ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / Zydus Cadila launches covid medicine Remdesivir

coronavirus / ઝાયડસ કેડિલાએ કોરોનાની દવા Remdesivir કરી લૉન્ચ, જાણો કિંમત કેટલી

Published By: Shalin

Last Updated: 03:36 PM, 13 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઝાયડસ કેડિલાએ કોરોનાના ઇલાજ માટે ઉપયોગમાં લેવાતા સૌથી અસરકારક Remdesivir ને લૉન્ચ કરી છે.

ADVERTISEMENT

ફાર્મા કંપની ઝાયડસ કેડિલાએ ગિલિયડ સાઈન્સીઝની એન્ટિવાયરલ ડ્રગ રેમડેસિવીરનું સૌથી સસ્તું જેનરિક વર્ઝન લોન્ચ કર્યું છે. ન્યૂઝ એજન્સી રોઈટર્સના જણાવ્યા અનુસાર ઝાયડસે તેની કિંમત 100 MG શીશી દીઠ 2,800 ($37.44) રાખી છે. 

પ્રતિકાત્મક તસ્વીર

વિશ્વના ઘણા દેશોની હોસ્પિટલોમાં ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન, તેવું બહાર આવ્યું હતું કે Remdesivir કોરોનાના લક્ષણોની અવધિ 15 દિવસથી ઘટાડીને 11 દિવસ કરી શકે છે. આને કારણે Remdesivirની માંગ પણ વધી છે. જો કે, નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે આ અસરકારક સારવાર નથી. પરંતુ કોઈ પણ દવાની ગેરહાજરીમાં, ડોકટરો આ દવા ભારતમાં કોરોનાના દર્દીઓ માટે લખી રહ્યાં છે. આ કારણે દિલ્હી અને ભારતના અન્ય શહેરોમાં માંગ વધી છે.

અમેરિકામાં આવેલી ગિલિયડ સાયન્સીઝ - 

અમેરિકા સ્થિત ગિલિયડ સાયન્સીઝ દ્વારા મૂળ રીતે ઇબોલા ટ્રીટમેન્ટ માટે રેમડેસિવિર બનાવવામાં આવી હતી. હવે તેણે ભારતની સિપ્લા, જ્યુબિલન્ટ લાઇફ, હિટેરો  ડ્રગ્સ અને માયલોનને ભારતમાં આ દવા બનાવવાની મંજૂરી આપી દીધી છે.

પ્રતિકાત્મક તસ્વીર

ફાર્મા કંપની ઝાયડસ કેડિલાએ તેની સંભવિત કોવિડ -19 રસી ZyCoV-Dનું માનવ પરીક્ષણ કરવાનું શરૂ કર્યું છે. કંપનીએ એક નિયમનકારી માહિતીમાં જણાવ્યું હતું કે પ્રથમ તબક્કામાં તે આ માટે દેશના વિવિધ ભાગોમાં 1000 લોકોની નોંધણી કરશે. કંપનીએ કહ્યું કે ZyCoV-Dનો અડેપ્ટિવ ફેઝ I / II માનવ ક્લિનિકલ ટ્રાયલ પ્રથમ માનવ ડોઝથી શરૂ થઈ ગયું છે. આ બહુકેન્દ્રિત અધ્યયનમાં, રસીની સલામતી, સહનશીલતા અને રોગપ્રતિકારક શક્તિનું મૂલ્યાંકન કરવામાં આવશે.

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus covid 19 remdesivir કોરોના વાયરસ રેમડેસિવિર coronavirus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ