બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ધર્મ / Worshiping Lord Shiva with rituals on Somvati Amas

સોમવતી અમાવસ્યા / સોમવતી અમાસે બની રહ્યો છે ગજબ સંયોગ: ઉપવાસ કરવાના હોવ તો જાણી લૉ વિધિ-વિધાન અને મુહૂર્ત

Kishor

Last Updated: 10:03 PM, 15 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોમવતી અમાસના રોજ જે ભક્તો પુરા વિધિ વિધાન સાથે ભગવાન શિવની પૂજા કરશે તેમને મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે.

  • સોમવતી અમાસનું હિન્દૂ ધર્મમાં ખૂબ મહત્વ
  • 17 જુલાઈના રોજ સોમવતી અમાસની ઉજવણી
  • વિધિ વિધાન સાથે ભગવાન શિવની પૂજા કરતા ભક્તો પર વર્ષે છે કૃપા 

સનાતન હિન્દુ પરંપરા મુજબ સોમવતી અમાસનું ખૂબ જ મહત્વ હોય છે. ત્યારે આગામી તારીખે 17 જુલાઈના રોજ સોમવતી અમાસની ઉજવણી કરવામાં આવશે. સોમવારે આવતી આ અમાસ શ્રાવણ મહિનાના બીજા સોમવારના રોજ આવતી હોય તથા હરિયાળી અમાસ પણ આવતી હોવાથી આ સંયોગને લઈને તેનું વિશેષ મહત્વ ધરાવે છે. તેવી પણ માન્યતા છે કે જે ભક્તો પુરા વિધિ વિધાન સાથે ભગવાન શિવની પૂજા કરશે તેમને મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત થશે. 

દૂર કરવા માંગો છો કાલસર્પ કે પિતૃદોષ? સોમવતી અમાસે કરો આ ઉપાય, ધનની પણ થશે  વૃદ્ધિ | somvati amavasya 2023 upay kalsarpa dosha and pitri dosh


આવો છે સંયોગ
સનાતન ધર્મના શાસ્ત્રમાં જણાવ્યા અનુસાર સોમવતી અમાસના દિવસે શ્રાદ્ધ કર્મ, તર્પણ અને સ્નાન અને ધ્યાન કરવાથી ભક્તોને ખૂબ જ પુણ્ય મળે છે. સાથે સાથે પિતૃને મોક્ષની પ્રાપ્તિ પણ થાય છે. તો જીવનમાં આવતી અનેક સમસ્યાઓ પણ અટકી જાય છે. આ સોમવતી અમાસમાં સોમવારનું વ્રત પણ સંયોગ બની રહ્યો છે. જેને લઈને આ દિવસે ભગવાન શિવની વિશેષ પૂજા કરવાથી સારો લાભ મળી શકે છે.સોમવતી અમાસના મુહૂર્તની વાત કરવામાં આવે તો શુભમુહૂર્ત 16 જુલાઇએ રાત્રે 10.08 કલાકે શરૂ થઇ રહ્યું છે જે 18મી જુલાઇએ સવારે 12.00 કલાકે સમાપ્ત થશે. જો કે, ઉદયા તિથિ માન્ય હોવાને કારણે સોમવતી અમાવસ્યાનું વ્રત 17 જુલાઇ સોમવારે ઉજવવામાં આવશે.

Somvati Amavasya is a golden opportunity to appease ancestors, ancestral guilt will be removed

પૂજા માટે વિધિ
આ શુભ અવસરે પૂજા વિધિની વાત કરવામાં આવે તો સવારે જલ્દી ઉઠી અને સ્નાન તથા ધ્યાન કરી સાફ કપડાં પહેરવા જોઈએ. ત્યારબાદ લાલ તથા પીળા રંગના વસ્ત્ર પાથરી મા પાર્વતી તથા ભગવાન શિવની મૂર્તિને સ્થાપિત કરવી, ત્યારબાદ ભગવાન શિવની અને પાર્વતીજીની મૂર્તિને ધૂપ દીપ અને નિવેધ અર્પણ કરવુ અને આરતી શરૂ કરવી જોઈએ. સોમવતી અમાવસ્યાના દિવસે સવારે સ્નાન કર્યા પછી પીપળના વૃક્ષની પૂજા કરો. પીપળના ઝાડના મૂળમાં પાણી અને દૂધ ચઢાવો અને જનોઈ પણ ચઢાવો. તેલનો દીવો પ્રગટાવી પીપળના વૃક્ષની પરિક્રમા કરતી વખતે 'ઓમ નમો ભગવતે વાસુદેવાય' મંત્રનો જાપ કરો. પીપળના ઝાડની 108 વાર પ્રદક્ષિણા કરો. આ ઉપાયથી પિતૃ દોષ દૂર થાય છે. પૂર્વજો પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે. આ ઉપરાંત ભગવાન શિવના આશીર્વાદ મેળવવા આજુબાજુના કોઈપણ શિવ મંદિરમાં દર્શન કરવા જવું જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ