ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Yamaha R2: 200cc એન્જિન સાથે નવી બાઈકની એન્ટ્રી! સ્પોર્ટી ડિઝાઇન અને ધમાકેદાર ફીચર્સ, 27 ઓગસ્ટે લોન્ચની શક્યતા
5 ફોટો ગેલેરી
Last Updated: 04:22 PM, 25 August 2026
1/5
ભારતીય ટુ-વ્હીલર માર્કેટમાં સ્પોર્ટ્સ બાઇકના ચાહકો માટે ગુડ ન્યૂઝ છે. ટુ-વ્હીલર ઉત્પાદક કંપની યામાહા ચાલુ અઠવાડિયે જ ભારતમાં તેની એક નવી સ્પોર્ટ્સ બાઇક રજૂ કરવા જઈ રહી છે. પ્રાપ્ત અહેવાલો મુજબ, કંપની તેની નવી ફેયર્ડ મોટરસાઇકલ Yamaha R2 લોન્ચ કરવાની સંપૂર્ણ તૈયારી કરી ચૂકી છે. આ બાઇક 27 ઓગસ્ટના રોજ ભારતીય બજારમાં દસ્તક આપી શકે છે.
2/5
Yamaha R2માં 200ccનું સિંગલ-સિલિન્ડર એન્જિન આપવામાં આવે તેવી શક્યતા છે. આ પાવરફુલ એન્જિન 25 hpનો મહત્તમ પાવર અને 19 Nmનો ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ હશે. બાઇકની રાઇડિંગ સ્મૂથ બનાવવા માટે તેને 6-સ્પીડ ગિયરબોક્સ (ટ્રાન્સમિશન) સાથે જોડાણ આપવામાં આવી શકે છે. એરોડાયનેમિક અને સ્પોર્ટી ફેયર્ડ ડિઝાઇનને કારણે આ બાઇક લુકમાં ખૂબ જ આકર્ષક લાગશે.
ADVERTISEMENT
3/5
નવી Yamaha R2માં રાઇડર્સની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને અદ્યતન ટેકનોલોજી અને ફીચર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. ફુલ LED હેડલાઇટ, LED ઇન્ડિકેટર્સ અને LED ટેલ લાઇટ, ફુલ્લી ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર અને ડ્યુઅલ ડિસ્ક બ્રેક અને એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ (ABS) મળશે.
4/5
ADVERTISEMENT
5/5
Yamaha R2ની કિંમત અંગે કંપની દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ 27 ઓગસ્ટે લોન્ચિંગ વખતે તેની કિંમત અને અન્ય ટેકનિકલ વિગતો પરથી પડદો ઊંચકાશે. ભારતીય માર્કેટમાં લોન્ચ થયા બાદ આ મોટરસાઇકલની સીધી ટક્કર KTM Duke 200, KTM RC 200 અને Bajaj Pulsar RS 200 જેવી પોપ્યુલર 200cc બાઇક્સ સાથે થશે.
સંકળાયેલા મુદ્દાઓ
ટોપ સ્ટોરીઝ