બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / 2 3 foot tall man from uttar pradesh wants to invite pm modi and yogi adityanath to his wedding

OMG / PM મોદી-CM યોગીને કંકોત્રી મોકલાવીશ...: 2.3 ફૂટના યુવકને મળી ગઈ દુલ્હન, વાયરલ થઈ સ્ટ્રગલ સ્ટોરી

Published By: Premal

Last Updated: 05:05 PM, 30 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

2.3 ફૂટ લાંબા આ શખ્સના આ વર્ષે નવેમ્બરમાં લગ્ન થવાના છે. ન્યુજ એજન્સી એએનઆઈએ અજીમ મંસૂરીના હવાલાથી લખ્યું છે, નવેમ્બરમાં મારા લગ્ન છે. હું વડાપ્રધાન મોદી અને સીએમ યોગીને પોતાના લગ્નનુ નિમંત્રણ કાર્ડ આપીશ. હું દિલ્હી જઇશ અને તેમને નિમંત્રણ આપીશ.

  • ઘણા વિધ્નો આવ્યાં બાદ આખરે 2.3 ફૂટ લાંબા આ શખ્સને મળી રાણી
  • વડાપ્રધાન મોદી અને સીએમ યોગીને પોતાના લગ્નનુ નિમંત્રણ કાર્ડ આપશે
  • હાઈટ નાની હોવાના કારણે લગ્નમાં મુશ્કેલી આવી રહી હતી

આખરે 2.3 ફૂટ લાંબા શખ્સને મળી દુલ્હન 

ઉત્તર પ્રદેશના શામલી જિલ્લાના રહેવાસી અજીમ મંસૂરીના નામના શખ્સ પોતાના લગ્નમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આમંત્રિત કરવા માંગે છે. અજીમ મંસૂરી છેલ્લાં ઘણા વર્ષોથી તેના માટે દુલ્હન શોધી રહ્યાં હતા. પરંતુ તેની હાઈટ નાની હોવાના કારણે અનેક મુશ્કેલી આવી રહી હતી. તેઓ પોતાના લગ્નને લઇને ઘણી વખત રાજનેતાઓ અને સરકારી અધિકારીઓને પણ મળી ચૂક્યા છે. વર્ષ 2019માં તેમણે દુલ્હન શોધવામાં મદદ કરવા માટે યુપીના તત્કાલીન મુખ્યમંત્રી અખિલેશ યાદવનો પણ સંપર્ક કર્યો હતો. અજીમ માટે દુલ્હનની શોધ એક પડકાર રહ્યો છે. ધોરણ-5માં અધવચ્ચે અભ્યાસ છોડનારા અજીમ ઘણા વર્ષો બાદ હવે દુલ્હન શોધવામાં સફળ થયા છે.

અજીમ મંસૂરી 2021માં તેના સપનાની રાજકુમારી સાથે મળ્યાં

મીડિયાના એક રિપોર્ટ મુજબ, અજીમ મંસૂરી માર્ચ 2021માં તેના સપનાની રાજકુમારી સાથે મળ્યાં. હાપુડની રહેવાસી 3 ફૂટ લાંબી બુશરાએ એપ્રિલ 2021માં અજીમ મંસૂરી સાથે સગાઈ કરી લીધી. બુશરાએ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યા બાદ લગ્નના બંધનમાં બંધાવાનો નિર્ણય કર્યો. અજીમ અને બુશરા હવે 7 નવેમ્બરે લગ્ન કરી રહ્યાં છે. અજીમે લગ્ન માટે એક વિશેષ શેરવાની અને થ્રી-પીસ સૂટ તૈયાર કરાવ્યું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Marriage PM modi Small Height Yogi Adityanath Small Height Person

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ