બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / Worlds most strange creature tardigrade

OMG / વિશ્વનો સૌથી ખડતલ જીવ; 300 ડિગ્રી તાપમાન, રેડિએશનમાં પણ જીવતું રહી શકે છે આ વિચિત્ર પ્રાણી

Published By: Shalin

Last Updated: 06:31 PM, 25 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હમણાં એક અધ્યયનમાં સામે આવ્યું છે કે વોટર બેર એટલે કે ટાર્ડીગ્રેડસ નામના જીવો ધરતીના સૌથી મજબૂત જીવો છે.

સૂર્યના ઘાતક અલ્ટ્રાવાયોલેટ કિરણોથી બચવું અઘરું છે. આ કિરણોથી ત્વચાનું કેન્સર જેવા રોગો થઇ શકે છે. જો કે હમણાં એક અધ્યયનમાં સામે આવ્યું છે કે વોટર બેર એટલે કે ટાર્ડીગ્રેડસ નામના જીવો ધરતીના સૌથી મજબૂત જીવો છે. વિચિત્ર દેખાતા આ જીવોને મોસ પિગલેટ્સના નામથી પણ ઓળખવામાં આવે છે. 

ટાર્ડીગ્રેડસ અતિશય નાના હોય છે. તેઓ આશરે અડધા મીલીમીટર જેટલા હોય છે જેમને નરી આંખે જોવા લગભગ અશક્ય છે. તેઓ કદમાં જાડા અને પગની 4 જોડી ધરાવે છે અને પગની નીચે નાનકડા પંજા આવેલા હોય છે. 

સામાન્ય રીતે, મનુષ્ય 35 થી 40 ડિગ્રી તાપમાનમાં હેરાન થઇ જાય છે, જ્યારે આ જીવ 300 ડિગ્રી ફેરનહિટ તાપમાન સહન કરી શકે છે. એટલું જ નહીં આ જીવો અવકાશના ઠંડા વિસ્તારો અને મેરિઆના ટ્રેચ જેવા ભારે દબાણવાળા વિસ્તારોમાં પણ જીવી શકે છે. આ તમામ બાબતો ભારતમાં કરાયેલા એક રિસર્ચમાં બહાર આવી છે.

ભારતીય સંશોધનકારોએ આ જીવમાં એક નવું જનીન શોધ્યું છે, જેને 'પેરામેક્રોબાયોટસ' કહેવામાં આવે છે. પેરામેક્રોબાયોટસ એક રક્ષણાત્મક ફ્લોરોસન્ટ કવચ છે જે અલ્ટ્રા વાયોલેટ કિરણોત્સર્ગને રોકે છે. આ જનીન હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગને શોષી લે છે અને તેને હાનિકારક વાદળી પ્રકાશમાં પાછું બહાર ફેંકે છે. તે જ સમયે સામાન્ય જીવ આ હાનિકારક કિરણો વચ્ચે માત્ર 15 મિનિટ જ જીવી શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Tardigrade OMG

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ