વોટ્સએપે હવે સ્પષ્ટ કરી દીધું છે કે તે તેની નવી પોલિસીને વિવાદ બાદ પણ લાગુ કરશે. રિપોર્ટ મુજબ વોટ્સએપની નવી પોલિસીને જો એક્સેપ્ટ નહીં કરવામાં આવે તો વોટ્સએપનાં ફંક્શન કામ કરવાનાં બંધ થઈ જશે.
15 મે સુધીમાં એક્સેપ્ટ કરવી પડશે પોલિસી
યૂઝર્સનો બેકઅપ ડેટા ડિલીટ થઈ જશે
મેસેજ સેન્ડ કે રિસીવ નહી કરી શકો
પોલિસી વાંચવાલાયક બનાવાશે
વોટ્સએપ તરફથી આવનાર નવી પોલીસીને એક્સેપ્ટ કરવા માટે 15 મે સુધીનો સમય આપવામાં આવ્યો છે. આ પોલિસી અંગે ઘણો વિવાદ થયો હોવા છતાં તેને લાગુ કરવાનો નિર્ણય વોટ્સએપે લઈ લીધો છે. કંપનીએ ફરી એકવાર આ પોલિસી અંગે લોકોને સમજાવવાનું શરુ કરી દીધુ છે. કંપનીએ કહ્યું કે, યૂઝર્સ માટે આ પોલિસીને વાંચવાલાયક બનાવવામાં આવશે.
બેકઅપ ડેટા થશે ડિલીટ
વોટ્સએપ તેનાં માટે યૂઝર્સને એક બેનર મોકલી રહ્યું છે. પણ તે હજુ સુધી સ્પષ્ટ નથી કરી રહ્યાં કે જો યૂઝર્સ પોલિસીને એક્સેપ્ટ નહીં કરે તો તેમનાં એકાઉન્ટ સાથે શું થશે. એક માહિતી અનુસાર વોટ્સએપ હવે તેનાં યુઝર્સને ધીમે ધીમે પોલિસી એક્સેપ્ટ કરવા માટે કહેશે. પોલિસી એક્સેપ્ટ નહીં કરવા પર કંપનીએ અમુક માહિતી શેર કરી છે. વોટ્સએપ યૂઝર્સનો બધો બેકએપ ડેટા ડિલીટ થઈ જશે. જોકે કંપની યૂઝર્સને 15 મે સુધીમાં તેનાં એકાઉન્ટનું બેકઅપ લેવાનું ઓપ્શન આપે છે. 15 મે પહેલા યૂઝર્સ ચેટ હિસ્ટ્રીને એન્ડ્રોઈડ કે ઓઈઓએસ ફોન પર એક્સ્પોર્ટ કરીને તેમનાં એકાઉન્ટનું રિપોર્ટ ડાઉનલોડ કરી શકે છે.
ગ્રૂપમાંથી પણ લેફ્ટ થઈ જશો
વોટ્સએપનાં એફએક્યૂ પેજ મુજબ જો યૂઝર્સ 15 મે સુધી તેની નવી પોલિસીને એક્સેપ્ટ નહીં કરે તો તેનાં ફંક્શનને લિમિટ કરી દેવામાં આવશે. યૂઝર્સ વોટ્સએપનાં બધા ફંક્શન યૂઝ નહીં કરી શકે. એપનાં બધા ફંક્શન યૂઝ કરવા માટે નવી પોલિસીને એક્સેપ્ટ કરવી જ પડશે. કંપની મુજબ યૂઝર્સ કોલ અને નોટિફિકેશન એક્સેસ કરી શકશે પણ મેસેજ સેન્ડ કે રિસીવ નહીં કરી શકે. કંપની મુજબ એકવાર એકાઉન્ટ ડિલીટ કર્યા બાદ યુઝર્સ તેને રિસીવ નહીં કરી શકે. યૂઝર્સની મેસેજ હિસ્ટ્રી સંપૂર્ણરીતે ખતમ થઈ જશે. પોલિસી એક્સેપ્ટ નહી કરવાવાળા યૂઝર્સ જે ગ્રૂપનાં મેમ્બર છે તે બધામાંથી ઓટોમેટીકલી લેફ્ટ થઈ જશે.