બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / 1012 new cases After Metropolis and Mehsana in Gujarat, this district raised concern cases suddenly increased

કોરોના / 1012 નવા કેસઃ ગુજરાતમાં મહાનગરો અને મહેસાણા બાદ આ જિલ્લાએ ચિંતા વધારી, અચાનક જ વધ્યા કેસ

Kishor

Last Updated: 08:16 PM, 30 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસોમાં ચિંતાજનક રીતે ઉછાળો આવી રહ્યો છે. જેમાં આજે અમદાવાદના બે દર્દીઑના મોત નિપજ્યાં હોવાનું સામે આવ્યું છે.

  • ગુજરાતમાં કોરોના કેસોમાં ચિંતાજનક ઉછાળો
  • 24 કલાકમાં રાજ્યમાં વધુ 1012 કેસ સામે આવ્યા 
  • એક્ટિવ કેસોની સંખ્યા 6 હજારને પાર

કોરોના ફરી ગુજરાતને અજગર ભરડામાં લઈ રહ્યો હોય તેમ પોઝીટીવ કેસોમાં આવતો ઉછાળો અટકવાનું નામ જ નથી લેતો. જેને લઈને લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તેવામાં આજે રાજ્યના આરોગ્ય તંત્રના ચોપડે એક હજારથી વધુ કોરોનાના નવા દર્દીઓ ઉમેરાયા છે. ત્યારે લોકોનાની સંભવિત ચોથી લહેરને રોકવા આરોગ્ય વિભાગ પણ ઉંધા માથે કામ કરી રહ્યું છે અને કોરોના વેકસીનેશન વધારવા સહિતની કાર્યવાહી કરી રહ્યું છે. તેવા સંજોગો વચ્ચે આજે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં વધુ 1012 કેસ સામે આવ્યા છે અને 2 લોકો કોરોના સામે જિંદગીનો જંગ હારી ગયા હોવાનું પણ જાહેર થયું છે. મહત્વનું છે કે ગુજરાતમાં મહાનગરો અને મહેસાણા બાદ કચ્છ જિલ્લા જિલ્લામાં પણ કેસ વધતાં લોકોની ચિંતા વધી છે.

અમદાવાદમાં બે લોકોના મોત
જો મહાનગરોમાં કોરોના આતંકની વાત કરવામાં આવે તો આજે અમદાવાદમાં 312 નવા કેસ ઉમેરાયા છે અને બે લોકોના મોત થયા છે. વડોદરામાં 79, સુરતમાં 48 અને ગાંધીનગરમાં 28 કેસ સામે આવ્યા છે તથા રાજકોટમાં 23 અને ભાવનગરમાં 22 કેસ નોંધાયા છે અને જામનગરમાં પણ 9 કેસ નોંધાયા છે. બીજી તરફ જૂનાગઢ મનપા આજે કોરોના કહેરથી બાકાત રહ્યું હતું.જો જિલ્લાવાર વાત કરવામાં આવે તો મહેસાણા મા 99 કેસ આવ્યા છે. વધુમાં ગઇકાલે કચ્છમાં 37 કેસ, 28 જુલાઈએ 38 કેસ, 27 જુલાઈએ 46 કેસ નોંધાયા હતા. ત્યારે આજે 52 થી વધુ કેસ નોંધાયા હોવાથી કચ્છવાસીઓમાં ચિંતાવ્યાપી છે. વડોદરામાં 44, ગાંધીનગરમાં 31 અને સાબરકાંઠામાં 30 કેસ સામે આવ્યા છે. એજ રીતે અમરેલી અને સુરતમા પણ 27 કેસ વધુમાં બનાસકાંઠામાં 19 કેસ નોંધાયા છે. પાટણ અને રાજકોટમાં 18-18 કેસ સામે આવ્યા છે આમ કુલ 1012 કેસ સામે આવ્યા છે.

એક્ટિવ કેસોની સંખ્યા 6274 
તો 954 કોરોનાગ્રસ્ત દર્દીઓ કોરોનાને ભોભીતર કરી સ્વસ્થ થયા હોવાનું પણ સત્તાવાર રીતે જાહેર થવા પામ્યું છે. વધુમાં હાલ એક્ટિવ કેસોની સંખ્યા 6274 જેટલી છે તેમાથી 12 લોકોની સ્થિતી ગંભીર હોવાથી તેઓ વેન્ટિલેટર હેઠળ સારવાર લઇ રહ્યા છે. તથા 6262 લોકો સ્ટેબલ હોવાનું જણાય રહ્યું છે. ઉપરાંત 6,47,663 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ