુએ છે કે ન તો રંગ જુએ છે.તમે અત્યાર સુધી પ્રેમના રંગે રંગાયાના અનેક કિસ્સા સાંભળ્યા હશે.તમે પ્રેમની લાગેલી લગનની એવી અનેક કહાનીઓ સાંભળી હશે જેણે સમાજના બંધનોને તોડીને એક નવું દ્રષ્ટાંત રજૂ કર્યું હશે.આજે અમે તમને અમેરિકાના એક એવા જ કપલ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થઈ રહયા છે.. કારણ કે આ પ્રેમી યુગલમાં યુવકની હાઇટ 5 ફૂટ સાત ઈંચ છે તો તેની પ્રેમિકાની હાઈટ માત્ર 2 ફૂટ 10 ઈંચ છે.
ADVERTISEMENT

અનેક વખત ટીકાઓનો કરવો પડયો સામનો
એક મીડિયા અહેવાલ મુજબ અમેરિકાની 32 વર્ષની સૈસી કેસી પોતાના 19 વર્ષના બોય ફ્રેન્ડ બ્લેક સાથે રહે છે...ઓછી ઊંચાઈના કારણે સૈસીને અનેકવાર મજાક અને ટીકાનો સામનો કરવો પડી રહ્યો છે.. આપને જણાવી દઈએ કે સૈસી જ્યારે બાલ્યાવસ્થામાં હતી ત્યારે તેને કાર્ટિલેજ હેયર હાઈપરપ્લાસિયા નામની બીમારીનું નિદાન થયું હતું... આ એક એવી બીમારી છે જે હાડકાના વિકાસને અવરોધે છે.પરંતુ તેની આ બીમારી સૈસી અને બ્લેકના પ્રેમમાં બાધારૂપ ન બની.. સૈસી તેના બોયફ્રેન્ડ હંમેશા નાના મોટા કામમાં સાથ આપે છે, તો બ્લેક પણ સૈસીના હંમેશા વખાણ કરતો રહે છે...બ્લેકનું કહેવું છે કે, સૈસી ઘણી દયાળુ સ્વભાવની છે અને તે તેને ખૂબજ પ્રેમ કરે છે.બન્ને એક-બીજાની ખુશીનું ધ્યાન રાખે છે... બ્લેકનું કહેવું છે કે, તેને ન તો તેને સૈસીના કદથી ફરક પડે છે, નતો તેની વધારે ઉંમરથી કે ન તો તેના વ્યવસાયથી.જ્યારે આ યુગલ રસ્તા પર નીકળે છે તો લોકો તેને ધ્યાનથી જુએ છે...જો કે તેમને કેટલાક લોકોની ટીકાઓનો પણ સામનો કરવો પડે છે.
ADVERTISEMENT
ઈન્સ્ટાગ્રામ પર 2 લાખથી વધારે ફોલોઅર્સ
પોતાના સંબંધો વિશે સૈસીનું કહેવું છે કે, તેણી પણ પોતાના બોય ફ્રેન્ડ બ્લેકને અનહદ પ્રેમ કરે છે.બ્લેક તેની ખૂબજ કાળજી લે છે.આ યુગલની મુલાકાત ગયા વર્ષે ફેસબુક દ્વારા થઈ હતી..માત્ર એક મહિનાના ડેટિંગ બાદ આ બન્નેએ એક સાથે રહેવાનો નિર્ણય કર્યો હતો.તેઓ છેલ્લાં એક વર્ષથી સાથે રહે છે.આપને જણાવી દઈએ કે, ઈન્સ્ટાગ્રામ પર સેસીકેસી એઈટી નાઈનના 2 લાખથી વધારે ફોલોઅર્સ છે. ઈન્સ્ટાગ્રામ પર પણ તેમની તસવીરો અને વીડિયોઝ પર હજારો લાખો લોકો પ્રતિક્રિયા આપતા રહે છે
સંકળાયેલા મુદ્દાઓ