બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / 14 farmers killed in West Bengal due to lightning strikes

આકાશી આફત / દેશના આ રાજ્યમાં વીજળી મોત બનીને ત્રાટકીઃ 14 ધરતીપુત્રોએ જીવ ગુમાવ્યો

Kishor

Last Updated: 12:13 AM, 29 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પશ્ચિમ બંગાળમાં અવકાશી વીજળી કાળ બનીને ત્રાટકતા 14 જેટલા ધરતીપુત્ર મોતના ખપ્પરમાં હોમાયા છે.

  • પશ્ચિમ બંગાળમાં વીજળી કહેર બનીને તૂટી પડી
  • આકાશી આફતે લીધો 14નો જીવ
  • પાંચ જિલ્લામાં આકાશી વીજળીથી ૧૪ ખેડૂતોનાં મોત

 

પશ્ચિમ બંગાળમાં વીજળી કહેર બનીને તૂટી પડી ભર ઉનાળે આકાશી આફતે લીધો 14નો જીવ મોટા ભાગના ખેડૂતો ખેતીના કામ અર્થે ગયા હતા અને વીજળીની ચપેટમાં આવી ગયા પશ્ચિમ બંગાળના પાંચ જિલ્લામાં આકાશમાંથી વીજળી પડવાથી લગભગ ૧૪ ખેડૂતોનાં મોત થઈ ગયાં છે. અધિકારીઓએ આ જાણકારી આપી છે. ગાઈકાલે ગુરુવારે સાંજે કોલકાતા, હાવડા, ઉત્તર-૨૪ પરગણા, પૂર્વ વર્ધમાન અને મુર્શિદાબાદ સહિત દક્ષિણ બંગાળના કેટલાય જિલ્લામાં વીજળી પડી છે અને વાવાઝોડું આવ્યું હતું.

અલીપુરમાં સૌથી વધારે ૭૯ કિમીની ઝડપથી હવાઓ ચાલી

પશ્ચિમ બંગાળ ઇમર્જન્સી વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે વીજળી પડવાથી પૂર્વ વર્ધમાન જિલ્લામાં ચાર અને મુર્શિદાબાદ તથા ઉત્તર ૨૪ પરગણામાં બે-બે લોકોનાં મોત થઈ ગયાં છે. પશ્ચિમ બંગાળના ડીજીપીએ કહ્યું કે પશ્ચિમ ‌મીદનાપુર અને હાવડા ગ્રામીણ જિલ્લામાંથી છ લોકોનાં મોતની સૂચના મળી છે. એક અધિકારીએ કહ્યું કે પશ્ચિમ મિદનાપુર અને હાવડા ગ્રામીણ સહિત ત્રણ-ત્રણ લોકોનાં મોતના સમાચાર આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર પીડિત મોટા ભાગના ખેડૂતો હતા, જે ખેતીના કામ અર્થે લાગેલા હતા અને તેઓ વીજળીની ચપેટમાં આવી ગયા. ક્ષે‌િત્રય હવામાન વિજ્ઞાન કેન્દ્રના એક અધિકારીએ જણાવ્યું છે કે અલીપુરમાં સૌથી વધારે ૭૯ કિમીની ઝડપથી હવાઓ ચાલી હતી.

રાજસ્થાન પર હવાના ઉપરના ભાગમાં ચક્રવાત બનેલું છે

હવામાન વિજ્ઞાન અનુસાર હાલમાં પાકિસ્તાન અને તેની આજુબાજુના વિસ્તારમાં હવાનું દબાણ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ચક્રવાત તરીકે બનેલું છે. પશ્ચિમી વિદર્ભથી લઈને કર્ણાટક સુધી એક ટ્રફ લાઈન બનેલી છે. રાજસ્થાન પર હવાના ઉપરના ભાગમાં ચક્રવાત બનેલું છે, તેના કારણે નીચલા સ્તર પર હવાઓનું વલણ દક્ષિણ તથા દક્ષિણ-પૂર્વ બનેલું છે. જ્યારે લગભગ ત્રણ કિમીની ઊંચાઈ પર હવાની દિશા પશ્ચિમ તથા દક્ષિણ પશ્ચિમ બનેલી છે. હવાઓની સાથે અરબ સાગર તથા બંગાળની ખાડીથી ભેજ આવી રહ્યો છે, તેના કારણે હવામાનનો મિજાજ આગામી થોડા દિવસ સુધી આવો જ રહેવાની સંભાવના છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ